Get The App

શિયાળામાં ત્વચાની દેખભાળ માટે સહેલા ઉપાયો

Updated: Dec 8th, 2025

GS TEAM

Google News
Google News
શિયાળામાં ત્વચાની દેખભાળ માટે સહેલા ઉપાયો 1 - image

શિયાળાની શીત હવા ત્વચાને રૂક્ષ કરે છે. જેથી ત્વચાને બહારથી તેલ પુરુ પાડવાની જરૂયિાત ઊભી થતી હોય છે. 

ગ્લિસરીન

ગ્લિસરીન રૂક્ષ ત્વચાને મુલાયમ કરવામાં મદદ કરે છે. તેનો ઉપયોગ મોઇશ્ચરાઝર અને લોશનમાં કરવામા ંવતો હોય છે. તે ત્વચાના બહારના પડતને હાઇડ્રેટ કરે છે. જેથી શિયાળાની કડકડતી ઠંડીમાં થતી ત્વચા પરની બળતરાને ઠંડક આપે છે. તેમજ ઘાને તેજીથી ભરવામાં મદદ કરે છ.ે ગ્લિસરીને ગુલાબજળમાં ભેળવીને ઉપયોગમાં લેવું.ફક્ત ગ્લિસરીનના ઉપયોગથી ત્વચા પર એલર્જી થવાની શક્યતા રહે છે. જેવી તે ખંજવાળ, લાલાશ અને રેશિષ થઇ શકે. 

કોપરેલ

કોપરેલ શિયાળામાં ત્વચાની રૂક્ષતા દૂર કરવાનો રામબાણ ઇલાજ છે. આપણી સ્કિનની દરેક જરૂરિયાત પુરી પાડવાનો ગુણ કોપરેલમાં સમાયેલો છે.તે ત્વચા માટે કુદરતી મોઇશ્ચરાઇઝરનું કામ કરે છે. તેમજ તેને શરીરના સંવેદનશીલ જેવા અંગો જેવા કે આંખની નીચે અને હોઠ પર પણ લગાડી શકાય છે. 

કોપરેલને રાતના સૂતા પહેલા લગાડવું વધુ ગુણકારી છે.

દૂધ અને બદામ

શિયાળાની ઋતુમાં ત્વચા પરની ઝાંય દૂર કરવા દૂધ અન ેબદામનો ઉપયોગ કરવામાં આવે છે. તે ત્વચાને હાઇડ્રેટ કરવાની સાથેસાથે ડાઘ-ધાબાથી રક્ષણ આપે છે. તેમજ બદામનું તેલ એક કુદરતી એમોલિએન્ટ છે,જે ત્વચામાં નમી જાળવી રાખે છે.

 પેટ્રોલિયમ જેલી

પેટ્રોલિયમ જેલી મિનરલ ઓઇલઅને મીણનું મિશ્રણ હોય છે. તે ત્વચા માટે મોઇશ્ચરાઇઝરનુંકામકરે છે. શિયાળાની કડકડતી ઠંડીથી ઘણી વખત ત્વચા પર ચીરા પડે છે, તેના પર પેટ્રોલિયમ જેલી લગાડવાથી રાહત થાય છે.ઘરમાં વપરાતું વેસલિન પેટ્રોલિયમ જેલીનું જ એક રૂપ છે. 

કેળાનો ફેસપેક

કેળામાં પ્રયાપ્ત માત્રામાં મઓઇશ્ચર અને એન્ટીઓક્સીડન્ટસ સમાયેલા હોય છે. જે ત્વચાને મુલાયમ કરવામાં મદદ કરે છ.ે તૈલીય ત્વચા ધરાવનારે કેળા સાથે પપૈયાના પેકનું મિશ્રણ કરવું. કેળાને એક બાઉલમાં છુંદી તેની પેસ્ટ બનાવી તેમાં એક ચમચો મધ ભેળવી ચહેરાપર લગાડી ૨૦ મિનીટ પછી ધોઇ નાખવું. 

કાચું દૂધ અને મધ

કાચા દૂધમાં લેક્ટિક એસિડ અને એલ્ફા હાઇડ્રોકસી એસિડ હોય છે. જે બ્યૂટી પ્રોડક્સ બનાવવામાં ઉપયોગમાં લેવાતું હોય છે. તે શિયાળામાં થતી રૂક્ષ ત્વચા પર મોઇશ્ચરાઇઝરનું કામ કરે છે. મધ ત્વચાને લાંબા સમય સુધી નમી પ્રદાન કરવાનો ગુણ ધરાવે છે. તે ચહેરાની મૃત કોશિકાઓને દૂર કરવામાં મદદ કરે છે.  એક ચમચા મધમાં બે ચમચા દૂધ ભેળવી રૂની મદદથી ચહેરા પર લગાડી ૧૫-૨૦ મિનીટ પછી ધોઇ નાખવું.          

- જયવિકા આશર