Get The App

રૉ ફૂડ આરોગો અને પોષક તત્ત્વો મેળવો

Updated: Aug 25th, 2025

GS TEAM

Google News
Google News
રૉ ફૂડ આરોગો અને પોષક તત્ત્વો મેળવો 1 - image

અમુક ખોરાકને તેના કાચા સ્વરૂપમાં જ ખાવાથી રાંધેલા ખોરાક કરતાં વધુ લાભ મળે છે એ તો બધા જ જાણે છે અને આવા ખોરાકને રૉ ફૂડ ડાયેટ તરીકે ઓળખવામાં આવે છે. કાચા ખાદ્ય આહાર પાછળની વિચારધારા એ છે કે મોટાભાગના ખોરાક જે આપણે આરોગીએ છે એ પ્રકૃતિમાં બિનપ્રોસેસ્ડ છે. તમે જે આરોગો છો એ બધાં જ રાંધેલા હોય છે, જેમાં કાકડી, સલાડ જેવા કાચા હોય છે, એ સ્વાભાવિક છે. તમે હાનિકારક ઉમેરણો વિના જે ખોરાકનો ઉપયોગ કરો છો તેના તમામ પોષક તત્ત્વો તમને પ્રાપ્ત થાય છે. શાકાહારી જીવનશૈલી જેમ કાચો ખોરાક ખાવામાં મુખ્યત્વે ફલો, શાકભાજી, બદામ, બીજ અને ફણગાવેલા કઠોળનો સમાવેસ થાય છે.

સ્વાભાવિક રીતે જ આ બધી જ વસ્તુઓ તેલ અને અન્ય ઉમેરણોથી મુક્ત હોય છે. આ ખોરાક કાચા ખાવામાં આવે ત્યારે આરોગ્યપ્રદ હોય છે અને પોષકતત્ત્વોથી ભરપૂર હોય છે. જો તેને ગરમ કરવામાં આવે તો તેમાંથી પોષકતત્ત્વો અને ઍન્ટિઑક્સિડન્ટ્સ ઘટે છે અથવા નાશ પામે છે. અહીં કેટલાંક એવા જ શાકાહારી ભાજી, કંદમૂળ, કઠોળ આપ્યા છે, જેને કાચા ખાવાથી કેટલાં લાભ છે, શરીરને ઉપયોગી ઠરે છે તેની જાણકારી મળશે.

બીટરૂટ : બીટરૂટનો સમૃધ્ધ લાલ-ગુલાબી રંગ બીટરૂટને પૌષ્ટિક બનાવે છે. બીટરૂટ એ ફોલેટનો અદ્ભુત સ્રોત છે, જે મગજના વિકાસ અને કોષોની વૃધ્ધિ માટે સહાયરૂપ થાય છે, પરંતુ જ્યારે બીટરૂટને ગરમ કરીને- શાક બનાવીને ખાવામાં આવે ત્યારે તેની લગભગ ૨૫ ટકા પોષક તત્ત્વો નાશ પામે છે. બીટરૂટ લ્યુકેમિયાના દરદીઓને અત્યંત ઉપયોગી છે અને તેમના લોહીમાં લાલ કણોની સંખ્યા વધારી શરીરને સાજુનરવું કરે છે. ડાયાબિટીસના દરદીઓ પણ બિટરૂટ અને ગાજરનો જ્યુસ પી શકે છે.

પાલખ : લીલા પાંદડા ધરાવતી પાલખની ભાજી શરીર માટે અત્યંત ઉત્તમ છે. તેમાં વિટામીન-સી, ઈ, ફાઈબર, એન્ઝાઈમ્સ અને એમિનો એસિડ અને આર્યન પુષ્કળ પ્રમાણમાં હોય છે. તેની કાપી ખાવામાં આવે છે તેનું કારણ તેના પોષક તત્ત્વો અને વિટામીન- ખનિજ તત્ત્વો છે. તાજી પાલખના પાંદડા ઉમદા છે. જો કે પાલખને રાંધવામાં આવે ત્યારે તે તેનો સ્વાદ જ નહીં, પણ એમિનો એસિડ પણ ગુમાવે છે.

ગાજર : લોહી માટે ગાજરના જ્યુસ જેવું કોઈ શ્રેષ્ઠ નથી. રાંધેલા ગાજર કરતાં કાચા ગાજર સૌથી વધુ પોષક તત્ત્વો પૂરા પાડે છે. ગાજરમાં વિટામીન 'એ' હોવાથી એ આંખો માટે સર્વોત્તમ છે આટલું જ નહીં, એ શરીરને ઊર્જાવાન રાખવા માટે શ્રેષ્ઠ છે.

કાકાડી : કાકડી માત્ર ચોમાસામાં જ મળે એવું નથી, એ તો ઉનાળામાં પણ મળે છે. કાકડીનો સ્વાદ માણવા અને ક્રિસ્પી ટેક્સચર મેળવવા માટે કાકડીનું ધીમે ધીમે- ચાવી ચાવીને સેવન કરવું જોઈએ. તેમાં ઓછી કેલેરી હોવાથી તેને નાસ્તા ઉપરાંત સલાડ તરીકે પણ આરોગી શકાય છે. આ ઉપરાંત કાકડીમાં ક્લીન્ઝ એઆર હમસ, ઓલિવ ઓઈલ અતવા મીટું નાંખીને પણ ખાઈ શકાય છે.

મૂળો :  મૂળો શરીર માટે ઉત્તમ છે. મૂળાને સલાડમાં ઉપયોગ લઈ શકાય છે. ઘણાં તો મૂળાને કાચો જ ચાવી જાય છે. મૂળો શરીર પર સકારાત્મક અસર કરે છે.

ટામેટા : કાચા ટામેટામાં આવશ્યક વિટામિન્સ, ખનિજ અને પોષક તત્ત્વો વિપુલ પ્રમાણમાં હોય છે. તેના ઘણાં સ્વાસ્થ્ય લાભો છે. ટામેટા ખાવાથી કૅન્સર, ડાયાબિટીસ કીડનીમાં થતી પથરી, હાર્ટ એટેક અને સ્થૂળતા સહિતની કેટલીક બીમારી-રોગ અટકાવવામાં મદદરૂપ બને છે.

કાંદા : કાંદામાં અને ખાસ કરીને ડુંગળીમાં કૅન્સર સામે લડતા સંયોજનો અન ેસલ્ફર સંયોજનો હોય છે.

નાળિયેર : નાળિયેરમાં વધુ પોષકતત્ત્વો અને તેથી તેને રાંધવાને બદલે એમને એમ ખાવા વધુ સારા છે. નાલિયેરનું પાણી તો ઇલેકટ્રોલાઈટસનો નૈસર્ગિક સ્રોત છે. આ ઉપરાંત તેમાં મેગ્નેશિયમ, પોટેશિયમ અને સોડિયમ પણ છે, શરીર માટે સર્વોત્તમ છે.

બ્રોકોલી : છેલ્લાં કેટલાંક વર્ષોમાં બ્રોકોલીનું ચલણ વધ્યું છે. સ્વાસ્થ્યવર્ધક શાકભાજીઓમાં બ્રોકોલી સર્વોત્તમ છે. તેની કાચી આવીને આરોગી શકાય છે. તેને એક મિનિટ સાંતળીને પણ સેવન કરી શકાય.

નટ્સ : વિવિધ સૂકામેવામાં અખરોટને ગરમ કરી શકાય નહીં. આમ કરતાં તે તેના પોષક મૂલ્યો ગુમાવે છે. કાચી બદામમાં મેગ્નેશિયમ અને આર્યન હોય છે, જે શરીર માટે ઉત્તમોત્તમ છે, જો તેને ગરમ કરવામાં આવે તો કૅલેરી અને ચરબી વધે છે. તેનાથી વિપરિત, મેગ્નેશિયમ અને આર્યનનું પ્રમાણ ઘટે છે.

મરી : કાચા મરીમાં લગભગ ૩૨ ટકા કૅલેરી અને વિટામીન 'સી' ભરપૂર હોય છે. એ રસોઈના સ્વાદમાં વધારો કરે છે, પણ તેને રસોઈમાં નાખવાતી તેના પોષક મૂલ્યો નષ્ટ થાય છે. કાચા મરી શેકીને ખાય શકાય છે.

- ભૂપેન્દ્ર પટેલ