- તમને સમય પ્રમાણે ફેશન કરતાં આવડવી જોઈએ
છેલ્લાં દસ વર્ષમાં ફેશનના ક્ષેત્રે જબરજસ્ત પરિવર્તન આવ્યું છે. ટેલિવિઝન પરથી પ્રદશત કરાતા વિદેશી કાર્યક્રમોને પગલે ભારતના શહેરોમાં ખાસ કરીને છોકરીઓના પોષાકમાં ઘણું વૈવિધ્ય જોવા મળે છે. સાડી અને બહુબહુ તો પંજાબી ડ્રેસ કેસ્કર્ટ પૂરતો પોષાક હવે મર્યાદિત રહ્યો નથી. મધ્યમવર્ગની અને સામાન્ય ઘરની છોકરીઓ પણ આજે માત્ર શ્રીમંતોના ઘરની કન્યાઓ પહેરતી તેવા ડ્રેસ પહેરતી થઇ ગઇ છે. આવા સંજોગોમાં કેટલીક છોકરીઓને કેવો પોષાક પહેરવો જોઇએ એ અંગે મુંઝવણ થતી હોય છે.
ફેશનનું પણ જીવનની માફક ચક્ર છે. દસકાં પહેલાં જેફેશન હોય તે જ ઘણી વખત ફરીફરીને પાછી આવે છે પણ જીવનની સરખામણીમાં ફેશનમાં એકતફાવતછે. ફેશનનું ચક્ર બહુઝડપથી બદલાયછે.
તમારું ધ્યાન હજી તો ચોક્કસ પોષાક કે પેટર્ન પર પડે ને પડે ત્યાં ફેશન બદલાઇ ગઇ હોય છે. આવા સમયે ડિઝાઇનર્સ બ્રાન્ડ ચોક્કસ મદદરૂપ બનતી હોય છે.
ડિઝાઇનર્સ દ્વારા તૈયાર કરાતા ડ્રેસમાં વ્યક્તિગત ધોરણે વધુ ઘ્યાન અપાય છે. કોઇ ચોક્કસ પ્રકારના પોષાક પર ઘ્યાનકેન્દ્રિતકરવાને બદલે મનગમતો પોષાક પહેરવો એવો સિઘ્ધાંત આ મોટી ડિઝાઇનર્સ કંપનીઓએ અપનાવ્યોછે. તમારા વ્યક્તિત્વને શોભે એવો, તમારી ઇચ્છાને અભિવ્યક્ત કરતો પોષાક પહેરો એવું આ ડિઝાઇનર્સ કંપનીઓના નિષ્ણાતોનું કહેવું હોય છે.
ક્યા પ્રકારનો પોષાક પહેરવો તેની સ્ટાઇલ ગલીઓમાં ફરનારાઓને જોઇને મેળવી ન શકાય. જૂની પુરાણી થઇ ગયેલી સ્ટાઇલ અને નવી સ્ટાઇલ વચ્ચે તફાવત પાડતી રેખા હોય છે કેટલીક વખત અહીંના વાતાવરણ, આબોહવા અને બીજા પાસાઓને ઘ્યાનમાં લીધા વિના માત્ર રસ્તા પ૨ જોઇને ટીવીના પડદે જોઇ ફેશન અપનાવવાથી હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકાવાયછે. અત્યારે ફેશનનું જે ચક્ર ચાલે છે એ જોતા અહીં કરેલા સૂચનો તાત્કાલિક સહાયક બને તેમ છે. નજીકના ભવિષ્ય માટે તો અત્યારથી કેમ કહી શકાય! પણ વર્તમાનમાં તમને મદદરૂપ બનશેજ.
ચેનલો જોઇ જોઇને અગર પગને જકડી નાખતા સેન્ડલ કે શુઝ પહેરતા હો તો સાવધાન! એક વાત ધ્યાન રાખજો કે તમે કંઇયુઘ્ધમાં ભરતી થવા નીકળ્યા નથી. માત્રતેના ૫૨ડોક માટનનું લેબલ હોય એટલે એવા લશ્કરના જવાન પહેરે તેવા શુઝ પહેરવા જરૂરી છે? આપણો તો ગરમ દેશ છે. શરીરના બીજા અવયવોની જેમ તમારા પગને પણ હવાની જરૂર છે. કાળા ચામડાના છેકઘૂંટીની ઉપર સુધી ચેનથી બંધ કરી પગને જકડી દેતા બૂટ અહીં કદી ન પહેરશો. એના કરતા એકથી વધુ પટ્ટીઓ ધરાવતા હીલવાળા કે ઊંચી એડી વગરના સેન્ડલ પહેરોતો નાજુક પણ લાગશે અને પગને જરૂરી હવા પણ મળી રહેશે. ટી.વી.ની ચેનલના અગર તમે ખરેખર ચાહક હો તો ઉનાળાની ગરમીમાં પણ બાબા સહેગલની જેમ ઊંધી કેપ પહેરવાનું બંધ કરી દેજો. એ ફેશન પુરાણી થઇ ગઇ છે. બાબાસહેગલ સમજે કે ન સમજે આપણે તો 'સમજદાર' છીએ ને! ઘણાની મનોવૃત્તિ લોકો કરે તેનાથી કંઇ જુદું કરી બધામાં અલગ તરી આવવાની હોય છે. અગર આવી મનોવૃત્તિ ધરાવતા હો તો છેવટે ઊધું શર્ટ ૫હે૨વા ટ્રાય કરજો પણ ઊંધી કેપ તો નહિ જ.
ખમીશ કે ડ્રેસના ખભામાં પેડનો ઉમેરો કરવાની ફેશન એશીના દાયકામાં જોવા મળતી હતી. સૌ પ્રથમ તો ખભામાં આ પેડનો ઉમેરો ક૨વાનું કા૨ણ શું એવો લાખ રૂપિયાનો સવાલ આજે પણ સવાલ જ રહેવા પામ્યો છે. પેડ યુક્ત ખભાવાળા પોષાક ક્યારના આઉટડેટેડ થઇ ગયા છે તેની નોંધ અવશ્ય લેજો.
થોડાસમય પહેલાં રંગ ઉતરી ગયો હોયતેવા ધાબા પડી ગયેલા દેખાતા વોશ્ડ આઉટ ખમીશ અને જીન્સની ફેશન હતી. હવે જ્યારે આંખોને પ્યારા લાગે એવા આકાશી રંગના ડેનીમના જીન્સ મળતા હોય ત્યારે આવા ધાબા ધાબાવાળા ડ્રેસ શું કામ ૫હે૨વા? અને તમારી પાસે આવા એસીડ નાખેલા કે ધોતા થઇ ગયા જેવા દેખાતા ડ્રેસ પડયા હોય તો તેનું વિસર્જન અત્યારે તો સમુદ્રમાં ફરી દેવા જેવું છે! સ્ટોન વોશની ફેશન ક્યારની ગઇ. જીનના પેન્ટમાંથી ગડુલગાડીને કે આખા જીનના પેન્ટને જાણી જોઇને બે ત્રણ ઠેકાણે ડીને, તેમાંથી સુતરના લીરા બહાર લટકતા હોય એવા બનાવી કેટલાંકને પહેરવા ગમેછે. ગરમી લાગતી હોય તો ઠીક છે બાકી આવા 'ફાટેલા કપડા' પહેરવા નહિ. અગર તમને આવા કપડાં પહેરવાનું વળગણ હોય તો પણ આવા થીગડા કે ફાટેલા હિસ્સાને ઘૂંટણની નીચેના ભાગ સુધી મર્યાદિત રાખજો.
એક જમાનામાં હિન્દી ફિલ્મોમાં શમલા ટાગો૨, મુમતાઝ અને સાયરાબાનુ જેવી દેખાવડી અભિનેત્રીઓ બેલબોટમ પેન્ટ્સમાં દેખાતી હતી. દેખીતી દ્રષ્ટિએ આવા ચૂંટણી નીચેથી પહોળા પાયસાના પેન્ટ્સ જરા પણ જોવા ગમતા નથી અને છતાં ફરીફરીને તે ફેશન આવે છે એ બાબત હકીકત છે. અલબત્ત તમારી ઊંચાઇ પોણા છ ફૂટ કે તેથી વધુ હોય તો વાત અલગ છે. ભારતમાં પોણા છ ફૂટની ઊંચાઇ યુવતીઓની હોતી નથી. માટે આ ઢબનો પોષાક અહીં આવકારવા જેવો નથી. ચોપાઇન્સ તરીકે ઓળખાતા અત્યંત ઊંચી એડીના બૂટ પહેરવા નહિ. મધ્ય યુગમાં આવા બૂટ વેનીસમાં ફેશનમાં હતા. આમ પણ વેનીસ નદી તટે આવેલું શહે૨ છે. કદાચ પાણીવાળા માર્ગમાં આવા શુઝ મદદરૂપ હશે. મુંબઇના ખોદેલા રસ્તા ૫૨ આવા શૂઝનો અખતરો પણ કરવા જેવો નથી અને આવા શુઝવાળો તમારો પગ કદાચ ટ્રેન કે બસમાં કોઇના ૫૨ પડે તો સામેવાળાનું શું થાય તેની કલ્પના છે ખરી? ભૂલેચૂકે બેલબોટમવાળા પોષાક સાથે જો આવા સંતુલન રાખતા દમ નીકળે એવા સેન્ડલ પહેર્યાતો તમે નક્કી સર્કસના જોકર જેવા દેખાશો.
આજકાલ ટાઇટ્સની ફેશન છે. વધારાની ચરબીના થ૨ ઢાંકવા ઘણા આ પોષાક પર પસંદગી ઊતારે છે. જો આવી ગણતરી હોય તો પણ નિયમિત ટાઇટ્સ જોડે કોલ્હાપુરી ચંપલ ન પહેરવા. ટાઇટ્સ પહેરવા હોય તો તેની ઉપર ખુલતા ટી શર્ટ પહેરવાથી તમે બેડોળ નહીં દેખાઓ. શિયાળામાં ખુલતા ટી ર્શટ સાથે ટાઇટ્સ યોગ્ય શૂઝ કે સેન્ડલ સાથે પહેરી શકાય.
અંતમાં ફેશનને લગતા કોઇ ચોક્કસ નિયમો નથી. આમ પણ નિયમો તોડવા માટે જ ઘડાતા હોય છે. લોકો ગમે તે કહે આપણને ગમે તે ફેશન અપનાવવાનો અબાધિત અધિકાર છે પણ એક નિયમ સાથે કે તે ફેશન કરનાર વ્યક્તિને શોભવો જોઇએ!
- હિમાની


