Get The App

સ્ત્રી વંધ્યત્વ અને આયુર્વેદ .

Updated: Feb 9th, 2026

GS TEAM

Google News
Google News
સ્ત્રી વંધ્યત્વ અને આયુર્વેદ                                 . 1 - image

- આરોગ્ય સંજીવની

વંધ્યત્વ એ કોઈ પણ મનુષ્ય માટે ખૂબ જ અભિશાપ રૂપ છે. સ્ત્રી માટે માતા બનવું તે ઇશ્વરની સૌથી મોટી ભેટ માનવામાં આવે છે. આ ભેટ મળ્યા બાદ ખૂબ જ સ્ત્રી પૂર્ણત્વનો અનુભવ કરે છે. પરંતુ ઘણીવાર ઘણાં બધા કારણોને લીધે સ્ત્રી આ સુખથી વંચિત રહેતી હોય છે. લગ્નજીવન સામાન્ય હોવા છતાં લગ્નને એક વર્ષ પસાર થાય અને સ્ત્રીને જો ગર્ભ ન રહે તો દંપતીઓ સાવધાન થઈ જવું જોઈએ. વંધ્યત્વ એ સ્ત્રીને કારણે જ હોય તેવું જરૂરી નથી. ઘણીવખત પુરૂષોની ખામીના કારણે પણ વંધ્યત્વ જોવા મળતું હોય છે. આથી નિષ્ણાંત વૈદ્ય કે ચિકિત્સક પાસે સ્ત્રી અને પુરૂષ બંનેની દરેક તપાસ કરાવી લેવી ખૂબ જ જરૂરી છે. આજના યુગમાં આ સમસ્યા માટે ઘણી બધી પદ્ધતિઓ અમલમાં છે. આયુર્વેદમાં પણ વંધ્યત્વ માટે ઘણી બધી સારવાર છે. અને જો આ સારવાર નિયમિત રીતે અને નિષ્ણાતની સલાહ મુજબ કરવામાં આવે તો ચોક્કસ ફળદાયી નીવડે છે.

પુરૂષોમાં શુક્રાણુની કમી, વીર્ય બરોબર ન બનવું, શુક્રાણુની ગતિ ઓછી હોવી વગેરે કારણો હોઈ શકે છે. આ ઉપરાંત માનસિક તણાવ, દોડાદોડી, ઉજાગરા વગેરેના કારણે પણ લાઈફ સ્ટાઈલ ઉપર અસર થાય છે. જેના કારણે હોર્મોન્સ ડિસ્ટર્બ થઈ શકે છે, જે વંધ્યત્વ માટે જવાબદાર ગણી શકાય છે. સ્ત્રીઓમાં મોટેભાગે છે સ્ત્રીઓને થાઈરોઈડ કે હાઈપોથાઈરોઈડ હોય તેમને વજનને ખાસ નિયંત્રણમાં રાખવું જોઈએ. નહીંતર ગર્ભધારણમાં તો તકલીફ પડે જ છે અને કદાચ ગર્ભ રહી પણ જાય તો તે બાળકનું I.Q. લેવલ સામાન્ય બાળકો કરતા ૩ થી ૫% ઓછું આવે છે. આ ઉપરાંત સ્ત્રીઓમાં ચિંતા, સ્ટ્રેસ વગેરે પણ હોર્મોન્સના લેવલને બગાડી શકે છે. આ સિવાય સ્ત્રીઓમાં બીજાશયમાં ઘણીવાર નાની-નાની ગાંઠ હોવી, બીજ ન બનવું, બીજ છૂટું ન પડવું, બીજવાહિની બંધ હોવી વગેરે કારણોસર ગર્ભ રહેવાની સમસ્યા રહેતી હોય છે. પરંતુ આજના વૈજ્ઞાાનિક યુગમાં  TVS  સોનોગ્રાફી, બાયોપ્સી, HSG, બ્લડ રિપોર્ટ આ બધા ટેસ્ટ દ્વારા શું સમસ્યા છે તે સરળતાથી હવે આપણે જાણી શકીએ છીએ અને તેનો ઉપચાર પણ કરી શકીએ છીએ.

આયુર્વેદમાં પુરૂષો માટે શીલાજીતવટી, મકરધ્વજવટી, ગોક્ષુર ચૂર્ણ, અશ્વગંધાચૂર્ણ, કૌચાપાક જેવા ઔષધો બતાવેલા છે. જેનું સેવન નિષ્ણાંતની સલાહ મુજબ કરવાથી પુરૂષોની શુક્રસંખ્યા સંબંધી સમસ્યાઓમાં ચોક્કસ ફાયદો થાય છે.

સ્ત્રીઓ માટે ગર્ભપાલરસ, ફલકૃત ગર્ભધારક યોગ વગેરેનું સેવન નિષ્ણાંતની સલાહ મુજબ કરવાથી પરિણામ અવશ્ય મળે છે.

આયુર્વેદની એક વિશિષ્ટ સારવાર પંચકર્મ સારવાર છે. અને તે જ પંચકર્મનું વિશેષ અંગ છે. ઉત્તરબસ્તિ.

ઉત્તરબસ્તિ એ સ્ત્રીઓમાં પ્રજનન અંગોનો શુદ્ધ કરવા માટે ગર્ભાશયગત આપવામાં આવે છે. આયુર્વેદમાં વંધ્યત્વ માટે ઉત્તરબસ્તિ એ શ્રેષ્ઠ સારવાર છે.

ઉત્તરબસ્તિથી સ્ત્રીઓના પ્રજનનાંગો શુદ્ધ થવાથી સફળતાપૂર્વક ગર્ભાધાન થઈ જાય છે. આ ઉપરાંત સ્ત્રીઓમાં જન્મજાત પ્રજનનાંગોની વિકૃતિ હોય, બીજ બનવાની અને છૂટું પડવાની પ્રક્રિયામાં વિષમતા હોય તો તેમાં ઉત્તરબસ્તિ ખૂબ સારું પરિણામ આપે છે. આ ઉપરાંત ઘણી સ્ત્રીઓને ગર્ભાશયમાં નાની-નાની સાદી ગાંઠો હોય છે. તેથી ઘણીવાર Folicals પણ હોય છે. જે અત્યારે બહુ કોમન રીતે સ્ત્રીઓમાં જોવા મળે છે. તેની સમસ્યા પણ ઉત્તરબસ્તિથી દૂર કરી શકાય છે. આ સિવાય માસિકસ્ત્રાવનો દુ:ખાવો ખૂબ રહેતો હોય તો તેમાં પણ ઉત્તર બસ્તિથી ફાયદો થાય છે.

ઉત્તરબસ્તિ એ શ્રેષ્ઠ ઔષધો દ્વારા ઉત્તમ સંતાનની પ્રાપ્તિ માટે ગર્ભાશયમાં રજ:સ્ત્રાવ બંધ થયા પછીના બીજા અઠવાડિયે આપવામાં આવે છે. જેની પ્રક્રિયા ૧ સપ્તાહ સુધી ચાલે છે. ઉત્તરબસ્તિ આપવાની વિધિ પણ ખૂબ સરળ છે. સ્ત્રીઓને મોટે ભાગે ખાસ દુ:ખાવો થતો નથી અને પ્રક્રિયા પૂર્ણ થતા ગર્ભાશયની સંપૂર્ણ શુદ્ધિ થઈ જાય છે. જો આ પ્રક્રિયા યોગ્ય વિધિપૂર્વક કરવામાં આવેલ હોય તો ગર્ભાધાનમાં અવશ્ય સફળતા મળે છે.

- જહાનવીબેન ભટ્ટ