Get The App

કલિંગરનો લાલ જ્યૂસ પીઓ અને સ્વાસ્થ્ય લાભ મેળવો

Updated: Apr 13th, 2026

GS TEAM

Google News
Google News
કલિંગરનો લાલ જ્યૂસ પીઓ અને સ્વાસ્થ્ય લાભ મેળવો 1 - image

તમે વર્કઆઉટ પછી કલિંગરનું જ્યુસ પીધું છે?  તમને એ વાતની તો જાણ હશે જ  કે વર્કઆઉટ  પછીનું જ્યુસ  ખૂબ જ મહત્ત્વનું  હોય છે. જ્યારે તમે સારી એવી કસરત કરી હોય એ પછી તમારું શરીર  તીવ્ર શારીરિક પ્રવૃત્તિથી  ત્રસ્ત થઈ ગયું  હોય છે.  તેણે પ્રવાહી  અને કેલેરી બાલી હોય છે. આવી પરિસ્થિતિમાં તમને સ્વસ્થ  પ્રવાહીનું  સેવન કરીને તમે તમારા  શરીરમાં   ગ્લુકોજ અને ઈલેક્ટ્રોનિક  સ્તરને ફરીથી ભરી શકો છો-  સંતુલિત કરી શકો ચો. ખરેખર તો ખોરાક- શરીરમાં બળતર જેવું કામ કરે છે.  કસરત પછી  કલિંગરનોે રસ પીવાથી  શરીરને શારીરિક પ્રવૃત્તિ પછી  હાઈડેટ્રેડ અને ઊર્જાવાન  રહેવા માટે  જરૂરી પોષક  તત્ત્વો મળે  છે.  આ ઉપરાંત  કલિંગર એન્ટિ ઓક્સીડન્ટ્સથી  ભરપૂર  હોય છે.  તે તમારી રક્તવાહિનીઓ માટે ખૂબ જ ઉપયોગી  ઠરે છે.  આનું કારણ છે, કલિંગરમાંનું   લાઈકોપિન!

લાઈકોપિન તમારી ત્વચાને સૂર્યના અલ્ટ્રાવાયોલેટ  (યુવી)  કિરણોથી  સુરક્ષિત  કરી શકે છે.  આથી તમે બહાર કસરત કરવા કે બીચ પર કસરત કરવા જતા  હો તે વખતે કલિંગરનો રસ પી શકો છો.  કલિંગરનો રસ પીવાના અનેકવિધ ફાયદા છે, જે અંગે માહિતી  મેળવીએ.

પુન: પ્રાપ્તિ (રિકવરી)  :  પુન:પ્રાપ્તિ   એ તો કસરત કર્યા પછીનું અત્યંત  મહત્ત્વનું  પાસું છે. કલિંગરના  રસમાં હાજર એમિનો એસિડ તમને કસરત  પછી ઝડપથી  પુન:પ્રાપ્તિ  મેળવવામાં  મદદ કરે છે.

ગ્લાયકોજેન :  કલિંગરમાં કુદરતી ખાંડ   હોય ચે તે તમને તીવ્ર કસરત  દરમિયાન  સામાન્ય રીતે વપરાયેલા   ગ્લાયકોજેનને પાછું મેળવવામાં  મદદ કરે છે.  આ જ્યુસ  પીધા પછી   તમને ઊર્જાવાન   અનુભવશો. 

સ્નાયુઓના દુ:ખાવામાં   રાહત :  કલિંગરના  રસમાં  એલ-સ્ટ્રિલિન નામનું નૈસર્ગિક  સંયોજન હોય છે, જે સ્નાયુના  દુ:ખાવાને  ઘટાડવામાં  મદદ કરી શકે છે.  કસરત પછી   તેને પીવાથી સ્નાયુનો થાક ઓછો  થાય છે અને તમને તમારા આગામી  કસરત-સત્ર માટે ઝડપથી  તૈયાર થવામાં મદદ મળે છે.

બળતરાવિરોધી લાભ :  સખત કસરત  કર્યા પછી  સ્નાયુમાં  બળતરા  પણ થઈ શકે છે.  કલિંગરના રસમાં રહેલા   એન્ટિ-ઓક્સિડન્ટ્સ  અમે લાઈકોપિનમાં  બળતરા વિરોધી  ગુણધર્મો  હોય છે,    જે કસરત  પછીની બલતરા અને ઓક્સિડેટિવ  તાણ ઘટાડવામાં મદદ  કરે છે.

પાચન :  સંશોધકોએ  સૂચવ્યું  છે કે કલિંગર તો તમારા નાના-મોટા  બંને આંતરડાને સાપ કરવામાં મદદ કરી  શકે છે.  કારણ કે તેમાં ફાઈબરનું  પ્રમાણ  હોય છે,  જે પાચન માટે પણ સારું  છે.  

ચયાપચય (મેટાબોલિઝમ) : કલિંગરનો રસ તમારા  ચયાપચયને  પણ વેગ આપે છે. અને  પરોક્ષ  રીતે તમારા શરીરને  ઝડપથી  ચરબી બર્ન કરવામાં  પણ મદદ  કરૈે છે.

હાઈડ્રેશન  : ઉનાળામાં   તો તમારા શરીરને  હાઈડ્રેટ  રાખવામાં કલિંગરનો રસ તો સૌથી ઉત્તમ  પુરવાર થાય છે. કલિંગરમાં  રહેલું પ્રવાહી  તમારી તરસ તો છીપાવે જ છે અને ડિહાઈડ્રેશનને પણ  અટકાવે છે. આમ કસરત  બાદ તમારા  શરીર માટે  કલિંગરનો જ્યુસ  કેટલો ઉપયોગી  બની શકે એની જાણકારી  તો  તમને મળી જ  હશે.

- ભૂપેન્દ્ર પટેલ