Get The App

ફેશન તો ફરતી રહે છે...

Updated: Mar 9th, 2026

GS TEAM

Google News
Google News
ફેશન તો ફરતી રહે છે... 1 - image

- ફેબ્રિકમાં વેરિયેશન-નવી ડિઝાઇનોનું ક્રિયેશન રંગોનું સુંદર કોમ્બિનેશન...

જ્યારે જ્યારે ફેશનની વાત થાય ત્યારે સૌથી પહેલાં ફેબ્રિકની ચર્ચા થાય. પછી વારો આવે રંગ અને ડિઝાઇનોનો. એક જૂની કહેવત ઘણી પ્રચલિત છે. 'એક નૂર આદમી હજાર નૂર કપડાં.' બિલકુલ સાચી વાત છે. સુંદર વસ્ત્રોથી વ્યક્તિત્વ નીખરી ઊઠે છે. તેનાથી એક ઇમ્પ્રેશન ઊભી થાય છે. એટલા માટે આજે દિવસે ને દિવસે ફેશનેબલ ડિઝાઇનર-વેરનું મહત્ત્વ વધવા લાગ્યું છે નાનાં-મોટાં સૌ કોઈને સુંદર વસ્ત્રનું ઘેલું લાગ્યું છે. એટલા માટે જ તો આજે ડ્રેસિસના બુટિક હોય કે સાડીના શોરૂમ, બધે ગ્રાહકો નવો ટ્રેન્ડ શું છે એ જ શોધ્યા કરતા હોય છે.

આ ફેશનની દોડમાં આગળ રહેવા માટે ડિઝાઇનરો પણ નવી-નવી ડિઝાઇનો તૈયાર કરવામાં તલ્લીન છે. તેના લીધે જ આપણને બજારમાં દરરોજ નવી ફેશન, નવા રંગો અને ડિઝાઇનો તૈયાર કરવામાં તલ્લીન છે. તેના લીધે જ આપણને બજારમાં દરરોજ નવી ફેશન, નવા રંગો અને ડિઝાઇનોનું બદલાયેલું રૂપ જોવા મળે છે. આજકાલ ચાલતા ટ્રેન્ડ વિશે અમે બજારમાં હર્યાફર્યા.

એક દુકાનના સંચાલકે જણાવ્યું કે 'હવે સ્ત્રીઓ એક જ ટ્રેન્ડ પકડીને નથી ચાલતી. તેને તો દરરોજ  નવું-નવું કંઈક જોઈએ. વળી, દરેક પીસ સિંગલ ડિઝાઇન કરેલું હોવું જોઈે. તે પૈસા ખર્ચવા તૈયાર છે, પણ ડિઝાઇન એક્સક્લુઝિવ હોવી જોઈએ.

આજકાલ સોફ્ટ ફેબ્રિક જેવા કે જોર્જટ, શિફોન અને કોટા વગેરે લોકોને વધારે ગમે છે. સાડીમાં પણ આ મટીરિયલની ડિમાન્ડ વધારે છે. હવે પહેલાંની જેમ જરદોશ અથવા મશીન એમ્બરોડરીનું ખાસ ચલણ નથી. હવે તો હેન્ડવર્ક, સિકવન્સ અને ઓક્સિડાઇઝ વગેરેની ફેશન છે. આમ તો સિલ્ક ક્યારેય આઉટ ઓફ ફેશન નથી થયું. તેમ છતાં યંગ જનરેશનને સ્લીમ લુક આપતાં સોફ્ટ મટીરિયલ વધુ ગમે છે, કારણ કે તેનો ફોલ વધુ હોય છે.

કલર સ્કીમમાં આજે ડીપ પેસ્ટલ કલર, આઇસ કલર, આઇસ બ્લ્યૂ રંગોની બોલબાલા છે. સાડીમાં પણ હવે પહેલાં જેટલું લિમિટેશન નથી રહ્યું. તેમાં પણ હવે તો અનોખા રંગો, વિવિધ મટીરિયલ, ડિઝાઇન અને કોમ્બિનેશનમાં તો દરરોજ ચેન્જ જોવા મળે છે. આજકાલ સાડી વિથ ઓવરકોટ, સાડી સ્ટિચ, સાડી વિથ ચોલીની ધૂમ ફેશન છે.

આ બધામાં સલવાર-કમીઝની તો વાત જ ના પૂછો. તેમાં દરરોજ કંઈક ને કંઈક નવીનતા જોવા મળે છે. આજે સ્લીવલેસનો જમાનો ફરી પાછો આવી ગયો છે. ફુલ લેન્થની જગ્યાએ શોર્ટ લેન્થ અને દુપટ્ટાની જગ્યા સ્કાર્ફે લઈ લીધી છે. હેવી બોડી મહિલાઓને પણ સિલેક્શન મળી રહે તેના માટે એકસ્ટ્રા લાર્જ સાઇઝ પણ તૈયાર થાય છે.'

ગ્રાહકોને જ્યારે આટલું બહોળું સિલેક્શન મળે ત્યારે શું તે મૂંઝવણ અનુભવે ખરા? એવું પૂછતાં દુકાનદાર બોલ્યા, 'આજે ગ્રાહક નવા ટ્રેન્ડ, ફેશન વિશે બધું જાણે છે. જ્યારે પહેલાંના સમયમાં દુકાનદાર ગ્રાહકને નવું શું છે એ જણાવતા હતા. આજે ફિલ્મ, ટીવી અને છાપાને લીધે ગ્રાહકો દુકાનદાર જેટલા જ હોંશિયાર થઈ ગયા છે. કિંમતનો પ્રભાવ પણ તેમના પર હોય છે એટલે જ તો સીઝન દરમિયાન સેલનો ઇન્તજાર કરે છે. પરંતુ પ્રાઇઝ ફેક્ટર કરતાં સર્વિસ અને ક્વોલિટીનું મહત્ત્વ વધારે છે. જે આ વાતનું ધ્યાન રાખે છે, તેમનું જ નામ હોય છે.'

આ મત સાથે સંમત થતાં એક સ્ટોર સંચાલકે જણાવ્યું કે, 'આજે લોકોની માનસિકતામાં મૂળભૂત પરિવર્તન આવી ગયું છે. જો ભાવ વ્યાજબી હશે તો ગ્રાહક વારંવાર તમારી પાસે આવશે, નહીંતર એક વાર ખરીદી કરીને ગયા પછી ગ્રાહક ક્યારેય તમારે ત્યાં ફરી નહીં આવે. હવે તો મહિલાઓ ભાવની સાથો સાથ મટીરિયલ, ક્વોલિટી કોન્શિયસ પણ થઈ ગઈ છે. હવે તેમને છેતરી ન શકાય.

માર્કેટમાં કઈ લેટેસ્ટ ડિઝાઇન છે, કયા કલરનો ટ્રેન્ડ છે તેનું પૂરેપૂરું ધ્યાન રાખે છે. એટલે જ તો આજે દુકાનદારને સેલ્સમેનશિપ નથી કરવી પડતી. દરેક ગ્રાહકની પોતાની આગવી પસંદ હોય છે. એટલા માટે અમારે નવું નવું ક્રિયેશન અને વેરિયેશન કરતાં રહેવુ પડે છે.

કલર કોમ્બિનેશનમાં આજે સોબર કલર્સનો જમાનો છે. સાડીમાં પર્પલ, નેવી બ્લ્યૂ, પિરોજી વગેરે રંગો પાર્ટી-પ્રસંગે ખાસ પસંદ કરાય છે. અલબત્ત, તેના પર વર્ક કરેલું હોવું જોઈએ. સલવાર-કમીઝમાં રેડિયમ કલર્સ થોડા લાઇટ ટચ સાથે ફેશનમાં વધારે ચાલે છે.

એક સમય હતો જ્યારે માર્કેટમાં એક ફેશન વરસ સુધી . ચાલતી હતી. જ્યારે આજે તો કલર અને મટીરિય મહિનામાં જ આઉટ થઈ જાય છે. વળી ડિઝાઇનોની તો ન પૂછો વાત, દરરોજ બદલાય. એટલા માટે જ ડિમાન્ડ અનુરૂપ સમય સાથે તાલ મેળવવાનું નવું-નવું ક્રિયેશન કરવું જરૂરી છે.'

એક સંચાલક કહે છે, 'આજાલ ડ્રેસ ઉપર હેન્ડવર્ક અથવા મશીન એમ્બ્રોઇડરીની ડિમાન્ડ વધારે છે. પછી ભલેને તે ફોર્મલ વેર હોય કે પાર્ટી વેર, સૌ કોઈને આઇ, કેચી, વર્ક વધુ પસંદ પડે છે. લોકોને ડિઝાઇનમાં ફેબ્રિકમાં સ્ટાઇલમાં કંઈક એક્સક્લુઝિવ જોઈએ. સામાન્ય રીતે આજકાલ સ્લીવલેસ અને કેપરલીવની માગ વધારે છે. એ ઉપરાંત ઇન્ડોવેસ્ટર્ન લુક આપતાં વસ્ત્રોની ફેશન વધારે લોકપ્રિય થઈ રહી  છે.

'આ તમામની સાથે-સાથે કોઈ બુટિકની પોતાની શાખ હોય, ફેબ્રિકની ક્વોલિટી સારી હોય, પ્રાઇઝ રીજનેબલ હોય તો ગ્રાહક તમારી પાસેથી ખરીદી કરશે જ.' એવું એક બુટિકની સંચાલિકાનું માનવું છે. તેમણે કહ્યું, 'આજની ફેશનમાં ટ્રેડિશનલ લુક સૌને ગમે છે. પેચવર્કની ફેશન ઓછી છે. હવે હેન્ડવર્ક, મિરર વર્ક, જરદોશી વર્કની ખૂબ બોલબાલા છે. મટીરિયલમાં સાઉથ કોટન, પોલી કોટન અને કોટન સામાન્ય રીતે પ્રાઇઝ રેન્જમાં ઠીક-ઠીક હોય છે અને જોવામાં રિચ પણ લાગે છે. જોકે યંગ જનરેશનને આજે પમ જીન્સ-પેન્ટ અને સ્કર્ટ ટ્રાઉઝર્સ આકર્ષિત કરે છે. તેમ છતાં સલવાર-કમીઝ અને ચૂડીદાર ફેશનમાં છે જ.

જ્યાં સુધી રંગોની પસંદગીનો સવાલ છે, તો એ મોટા ભાગે સીઝન પ્રમાણે બદલાય છે. ઉનાળામાં જેમ લાઇટ કલર્સ વોર્ડરોબમાં હોય છે તો શિયાળામાં ડાર્ક કલર્સ એની જગ્યા લઈ લે છે. દરેક ગ્રાહકની પોતાની આગવી પસંદ હોય છે, એટલે અમારે તો જાગૃત રહેવું જરૂરી છે. લોકોને દરરોજ નવું-નવું જોઈએ. એકની એક વસ્તુ તેમને આકર્ષિત નથી કરતી.

આજે ગ્રાહકો મટીરિયલ, રંગ અને ડિઝાઇનની સાથોસાથ પ્રાઇઝ ફેક્ટરનું પણ ધ્યાન રાખે જ છે, એટલા માટે જ સેલનો પ્રભાવ વધારે હોય છે. તે દરમિયાન ખરીદી વધી જાય છે પણ ક્વોલિટી મેન્ટેન કરવી જ પડે.'

'બુટિકમાં જ્યારે ગ્રાહક આવે છે ત્યારે તે ખાસ વર્કની ડિમાન્ડ કરે છે, કારણ કે સામાન્ય ડિઝાઇનના  ડ્રેસ તો તે ગમે ત્યાંખી સિવડાવી શકે છે અને વર્કથી તેમાં વિવિધતા આવી જાય છે. એટલા માટન્જ આજે  હં ન્ડવર્ક, મિરરવર્ક, પેચવર્ક કે જરદોશી વર્ક ડ્રેસિસ પર પણ જોવા મળે છે. તેનાથી જ ડ્રેસનો ઉઠાવ (ગેટઅપ) આવે છે.' એવું એક બુટિકના સંચાલિકાએ જણાવ્યું.

ફેશનના લેટેસ્ટ ટ્રેન્ડ વિશે તેમણે કહ્યું, 'આજકાલ ટ્રેડિશનલ ડિઝાઇનર વેરનો ટ્રેન્ડ ચાલે છે. તેમાંય ખાસ કરીને કોટને બેઝ પર હેન્ડવર્કનો ક્રેઝ વધારે છે. મશીન વર્કની ડિઝાઇન હવે પહેલાં જેટલી નથી રહી.

સામાન્ય રીતે આજે ફિલ્મ, ટીવી, સિરિયલના પ્રભાવને લીધે તેમની પસંદગીમાં ભારે પરિવર્તન આવ્યું છે. મટીરિયલ, પેટર્ન અને વર્કની સાથે સાથે પ્રાઇઝ જોવાનું સહેજે નથી ભૂલતાં. અલબત્ત, જો તેમને વસ્તુ ગમી જાય તો પછી કિંમત સાથે સમાધાન કરીને પણ એ ખરીદી લેશે. ગ્રાહકો હવે સીઝન પ્રમાણે ખરીદી કરે છે. એક વાત તો નક્કી છે જ કે આજે ફેશન ભલેને રોજની રોજ બદલાય, નવી ડિઝાઇનો, નવા રંગ અને ફેબ્રિકમાં ચેન્જ આવે, પરંતુ જો તેની સાથે સાથે ક્વોલિટી મેન્ટેન કરવામાં ન આવે તો ગ્રાહક બીજીવાર તે બુટિક કે શોરૂમના ઉંબરે નહીં ચડે. ફિલ્મો અને ટીવી સિરિયલોની પણ ભારે અસર વર્તાય છે તેમ છતાં ગ્રાહકની આગવી પસંદનું મહત્ત્વ વધારે છે, પરિણામે સાડી અને ડ્રેસિસમાં રંગ, ડિઝાઇન અને મટીરિયલમાં ખૂબ નવીનતા અને વિવિધતા જોવા મળે છે. ડિઝાઇનરોની કલ્પનાની ઉડાન ગમે તેટલી ઊંચી કેમ ન હોય તો પણ ગ્રાહકો ક્યારેય સંતુષ્ટ થતાં નથી. તેમને તો બસ કંઈક નવું જોઈએ છે. એટલા માટે જ તો આપણને રંગોમાં સુંદર કોમ્બિનેશન, ડિઝાઇનોમાં ક્રિયેશન અને ફેબ્રિકમાં વેરિયેશન જોવા મળે છે. બોલો, હવે તો માનશો ને કે ફેશનની દુનિયા ખૂબ જ રોમાંચક છે