- મોડર્ન અને માદક દેખાવાનો વાદ
દાયકા પહેલા ફેશન ડિઝાઈનરો અને અન્ય નિષ્ણાંતો માનતા હતા કે, ભારતીય અને પશ્ચિમી કાયાના આકાર જુદા જુદા છે. એટલે ભારતીય ફેશન બજારમાં પશ્ચિમી માપ પ્રમાણે કપડા નહિં બનાવી શકાય. જાણીતા ડિઝાઈનર રાધવેન્દ્ર રાઠોડે કહ્યું હતું કે, ''ભારતીય કાયા પશ્ચિમી કાયા કરતા નાની હોય છે. કમર પાતળી અને નિતંબ ભારે હોય છે.''
પરંતુ કામુક્તા તથા નારીત્વના આજ મૈં પોપ પ્રતિકો - જેમ કે, મ્યુઝિક ચેનલ પર છોકરા જેવા ચહેરાવાળી અમૃતા અરોડા અને કિમ, જાહેર ખબર અને ફેશન પરેડમાં ટેબલ ટેનિસ યોગ્ય કરોલ ગ્રેશિયા અને લાંબી ફ્લુર ઝેવીયર તથા બોલીવુડની બાળાઓ કરીના કપૂર અને પ્રીટી ઝિન્ટા ને જોઈએ તો એમ લાગે કે ભારતીય અને પશ્ચીમી કાયામાં કોઈ ખાસ ફરક નથી. ભારતીય નારીની કાયામાં રહેલી લચક ક્યાંક ખોવાઈ ગઈ છે. તેના સ્થાને ઉભયલિંગી અને નબળી કાયા આવી છે.
સાધારણ રીતે પહેલેથી જ ભારતીય સ્ત્રીઓના સ્તન અને નિતંબનો ભાગ ભારે જ હતો. આજે તે યેનકેન પ્રકારે શરીર તો ઘટાડે છે પણ બંધારણીય ફેરફાર કરી શક્તી નથી એટલે તેના શરીરના આ બે ભાગ તેને બહુ ભારે લાગે છે. ભૂખી રહી-રહીને ચરબી બાળતી આ નારીઓ સતત નિતંબની ચરબી ઘટાડવા વિવિધ અખતરાઓ કરતી હોય છે.
બાહ્ય સૌંદર્યની બોલબાલા વધી છે. ભારતીય મોડેલ ઉજ્જવલા રાઉત વિદેશી રેમ્પ પર ચાલતી મોડેલો જેવી બનવાના પ્રયત્નો કરે છે. સૌંદર્ય સ્પર્ધાઓમાં પણ ભારતીય પ્રતિસ્પર્ધીઓની પાતળી કાયાના પથરા હોય છે. તૃપ્તી ડીમરી, સારા ખાન જેવી બીજી સુંદરીઓ સતત ટીવી પર અને અન્ય પ્રસાર માધ્યમો દ્વારા કહે છે કે, તેમને દેહપ્રદર્શનમાં કોઈ સંકોચ નથી. અને આ રીતે તે સ્કૂલ તથા કોલેજની અગણિત છોકરીઓને પોતાનું વજન ઘટાડી દેહપ્રદર્શન કરવાની ચાનક ચડાવે છે.
આ બાબતમાં હવે સોશલાઈટ મહિલાઓએ (વિદુષી) પણ આગળ ડગ માંડયા છે. આજથી બે દાયકા પૂર્વે પહેલા શોભા ડે જેવી સ્ત્રીઓ સાડી પહેરીને સેક્સી સ્ત્રીઓની હરોળમાં ઊભી રહેતી હતી. ગ્રીવાનો અડધો ભાગ ખુલ્લો જોવાની સંભાવનાથી જ પ્રેસવાળાઓ તથા આશિકો પાગલ બની જતા હતા. પરંતુ ૨મોના ગરવારે અને ક્વીન ઢોંડી જેવી આજની સામાજીક પ્રતિતિ ીઓને સ્કર્ટમાં ફોટો પડાવતા જરા પણ સંકોચ થતો નથી. કેટલીક મોડેલોનું ં સ્કર્ટ થોડું ઉપર ઊડે તો તેમના અંત:વસ્ત્રની જાહેરખબર પણ થઈ જાય છે. તેમને જોઈને એમ થાય કે હવે સંપૂર્ણ વસ્ત્ર તો દાદીમાઓ તથા હેમા માલિની જેવી સ્ત્રીઓ જ પહેરે છે.
આજની કોલેજીયન યુવતી અને સૌશલાઈટ વીમેનના વસ્ત્રો વચ્ચે કોઈ અંતર રહ્યું નથી. શ્રીમંત ીઓ રોબર્ટ કેવલીનના લેબલના વસ્ત્રો પહેરે છે. જ્યારે કોલેજીયન છોકરીઓ ફેશન સ્ટ્રીટ પરથી લેટેસ્ટ ફેશનના કપડા ગોતે છે. ડેનીમ જીન્સની જેમ બંનેમાં સ્વાગેટી અને બમસ્ટરની પ્લેટ હોવી જરૂરી છે. પહેલા નાભિદર્શન થતું હતું પણ હવે પેન્ટ દ્વારા કમરનું પ્રદર્શન કરવા લો-સ્લંગ જીન્સ પહેરવામાં આવે છે. હવે પાછી બ્રા ટોપ અને કમરથી નીચેના પરિધાનો પાર્ટીમાં દેખાવા લાગ્યા છે. તેમાં સુદર ભૂજાઓ અને ગોરી-ગોરી પીઠ દેખાય છે.
લાઈફ સ્ટાઈલ દુકાનોમાં બ્રાનું વેચાણ વધી રહ્યું છે. શોપર્સ સ્ટોપ જેવી દુકાનોમાં બ્લાઉઝને બદલે ટી-શર્ટ બ્રાનું વેચાણ વધી રહ્યું છે. જી-સ્ટ્રીંગનું ચલણ પણ વધી રહ્યું છે.
રોજીંદા વસ્ત્રોમાં આવેલા પરિવર્તનને કારણે સૌંદર્ય અને આદર્શ નાયિકાનો દ્રષ્ટિકોણ બદલાયો છે. આજે મોટા શહેરોમાં ઘર અને ઓફિસમાં પશ્ચિમી પરિધાન ખૂબ જ સહજતાથી ૫હે૨વામાં આવે છે. અને હવે તે બાબતને સહુએ સ્વીકારી પણ છે. ઓફિસો તથા રોજ પહેરવાવાળા કપડામાં સાડીને બદલે પશ્ચિમી પરિધાન અને સલવાર- કમીઝનું ચલણ વધ્યું છે. ''સાડી બધા જ પ્રકારની કાયામાં શોભે છે. પરંતુ તેમાં વિશ્વાસ વધારનારા તત્વોનો અભાવ હોય છે, એમ ડિઝાઈનરો માને છે. બદલાતા સમયની સાથે સહુએ માની લીધું છે કે,'સારી છોકરીઓ' સેક્સી દેખાય છે. પહેલા કેટલીક બિનધાસ્ત છોકરીઓ જ કાય ાપ્રદર્શનની હિંમત કરતી હતી. પણ હવે તો શરમાળ છોકરીઓ પણ પરિધાન સાથે પ્રયોગો કરીને ફોરવર્ડ અને સેક્સી દેખાવાના પ્રયત્ન કરે છે. ત્યારે એમ લાગે છે કે, સ્વાભિમાન સામે તે આ લડાઈ હારી રહી છે.''


