Get The App

મુખની પાલ્સી : આયુર્વેદ અને આધુનિક દ્રષ્ટિએ .

Updated: Jun 8th, 2026

GS TEAM

Google News
Google News
મુખની પાલ્સી : આયુર્વેદ અને આધુનિક દ્રષ્ટિએ                             . 1 - image

- આરોગ્ય સંજીવની

આજના લેખમાં એક એવા રોગ વિશે વાત કરીશું જેનું નામ છે 'ફેશ્યલ પાલ્સી'. આ રોગ ને આયુર્વેદમાં અર્દિત તરીકે પણ ઓળખાય છે. આ રોગ કોઈ પણ ઉંમરમાં કોઈ પણ વ્યક્તિને થઈ શકે. આધુનિકો માને છે કે આ રોગ થવાનું મુખ્ય કારણ ઇન્ફેક્શન છે. વાઈરલ ઇન્ફેક્શન થી કે પછી ડબલ ઋતુમાં પાણી કે ખોરાકમાં જો કોઈ આવી જાય તો પણ આ રોગ થઈ શકે છે. મોટા ભાગે વાસી ખોરાક, ગંદુ પાણી, હવામાં વિષાણુ ઇન્ફેક્શન, ખૂબ ઠંડા વાતાવરણમાં રહેવું. કાનમાં પવન જવો વગેરે કારણોસર આ રોગ નાનાથી માંડીને વૃદ્ધો સુધીમાં જોવા મળતો હોય છે. આધુનિક શાસ્ત્ર માને છે કે ઉપરોક્ત કારણોમાંથી કોઈપણ એક કારણથી કાનની વચ્ચે આવેલી ૭ મી નાડી પર દબાણ આવવાથી આ રોગ થાય છે. આયુર્વેદશાસ્ત્રમાં પણ આ રોગનું વર્ણન કરેલ છે. આયુર્વેદમાં આ રોગને 'અર્દિત' તરીકે ઓળખવામાં આવે છે. આયુર્વેદમાં આ રોગ થવાના જે કારણો બતાવ્યા છે તેમાં કોઈપણ કારણોસર શરીરમાં વાયુની વૃદ્ધિ થવી, મોટેથી બોલવું, કડવા પદાર્થો ચાવવામાં આવવા, ઠંડા પાણીથી શિરબોળ સ્નાન કરવું વગેરે કારણોથી આ રોગ થતો હોવાનું માનવામાં આવ્યું છે.

આ રોગના પુરવરૂપ એટલે કે મોધનો પેરાલીસીસ થવાનો હોય તે પહેલા નીચેના લક્ષણો દર્દીમાં જોવા મળે છે.

૧. કાનમાં દુખાવો થવો

૨. કાનમાં ચસકા આવવા

૩. માથામાં ચસકા આવવા

૪. આંખોનું ખૂબ ફડકવું

૫. શરદી જેવું થઈ જવું

૬. નાક બંધ થઈ જવું

ઉપરોક્ત પૂર્વરૂપોથી અનુમાન લગાવી શકાય છે કે કચબૈચન ૅચનજઅ ની શરૂઆત થવાની છે.

આ રોગના લક્ષણોની વાત કરીએ તો મુખના પાલસીમાં નીચે પ્રમાણેના લક્ષણો જોવા મળે છે.

૧. મુખથી અન્નગ્રહણ ના થઈ શકવું કે અન્નનું પડી જવું

૨. મોઢામાંથી લાળ ટપકવી

૩. મોઢાની એક સાઈડથી પાણી બહાર નીકળી જવું

૪. બોલવામાં તકલીફ પડવી

૫. પાંપણોનું પટપટાવવું બંધ થઈ જવું

૬. નાક ઊંચું ન થઈ શકવું

૭. એકબાજુથી મોઢું વાંકું થઈ જવું

૮. આંખોમાંથી સતત પાણી પડવું

૯. કાનમાંથી પણ ઘણીવાર પાણી કે રસી પડી શકે છે

૧૦. સમગ્ર શરીરમાં ખૂબ અશક્તિ લાગવી

૧૧. આઈબ્રો હલી ન શકવી ઉપર તરફ ઉઠી ના શકવી

૧૨. મુખમાં જીભ ફેરવવામાં તકલીફ પડવી

૧૩. હોઠ નીચેની તરફ ના વળવો

૧૪. હસવામાં કે બોલવામાં અસમર્થતા

૧૫. આંખની કીકી ડાબી કે જમણી તરફ ફેરવવામાં અસમર્થતા

૧૬. મોઢાથી સીટી ના વગાડી શકવું

૧૭. મોઢાથી ગાલ ના ફૂલવી શકવા

૧૮. આંખનું સંકોચન બંધ થઈ જવું

૧૯. મુખને ખોલીને પહોળું કરવામાં અસમર્થતા

૨૦. આંખો અધખુલ્લી રહેવી. એટલે કે આંખો સંપૂર્ણપણે બંધ ના થવી

ઉપરોક્ત તમામ લક્ષણો આ રોગમાં થતા જોવા મળે છે.

વાચક મિત્રોના મનમાં પ્રશ્ન થશે કે, આવો ભયંકર રોગ શું મટી શકે ખરો ? તો તેનો જવાબ છે 'હા'. આ રોગમાં વિલંબ કર્યા સિવાય જો તુરત સારવાર લેવામાં આવે તો આ રોગ ૧૦૦% મટી શકે છે.

સારવાર : ૧. મોઢાનો લકવો પડયો છે તેવું માલૂમ પડે કે તુરંત દર્દીએ ૨૫ થી ૫૦ ગ્રામ જેટલું તલનું ચોખ્ખું તેલ લસણની ૪-૫ કળી વાટીને તેની સાથે ગટગટાવી પી જવું જોઈએ. તેમાંથી તુરંત લકવાની અસર આગળ વધતી અટકી જશે.

૨. અજમોદાદી ચૂર્ણ ૨ ગ્રામ ૨ વાર સવાર સાંજ લેવું જોઈએ

૩. બૃહદ યોગરાજ ગુગળની ૨-૨ ગોળી સવાર-સાંજ ભૂકો કરી લેવી જોઈએ

૪. દશમૂળ ક્વાથ સવાર-સાંજ થોડો ઉકાળીને પીવો જોઈએ

૫. મહારસ્નાદી ક્વાથ સાથે વાતવિધ્વંસ રસની ૧-૧ ગોળી સવાર-સાંજ લેવી

૬. સમીર પન્નગરસ ચણા ત્યારની માત્રામાં દૂધ અને મધ સાથે લઈ શકાય છે.

પથ્ય -

૧. આ રોગમાં દર્દીએ આદુનો તાજો રસ સવાર-સાંજ લેવો જોઈએ.

૨. સવાર-સાંજ સૂંઠ ગંઠોડા નાખેલું દૂધ ૧ ગ્લાસ લેવું જોઈએ.

૩. શક્ય હોય તેટલું પ્રવાહી તેમજ પાણી વધારે લેવું જોઈએ.

૪. દૂધ, મેથી, મગ, ગલકા, પાલક, કારેલા આ બધું જ આ રોગી માટે પથ્ય છે. 

-  જ્હાનવીબેન  ભટ્ટ