Get The App

વાંસાના સૌંદર્ય તરફ પીઠ ફેરવશો નહિ

Updated: Aug 9th, 2021

GS TEAM


Google News
Google News
વાંસાના સૌંદર્ય તરફ પીઠ ફેરવશો નહિ 1 - image


નારી સૌંદર્ય પ્રાચીન સમયથી સર્જનાત્મકતાનું કેન્દ્ર ગણાય છે. આપણા કવિઓએ પણ વિભિન્ન પ્રકારની નાયિકાઓનું નખશિખ વર્ણન કર્યું છે. અંગપ્રત્યંગના સૌંદર્યના પ્રદર્શન માટે જ નિતનવી ફેશનોમાં તેનું પરિવર્તન થતું રહે છે.

જો કે ફેશન દરેક સ્થળે, સમયે અને દરેક વ્યક્તિને અનુરૂપ નથી હોતી, એ વાત પણ એટલીજ સાચી છે.  દેશ સમય, પાત્ર અને પરિસ્થિતિમાં પરિવર્તન થાય છે,  ત્યારે એક ફેશન ક્યારેક ઉચિત તો ક્યારેક અનુચિત પણ કહેવાય છે. આથી ઘણીવાર એક દેશમાં જે ફેશન ખૂબ લોકપ્રિય હોય, તે બીજા દેશમાં બિલકુલ પ્રચલિત હોતી નથી. આપણા ભારતીય સમાજમાં કોઈ ફેશનના પ્રચલન તથા પસંદગીનો આધાર ઉંમર તથા કૌટુંબિક વાતાવરણ પર નિર્ભર કરે છે.

ફેશન એટલે શૃંગાર સજવાની, વસ્ત્ર પરિધાનની, ઊઠતા-બેસવાની, હરવા-ફરવાની, હસવાની એવી આકર્ષક નવીન શૈલી જેના લીધે લોકોનું ધ્યાન અનાયાસ તમારા પ્રત્યે ખેંચાય. તેઓ તેનાથી મુગ્ધ બનીને તમારી પ્રશંસા કરે અને તેનું અનુકરણ કરવાની કોશિશ પણ કરે. આકર્ષક ફેશન દ્વારા તમે જોનાર પર તમારા વ્યક્તિત્વનો સારો પ્રભાવ પાડી શકો છો. આજ કારણસર કેટલીક મહિલાઓ નિતનવી ફેશન કરતી હોય છે.

ઘણીવાર યુવતીઓ પણ બીજા પર પોતાનો પ્રભાવ પાડવા માટે મિની સ્કર્ટ, મિડી વગેરે પોશાક પહેરી પોતાના સુંદર પગ બતાવે છે, તો ક્યારેક પીઠના સૌંદર્યનું પ્રદર્શન કરવા માટે 'ઓફશોલ્ડર' કપડાં પહેરે છે. અથવા બ્લાઉઝની પાછળની ડિઝાઈન એવી રખાવે છે કે કમર અને પીઠ તેમ જ ગરદનનો ઘણો ભાગ ખુલ્લો દેખાય.

પ્રશ્ન એ થાય છે કે શું ''ઓફશોલ્ડર'' કપડાં પહેરવાથી જ તમે જોનાર પર સારો પ્રભાવ પાડી શકશો? જો તમે પણ બદલાતી ફેશનને અપનાવીને બેકલેસ કે સ્લીવલેસ પોશાક પહેરવા ઈચ્છતા હો, તો જરા અહીં દર્શાવેલાં સૂચનો પર વિચાર કરી તેને અનુરૂપ કોઈ નિર્ણય લો. આજકાલ લોકોની રુચિમાં પણ મોટું પરિવર્તન આવ્યું છે. માણસ આજે દરેક વસ્તુમાં સૌંદર્યનું સર્જન કરવા ઈચ્છે છે.

આથી તમારી પીઠના સૌંદર્ય તરફ પણ ચહેરાના સૌંદર્ય જેટલું જ ધ્યાન આપો. તેના પર તમારા વ્યક્તિત્વનો સંપૂર્ણ આધાર રહેલો છે. પીઠના સૌંદર્ય માટે સૌ પ્રથમ તમારી મુદ્રા  પ્રત્યે ધ્યાન આપો. તમારે બેસવા-ઉઠવાની યોગ્ય રીતથી થાક દૂર થાય છે. અને વ્યક્તિત્વ પણ ધીમેધીમે વધુ આકર્ષક બનતું જાય છે. તેના લીધે તમારામાં આત્મવિશ્વાસચ ઉત્પન્ન થાય છે.

કાયમ ટટ્ટાર ઊભા રહેવાની ટેવ પાડો. તમારા બંને ખભી સીધા રહેવા જોઈએ.

જમીન ઉપરથી કોઈ વસ્તુ ઉપાડવા માટે પીઠથી નીચા વળવાને બદલે ગોઠણ તથા નિતંબની માંસપેશીઓ પર ભાવે એ રીતે ઝૂકીને ઉઠાવો. સૂતી વખતે પીઠ સીધી રહે તે ગાદલું હોવું  જોઈએ.

તમારી કમર કે પીઠમાં ખૂંધ નીકળી હોય અને ખભા તથા ગરદન આગળની તરફ ઢળી પડેલાં ન લાગે તેનું ધ્યાન રાખો.

લો કટ ધરાવતા અથવા સ્પોર્ટ બ્રા જેવા બ્લાઉસ યા બેકલેસ અને ઓફશોલ્ડરવાળો પોશાક પહેરતાં પહેલાં તમારી પીઠ પર ક્યાંય ડાઘ કે નિશાન તો નથી ને, તે જોઈ લો. જો એમ હોય તો, મહિનામાં કે પંદર દિવસે એકવાર તમારી પીઠ, ગરદન, ખભા,હાથ તથા આગળના ખુલ્લા ભાગ પર બ્લિચીંગ અવશ્ય કરો. આનાથી ડાઘ દૂર  થવાની સાથોસાથ ઝીણી રુંવાટી પણ નીકળી જવાથી ત્વચા નીખરી ઉઠશે. જો કે બ્લિચીંગ  કરતાં પહેલાં તે તમારી ત્વચાને માફક આવે છે કે નહીં તે ચકાસી જોવું. ક્યાંય વાગેલું હોય કે ત્વચાનો કોઈ રોગ થયો હોય, તો બ્લિચીંગ કરવું નહીં.

આવા પોશાકમાં હાથ પણ ખુલ્લા રહેતા હોવાથી બગલના  અનિચ્છિત વાળને હેર રમિવૂર કે અન્ય કોઈ સાધનથી દૂર કરવા જરૂરી છે, કેમ કે જોનાર પર તેની સારી છાપ પડતી નથી.

સ્નાન કરતાં પહેલાં આખા શરીરે કોપરેલ અથવા ઓલિવ ઓઈલથી માલિશ કરો.  તેનાથી ત્વચા ચમકદાર અને મુલાયમ બને છે. પીઠની ત્વચા સ્વચ્છ તથા ચમકદાર લાગે તે માટે સ્નાન કરતી વખતે મુલાયમ ફીણવાળા સાબુ તથા રૂછાંવાળા નાના નેપ્કીન અથવા પમિસસ્ટોનનો ઉપયોગ કરો.

પીઠ પર સાબુ લગાવી  આ પથ્થર કે નેપ્કીનને ગોળાકાર ફેરવતાં ઘસો. ત્યાર પછી સાબુ ધોઈ નાખી પીઢ સહેજ ભની હોય,  ત્યારે મુલાયમ સ્પંજથી ગોળાકારમાં ઘસો. આમ કરવાથી શરીરપરની મૃત ત્વચા નીકળી જશે અને  કોમળ  નવી ત્વચા દેખાશે. આ ક્રિયા દરરોજ નહીં, પણ દર પંદર દિવસે એકવાર કરો.

સ્નાન કર્યા બાદ 'બોડી લોશન' અથવા મોઈશ્ચરાઈઝર અવશ્ય લગાવવું. જો તમારી પીઠની ત્વચા તૈલી હોય, તો એસ્ટ્રિન્જન્ટનો ઉપયોગ કરી શકો છો અથવા સ્નાન કર્યા બાદ છેલ્લે પાણીમાં સહેજ યૂ.ડી.કોલોન નાખી તે પાણીથી ફરી સ્નાન કરો. જો તમને વધારે પડતો પરસેવો વળતો હોય, તો બગલમાં 'ડીઓડોરાઈઝ' દુર્ગંધનાશકનો સ્પ્રે કરો.

અઠવાડિયામાં એકવાર કેઓલીન પાઉડર, દહીં અથવા લીંબુ,મુલતાની માટીને ગરમ કર્યા વિના દૂધમાં પલાળી તેની પેસ્ટ જેવું બનાવો. આ પેસ્ટના પેકથી ત્વચા કસાયેલી રહેશે.

જો તમને દાદર, ખુજલીકે અળાઈઓ થયેલ, હોય, તો સૌપ્રથમ તેમની સારવાર કરો, ત્યાર પછી ઉપર્યુક્ત ઉપાય અપનાવો. તમારી પીઠ પર વધારાની ચરબી હોય, તો સંતુલિત આહાર અને કસરત દ્વારા તેને દૂર કરવાની કોશિશ કરો.

બહાર જતાં પહેલાં ચહેરાની માફક જ પીઠનો પણ મેકઅપ કરો. ભીના સ્પંજથી પેનકેક પીઠની સાથોસાથ શરીરના ખુલ્લા ભાગ પર લગાવવાથી  તેની ત્વચાનો રંગ જુદો નહીં પડે.  પેનકેકનો થર પાતળો તથા એકસરખો થાય તેનો ખ્યાલ રાખો. પીઠ કે શરીરનાં અન્ય ખુલ્લા અંગ પર ક્યાંય ડાઘ નિશાન હોય, તો એ પ્રમાણે ફાઉન્ડેશન લગાવો.

સૌથી મહત્ત્વનું તો એ છે કે પીઠનું સૌંદર્ય દાખવવા વસ્ત્રપરિધાનની પસંદગી એવી રીતે કરો કે અશ્લીલ પણ ન લાગે અને શરીરને શોભે પણ ખરું.

-નયના

Tags :