- માલદિવ્સ
- રાત્રિ સફારી - ઉદયપુર
- રૈકલેટ રાફ્ટિંગ - સ્વિટઝરલેન્ડ
- કમ્બોડિયા
- ટ્રીપોડ ડાઈનિંગ- થાઈલેન્ડ
તમને જો યોગ્ય પાર્ટનરનો મેળાપ થઈ ચુક્યો હોય અને તમે આ વેલેન્ટાઈન ડેના રોજ આગળ વધવા ઉચ્છતા હો તો શા માટે આ પળને યાદગાર ન બનાવવી? એક હૃદયસ્પર્શી પ્રપોઝલ માટે અસાધારણ વાતાવરણ જરૂરી છે જે તમારી લવ સ્ટોરી ઝડપવા ઉપરાંત આ પળને અવિસ્મરણીય અનુભવ પણ બનાવે.
વધુને વધુ કપલો દ્વારા રજા દરમ્યાન પ્રપોઝ કરવાનો ટ્રેન્ડ વધતો જતો હોવાથી આ અવસર માટે અભૂતપૂર્વ લોકેશનની પસંદગી વધુ જરૂરી બની જાય છે. તમારી વિશેષ પળને ખરેખર વિશિષ્ટ બનાવવા શાંત જળાશયોથી લઈને રોમાંચકારી સફારી સુધીની અનેક પ્રપોઝલ આઈડિયા અહીં પ્રસ્તુત છે:
એક ખાનગી સિનેમા પેરેડાઈસ - માલદિવ્સ મેજિક
કલ્પના કરો કે તમે માલદિવ્સના સ્ફટિક જેવા ચોખ્ખા પાણીથી ઘેરાયેલા જળ-વિહાર કરતા વિલામાં રહો છો. આ પેરેડાઈસનો રોમાન્સ અદ્વિતીય છે જે તેને ભવ્ય પ્રપોઝલ માટે આદર્શ પૃષ્ઠભૂમિ બનાવે છે. એક આત્મીય ઓપન-એર સિનેમાના અનુભવ સાથે એક ડગ આગળ વધો, જ્યાં તને તારામંડળના છત્ર નીચે ક્લાસીક અને સમકાલીન સિનેમાનો આનંદ માણી શકો. આલીશાન લાઉન્જમાં આરામ કરતા સ્વાદિષ્ટ આરામદાયક ભોજન, કોકટેલ, પોપકોર્ન અને શાનદાર આઈસક્રીમ સામેલ હોય તેવા નિષ્ણાંત શેફ દ્વારા બનાવવામાં આવેલા મેનુનો આનંદ માણો. રોમેન્ટિક ફિલ્મનો અંતિમ સીન અલોપ થતો જાય ત્યારે તમે એ પળ ઝડપીને ચાંદનીમાં ઝળહળતા પાણીની પૃષ્ઠભૂમિમાં તમારો પ્રસ્તાવ રજૂ કરી શકો છો, જે સ્વયં એક સિનેમેટીક પળ બને છે.
રાત્રિ સફારી - ઉદયપુરમાં અત્યંત રોમેન્ટિક અનુભવ
સાહસિક યુગલો માટે ઉદયપુરમાં એક આકર્ષક નાઈટ સફારી પ્રેમની ઉજવણીની રોમાંચક રીત બને છે. આ અનુભવ તમને પ્રકૃતિના હાર્દ સુધી લઈ જશે, જ્યાં તમને નિષ્ણાંત ટ્રેકર્સના માર્ગદર્શન હેઠળ દીપડા સહિત દુર્લભ વન્યજીવોનો સામનો થઈ શકે છે. આ પ્રવાસ સફારીથી આગળ વધીને શાંત પાણીમાં ખાનગી બોટ, પ્રકૃતિમાં લટાર અને ગાઢ જંગલમાં અંતરંગ વન્યભોજન સામેલ કરી શકાય છે. રાત્રિનો અંત લાવવા સ્વચ્છ આકાશ નીચે તારાઓ નિરખવાથી એક સ્વપ્ન સમી નિકટ પળ રચી શકાય છે, જે એક ઘૂંટણ પર બેસીને તારામંડળો નીચે હૃદયપૂર્વકનું વચન આપવા માટે યોગ્ય ક્ષણ બની શકે છે.
ઈતિહાસ અને સંસ્કૃતિનો સંગમ - કમ્બોડિયામાં પરીકથા જેવું વાતાવરણ
રોમાન્સ વિશે તમારી કલ્પના ઈતિહાસ અને સંસ્કૃતિની ભવ્યતામાં લપેટાઈ હોય, તો કમ્બોડિયાના અંગોકોર વાટના મંદિરો અદ્ભૂત સેટિંગ પૂરુ પાડે છે. આસપાસના પ્રકાશમાં ઝગમગતા અને તાજા ફૂલોથી સજાવેલા પ્રાચીન, બારીક કોતરણી સાથેના મંદિરો સ્વપ્ન સમુ ભવ્ય વાતાવરણ સર્જે છે. લીલાછમ જંગલોમાં છુપાયેલા અંગકોરિયન મંદિરના મધ્ય અભયારણ્યમાં ગોઠવાયેલા એક વૈભવી અને પાંચ-કોર્સ ડિનર નિકટતા અને ઉત્કૃષ્ટતાની અદ્વિતીય લાગણી જન્માવે છે. શાનદાર ખમેર ભોજન તેમજ મંત્રમુગ્ધ કરતા કમ્બોડિયન લોકનૃત્ય પરફોર્મન્સનો આનંદ માણતા તમે યોગ્ય પળે તમારી યોજના અમલમાં મુકીને તમારી પ્રપોઝલને ખરા અર્થમાં યાદગાર બનાવી શકો છો.
ટ્રીપોડ ડાઈનિંગ- થાઈલેન્ડમાં વૃક્ષની ટોચે પ્રેમનો એકરાર
એક વિશિષ્ટ અને મનમોહક અનુભવ માટે થાઈલેન્ડનું ટ્રીટોપ ડાઈનિંગ ઉત્કૃષ્ટ વિકલ્પ છે. કલ્પના કરો કે તમે પથ્થરોથી ઢંકાયેલા તટ અને ઘૂઘવાતા સમુદ્રના મનોહર દ્રશ્યો દેખાડતા, કોહ કૂડ રેઈનફોરેસ્ટના વૃક્ષોની ટોચ પર લટકતા, સુંદર રીતે બનાવેલા વાંસના બનાવેલ પોડમાં બેઠા છો. એક અંગત વેઈટર ઝિપલાઈન દ્વારા સ્વાદિષ્ટ વાનગીઓ પહોંચાડે છે જે સમગ્ર વાતાવરણમાં ઉત્તેજનાનું અનોખું તત્વ ઉમેરે છે. જાદુઈ સેટિંગમાં ગોપનીય અને અદ્ભુત કુદરતી વાતાવરણ પ્રેમના એકરાર અને પ્રતિબદ્ધતા વ્યક્ત કરવાની આદર્શ તક પૂરી પાડે છે. સ્વાદિષ્ટ ભોજન માણતી વખતે તમારા પ્રસ્તાવની ક્ષણ પરીકથાના પાનાંમાંથી ઉઠાવી હોવાનું મહેસૂસ થશે.
રૈકલેટ રાફ્ટિંગ - સ્વિટઝરલેન્ડમાં એક આરામદાયક અને રમણીય પ્રસ્તાવ
સ્વિટઝરલેન્ડ સાહસ અને હૂંફનું સંયોજન કરતો રૈકલેટ રાફ્ટિંગ સાથેનો સૌથી વિશિષ્ટ અને આરામદાયક ડાઈનિંગ અનુભવ પૂરો પાડે છે. હૂંફાળા કંબલમાં લપેટાઈને, બોનીગેનથી ઈન્ટરલેકન સુધીના શાંત પાણીમાં ગ્લાઈડિંગ કરતા પરંપરાગત રૈકલેટ ડિનર માણો. ઈન્ટરલેનકની ટમટમતી રોશની નદીના તટ પર જાદુઈ ચમક વિખેરે છે જ્યારે થોડા અંતરે પથરાયેલા હિમ આચ્છાદિત શિખરો આદર્શ શિયાળુ દ્રશ્ય સર્જે છે. ગાઈડ જ્યારે રાફ્ટ ચલાવતો હોય ત્યારે તમે અને તમારા પાર્ટનર લોભામણા દ્રશ્યોમાં ગરકાવ થઈને આત્મીય ભોજન માણી શકો છો. જ્યારે સમય યોગ્ય જણાય, ત્યારે તમે અકલ્પનીય અત્યંત મોહક અને શાંત વાતાવરણમાં જીવન પરિવર્તિત કરી નાખતો પ્રશ્ન પૂછો શકો છો.
પ્રસ્તાવની પળને યાદગાર બનાવો
એક યુગલની જીવન સફરમાં પ્રસ્તાવની પળ સૌથી મહત્વની હોય છે અને તેના માટે આદર્શ સેટિંગ પસંદ કરીને અવિસ્મરણીય અનુભવ રચી શકાય છે.
દરિયા કિનારે તારામંડળ નીચે સિનેમા હોય કે પછી પૂર્ણ ચાંદનીમાં સાહસિક સફારી હોય, પ્રાચીન ખંડિયેરો વચ્ચે રોમેન્ટિક ડિનર હોય કે પછી ટ્રીટોપ પર પરીકથા સમુ ડિનર હોય અથવા સ્વિસ નદી કિનારે શાંત સંધ્યા હોય, આવા અસાધારણ સ્થળો અવિસ્મરણીય એકરાર માટે આદર્શ પૃષ્ઠભૂમિ પૂરી પાડે છે. આ વેલેન્ટાઈન ડેના રોજ સામાન્યથી આગળ વધીને તમારી લવસ્ટોરીને અસામાન્ય બનાવો.
-ઉમેશ ઠક્કર


