Get The App

ઉકળાટમાં આંખને ઠંડક આપતા આઠ પ્રકારના સનગ્લાસ

Updated: Apr 6th, 2026

GS TEAM

Google News
Google News
ઉકળાટમાં આંખને ઠંડક આપતા  આઠ પ્રકારના સનગ્લાસ 1 - image

હાલમાં  વનમાં પહોંચેલા જ્યારે તેમની વીસીમાં હતા ત્યારે ફિલ્મી પર્દે હીરો-હીરોઈનોને ગોગલ્સ પહેરેલા જોઈ ગોગલ્સ પહેરવાનું સપનું જોતા.  અલબત્ત ત્યારે તો આટલી બધી બ્રાંડ અને વિવિધતા બજારમાં  ઉપલબ્ધ ન હતી અને બાન્દ્રા અને   ફોર્ટ વિસ્તારના ફેરિયાઓ પાસેથી સામાન્ય રીતે ખરીદી કરવામાં આવતી. શહેરના ભદ્ર  વિસ્તારના ફેરિયાઓ  પાસેથી સામાન્ય રીતે ખરીદી કરવામાં આવતી. શહેરના ભદ્ર વિસ્તારના રહીશો બનતા સુધી ગોગલ્સ ખરીદવા માટે વિદેશને વધુ પસંદ કરતા.

પરંતુ સનગ્લાસિસ હવે માત્ર ફેશન સ્ટેટમેન્ટ પૂરતા મર્યાદિત ન રહેતા તેનો  ઉપયોગ અનેકવિધ છે. સનગ્લાસિસ જરૂરી  એક્સેસરીઝ  છે. જે ચામડી પર પડતી કરચલીઓનું પ્રમાણ  ઘટાડે છે. સનગ્લાસિસને  કારણે આંખમાં મોતિયો વહેલો આવતો અટકે છે અને એટલે સુધી  કે  અલ્ટ્રાવાયોલેટ (પારજાંબલી) કિરણોન  પ્રવેશતા અટકાવીને  ચામડીના કેન્સરને  ખાળવામાં પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. સદનસીબે આજે બજારમાં તમામ વર્ગને પોસાય  એવા વિવિધ  પ્રકારના,  આકારના, રંગના અને ડિઝાઈનના સનગ્લાસિસ મળે છે અને આ ગોગલ્સ કોઈપણ પ્રકારના ચહેરા, ચામડીના રંગ અને કપડાંને ફીટ થાય  એવા હોય છે. ખાલી એક વાતનું ધ્યાન રાખવું  આવશ્યક છે કે સનગ્લાસિસ ખરીદીને તમારે માત્ર સુંદર અને  સ્માર્ટ નથી લાગવાનું પણ સનગ્લાસિસથી  તમારી આંખોને સંરક્ષણ પણ  પ્રાપ્ત થવું જોઈએ.  અહીં  આઠ પ્રકારના  જુદા જુદા સનગ્લાસિસની  યાદી  આપવામાં આવી છે જે પહેરીને તમે એક  આરોગ્યપ્રદ અને ફેશનેબલ સ્ટેટમેન્ટ સમાજમાં  આપી શકો.

(૧)  ડબલ બ્રિજ  : 

તમારા  ઉનાળાના વોર્ડરોબમાં આ ડબલ બ્રીજ ધરાવતી ફ્રેમના સનગ્લાસિસ આંખ માટે સારા હોવા ઉપરાંત પહેરવામાં પણ સરળ છે અને  ખૂંચતા નથી. ગોળાકાર પ્રોફાઈલ ધરાવતા આ સનગ્લાસિસ  એક  ફેમીનાઈન  લુક  ફ્રીલ કરાવે છે. 

(૨) રાઉન્ડ ફ્રેમ : 

 રાઉન્ડ  ફ્રેમ જેટલી ટ્રેન્ડી લાગે છે એટલી કદાચ  બીજી કોઈ આકારની  નથી લાગતી. જો કે એ ેક વસ્તુનું ધ્યાન રાખવું ઘટે કે જે સનગ્લાસિસ અત્યંત નાના કે પછી બહુ મોટા હોય તે સનગ્લાસિસની સાઈડમાંથી પ્રકાશ અંદર પ્રવેશી શકે છે.

(૩)  બ્રાઈટ  સ્કિલેક્ટર્સ  : 

રંગમાં થોડાક લીંબુ જેવા લાગતા અને બ્રાઈટ રિફલેક્ટર્સ ધરાવતા આ સનગ્લાસિસ બ્લેક અને બ્રાઉન સનગ્લાસિસના ઢગલામાંથી  સહેલાઈથી  નોખા તરી આવશે. 

કોઈપણ  પ્રકારના જીન્સ અને ટી શર્ટ પર ખીલી ઉઠતા આ સનગ્લાસનો  એક જ ગેરફાયદો છે કે તે નાક પર ટકતા નથી અને વારંવાર તમારી  આંગળી દ્વારા આ ગોગલ્સને ટેકો આપવો પડે છે.

(૪)  નાઈલોન  ફાઈબર્સ :

 નાયલોનના  ફાયબરમાંથી  બનતી ડાર્ક કલરની ફ્રેમ અને બ્રાઈટ લાલ લિપસ્ટિક કરતા ખોફનાક ઈમેજ  બીજી  કોઈ હોઈ ન શકે.

(૫)  પોલી પ્રોપલિન :  

ડેનીમમાંથી બનતી  આ  સનગ્લાસીસની ફ્રેમ પર પોલિપ્રોપલીનનું   આવરણ ચઢાવવામાં  આવે છે. જો કે સ્પોર્ટ્સવેર તરીકે વધુ જાણીતા આ પ્રકારના 'વ્રેપ અરાઉન્ડ ગ્લાસ' આંખોને અને ચામડીને સારુ સંરક્ષણ પૂરું પાડે છે. ખાસ  ડ્રાઈવિંગ દરમિયાન પહેરવા હિતાવહ છે.(૬)   ટિટેનીયમ  : 

 પેટન્ટ ધરાવતી વેલ્ડીંગ કરવાની જરૂરિયાત વગરના 'હિંજિસ' ધરાવતી આ ટિટેનીયમ ધાતુમાંથી બનતી ફ્રેમ  અત્યંત હલકી અને લાંબો સમય ચાલે છે. બ્રાઈટ પ્લાસ્ટિકની ફ્રેમ ચહેરાને ''યંગ લુક'' પ્રદાન કરે છે જ્યારે  ડાર્ક ફ્રેમ એક જવાબદાર વ્યક્તિત્વની છડી પોકારે છે.

(૭)  કલરફૂલ : 

આયવરી અને બ્લેક કલરનું કોમ્બીનેશન એક 'કુલ સ્ટાઈલ સ્ટેટમેન્ટ' પ્રદાન  કરે છે અને રોજિંદા ઉપયોગ માટે બ્રાઉન, ગ્રે અને ગ્રીન રંગના ગોગલ્સ લોકો વધુ પસંદ કરે છે.

(૮) સ્કવેર પ્રોફાઈલ :  

 સ્ટીરીયો ટાઈપ પ્રકારના ગોગલ્સ પહેરીને કંટાળી ગયા હો તો આ સ્કવેર પ્રોફાઈલ ધરાવતા ગોગલ્સ એક મોડર્ન એલિગન્સ પૂરું પાડે છે.

ઊકળાટમાં ઊઘાડે માથે ફરવાનું જોખમ અને ઉપાય

મૉડલ, એક્ટ્રેસ, સ્પોર્ટ-પર્સન હોય કે પછી સામાન્ય લોકો બધા જ સૂર્યના હાનિકારક કિરણોનું રિસ્ક લે છે અને એ પણ બધું જાણતા હોવા છતાં. મેડિકલ એક્સપોર્ટો સલાહો આપતા રહે તો પણ લોકો એેને ફૉલો નથી કરતા અને ત્યાર બાદ ખરાબ થયેલી સ્કિન માટે ઉપાયો શોધે છે, પરંતુ જો પહેલેથી જ પ્રિકોશન લેવામાં આવે તો સૂર્યનાં હાનિકારક કિરણોથી ત્વચાને રક્ષણ આપી શકાય છે.

સૂર્યનાં હાનિકારક કિરણો અને હીટના સંપર્કમાં આવવાથી ત્વચાને મોટા પ્રમાણમાં નુકસાન થઈ શકે છે. ત્વચા કાળી પડવી, બળતરા થવી, લાલ ચાંઠા પડવા અને બળી જવી. આ રિસ્ક તો છે જ, પણ જો અલ્ટ્રાવાયોલેટ કિરણોને જો વધુ વાર સુધી નજરઅંદાજ કરવામાં આવે તો સ્કિન-કેન્સર કે ચામડીના બીજા રોગો થવાની પણ શક્યતાઓ વધી જાય છે. ફક્ત ત્વચા જ નહીં, ઓવરઓલ શરીર માટે પણ વધુ પડતો તડકો હાનિકારક હોય છે. વધુ તડકાને કારણે માથું દુખવું, વાળનો રંગ ઝાંખો થઈ જવો, વાળ બટકણા થવા, લૂ લાગવી જેવી તકલીફો થઈ શકે છે.

સારામાં સારા ડૉક્ટરો પણ સનસ્ક્રીન કે એન્ટિ-ટેન લોશન લગાવવાની સાથે બીજા ઉપાયો કરવાની સલાહ આપે છે. આ ઉપાયો સરળ હોવાની સાથે અપનાવી શકાય એવા પણ હોય છે.

ટોપી પહેરો કે છત્રી રાખો

આખા શરીરને સૂર્યના તાપથી બચાવવા માટે છત્રી વાપરો. ઘણા લોકોને તડકામાં છત્રી વાપરતી વખતે એવું લાગતું હોય છે કે લોકો શું કહેશે, પણ તેમનું વિચારવાનું છોડો અને તમારી સ્કિન અને હેલ્થ માટે શું સારું છે એ કરો. હકીકતમાં તો હંમેશાં છત્રી લઈને જ તડકામાં નીકળવાથી વાળ ડૅમેજ થતાં અટકશે અને સફેદ નહીં થાય. હૅટ પણ વાળની સાથે સ્કિનને પ્રોટેક્ટ કરે છે, પણ આ હૅટ લૂઝ હોવી જોઈએ જેથી વાળમાં પરસેવો ન થાય. જો હૅટ નહીં તો સાદી કૅપ પણ પહેરી શકાય.

સનસ્ક્રીન લગાવો

ઘરની બહાર નીકળતાં પહેલાં સનસ્ક્રીન લોશન લગાવો, પણ એ તમે બહાર જવાની ૨૦ મિનિટ પહેલાં લગાવો એ જરૂરી છે જેથી લોશન સ્કિનમાં અંદર ઊતરીને એને વધારે પ્રોટેક્ટ કરે. ટ્રાવેલ કરતી વખતે સનસ્ક્રીન સાથે જ રાખો જેથી બીજી વાર લગાવવામાં કામ  આઓવે. એટલું યાદ રાખવું કે સનસ્ક્રીન સ્કિનને કાળી પડતાં અટકાવે છે, પણ કૅન્સર કે સૂર્યનાં કિરણોને લીધે થતા ત્વચાના બીજા રોગોને રોકવામાં સમર્થ નથી.

તડકામાં ફરવા કરતાં સાંજે ઘરની બહાર નીકળો. એ સમયનું વાતાવરણ વધુ રોમેન્ટિક પણ હશે. સવારે દસથી સાંજે ચાર વાગ્યા સુધી તડકાનાં કિરણો સૌથી વધુ સ્ટ્રૉન્ગ અને હાનિકારક હોય છે.

દિવસ દરમ્યાન ચા-કૉફી કરતાં પાણી અને ફ્રૂટ-જૂસ પીઓ. ધ્યાનમાં રાખો કે ચા અને કૉફી શરીરમાં પાણીનું પ્રમાણ ઘટાડવામાં કારણભૂત છે. એ ઉપરાંત યોગ્ય પ્રમાણમાં જમણ અને સાથે વિટામિન સપ્લિમેન્ટ્સ લેવાં પણ જરૂરી છે.