Get The App

ફેશ સ્ક્રબ વેળા આ 12 ભૂલો નહીં કરતા .

Updated: Jul 21st, 2025

GS TEAM

Google News
Google News
ફેશ સ્ક્રબ વેળા આ 12 ભૂલો નહીં કરતા                              . 1 - image


એકદમ સ્વચ્છ, સુંદર અને સ્મુધ સ્કિન કોને નથી ગમતી? આથી જ તો મહિલાઓ પોતાની સ્કિન કેરમાં કોઈ કસર નથી છોડતી. સ્કિન-કેર એક જરૂરી સ્ટેપ છે- એક્સફોલિયેશન! એક્સફોલિયેશન કે ડેડ સ્કિનથી છૂટકારો મેળવવો એ તો સ્કિન કેરનો જરૂરી હિસ્સો છે. આ પ્રક્રિયાને જો યોગ્ય અને સાચી રીતે કરવામાં તો તેના સરસ રિઝલ્ટ મળે છે અને આ પ્રક્રિયા નિશ્ચિત રૂપે તમારી સ્કિન માટે એક ચમત્કાર કરી શકે છે. આમ છતાં એક મોંઘો હાઈ એન્ડ બ્રાન્ડ એક્સફોલિયેટર અથવા સ્ક્રબ તમારા માટે યોગ્ય નહીં હોય, જો તમે તેને યોગ્ય રીતે ઉપયોગ કરવામાં અસફળ રહો તો. સ્ક્રબિંગ એક એવી પ્રક્રિયા છે, જે ડેડ સેલ્સથી છૂટકારો અપાવે છે. એ છિદ્રોને અનલોગ કરે છે અને આ એક કિલયર કોમ્પ્લેક્શન આપે છે.

જો કોઈ લાંબો સમય સુધી ચહેરા પર સ્ક્રબ નથી કરતા તો તેમની ત્વચા ડલ દેખાવા માંડે છે અને તેનાથી પિગ્મેન્ટેશન, બ્લેકહેડ્સ અને વ્હાઈટહેડ્સ થઈ શકે છે. ફેશ સ્ક્રબનો ઉપયોગ જરૂરી છે, પણ તેનો યોગ્ય રીતે ઉપયોગ થવો જોઈએ, પણ એક્સફોલિયેટિંગ કરતી વેળા કેટલીક સામાન્ય ક્ષતિઓ થાય છે, જેને કારણે ત્વચા ઘણી સંવેદનશીલ થઈ શકે છે, તેના પર કટ અને ઘર્ષણ પણ થઈ શકે છે. એક્સફોલિયેશન વેળા કેટલીક ભૂલોથી બચવું જરૂરી છે.

ત્વચા પર તેની વિપરિત અસર પડવી

એમાં કોઈ શંકા નથી કે એક્સફોલિયેટિંગ ગંદકી, જમા થયેલી અને મૃત કોશિકાથી છૂટકારો મેળવવાનો શાનદાર રીત છે. તમારે એ સુનિશ્ચિત કરવાની જરૂર છે કે આવું કરતી વેળા તમે તમારી ત્વચા માટે બહુ હાર્શ ન હો. જો તમે તમારી ત્વચાને એક્સફોલિયેટરથી ખૂબ જ સખતાઈથી સ્ક્રબ કરો છો તો તમે જાણતા-અજાણતાં ત્વચાને ઘણું નુકસાન પહોંચાડો છો. તમારી ત્વચાને ખૂબ જ વધુ કઠોરતાથી એક્સફોલિયેટ કરવું એ તો રક્તવાહિનીને તોડવા સમાન છે અને તેને કારણે સોજો પણ પેદા થાય છે. યાદ રાખો કે સ્ક્રબનો ઉપયોગ ખૂબ જ આરામથી અને હળવા દબાણ સાથે કરવું જોઈએ.

ખોટા પ્રોડક્ટની પસંદગી

જ્યારે ફેશિયલ સ્કિનને એક્સફોલિયેટ કરવાની વાત આવે છે તો ગોલ્ડન રૂલ છે- માઇન્ડ સ્ક્રબ! આ સ્ક્રબ એ છે જે ચહેરા પર ઘસવાથી જેન્ટલ ફીલ આપે છે, આ ફેશિયલ સ્કિન માટે ખૂબ જ સારો વિકલ્પ છે. તમે શરીર માટે સ્ટ્રોંગ સ્ક્રબનો ઉપયોગ કરી શકો છો, જેમાં હાર્ડ પાર્ટિકલ્સ હોય, પણ ફેશિયલ સ્કિન માટે લાઈટ પાર્ટિકલ વાળો સ્ક્રબનો જ ઉપયોગ કરવો.

પાણી વિના એક્સફોલિયેટ કરવું

એક્સફોલિયેશન પ્રક્રિયા શરૂ કરવા પહેલા એ સુનિશ્ચિત કરો કે તમારી ત્વચા થોડી નરમ હોય. ક્યારેય પણ સ્ક્રબનો ઉપયોગ ડાયરેક્ટ ટયુબમાંથી કાઢીને સુકી ત્વચા પર ન લગાડો. પાણી ત્વચાને ચીકાશ આપવામાં મદદ કરે છે અને સ્ક્રબિંગને આસાન બનાવે છે. સાથે જ ડ્રાઈ સ્ક્રબિંગથી ઘણું ઘર્ષણ પેદા થઈ શકે છે, જેને કારણે ત્વચાને નુકસાન થઈ શકે છે. આથી પહેલા તો તમે એક્સફોલિયેટ કરવાનું શરૂ કરો તે પહેલાં ચહેરાને પાણીથી ધોઈ નાખો અથવા ચહેરા પર પાણીના છાંટા મારો.

ગંદી ત્વચા પર સ્ક્રબિંગ

આ તમારી ત્વચાને ત્યારે એક્સફોલિયેટ કરવા માટે મહત્ત્વપૂર્ણ છે જ્યારે તે સાફ હોય અને કોઈ પણ પ્રકારની ગંદગી, જમા થયેલો મેલ અથવા મેકઅપથી મુક્ત હોય. અનક્લીન સ્કિનને એક્સફોલિયેટ કરવાથી તમારા છિદ્રોને સાફ કરવાને બદલે તેને અવરોધી શકે છે. આ ઉપરાંત ત્વચા પર જામેલી ગંદકી સ્ક્રબને પોતાની રીતે સંપૂર્ણ કામ કરવાથી અટકાવી શકે છે.

વધુ પડતું સ્ક્રબિંગ

દરરોજ સ્ક્રબ કરવું એ યોગ્ય બાબત નથી. તેને અઠવાડિયામાં એક કે બે વાર કરવા જેટલું જ સીમિત રાખો. જો તમે ઘણી વાર તમારી સ્કિનને સ્ક્રબ કરતા હશો, તે એક આદત બની જશે.

ખોટી ટેકનિક

જ્યારે પણ ત્વચાનું સ્ક્રબિંગ કરો તો હંમેશા જેન્ટલ રહો, વિશેષ રૂપ તો ફેશિયલસ્ક્રબિંગ વેળા તો ખાસ. તમારી આંગળીઓ પર સ્ક્રબ લો અને સર્ક્યુલર મોશનમાં હળવા હાથે મસાજ કરો. કોઈ પણ એરિયામાં ૧૫થી ૨૦ સેકન્ડથી વધુ સ્ક્રબ ન કરો. જો તમે ડેડ સ્કિન સેલ્સને સાફ કરવા માટે સ્ટ્રોન્ગ સ્ટ્રોક્સનો ઉપયોગ કરશો તો ત્વચા કોમળ અને ચમકદાર થવાને બદલે ડેમેજ થઈ શકે છે.

ખરાબ ત્વચા પર અપ્લાઈ કરવું

કોઈ પણ ત્વચા જ્યારે યોગ્ય સ્થિતિમાં ન હોય ત્યારે એક્સફોલિયેટ કરવાથી બચો. સ્કિન સામાન્ય અને સ્વસ્થ સ્થિતિમાં ન હોય તો તેના પર સ્ક્રબ કરવું યોગ્ય નથી. આપણી ત્વચાને રિસ્ટોર અને રિકવર થવા માટે સમય આપો. પહેલાંથી જ કમજોર ત્વચા પર સ્ક્રબનો ઉપયોગ કરવાથી સમસ્યા વધુ વધી શકે છે.

બોડીને નજરઅંદાજ ન કરવી

જો તમે માત્ર તમારા ચહેરાને એક્સફોલિયેટ કરો તો અને પોતાની બોડીને ભૂલી જાય તો તમારે આજથી જ શરીરના બાકીના હિસ્સાનું સ્ક્રબિંગ શરૂ કરી દેવું જોઈએ. ચહેરાની જેમ શરીરના અન્ય હિસ્સામાં પણ મૃત ત્વચાથી છૂટકારો મેળવવાની જરૂર હોય છે, આવું નહીં કરો તો ત્વચા ડલ અને ડ્રાઈ બની જઈ શકે છે. એક્સફોલિયેટિંગ કોઈ વિશેષ ક્ષેત્ર સુધી સીમિત નથી. બોડીને એક્સફોલિયેટ કરવા માટે બોડી સ્ક્રબ અથવા બોડી બ્રશનો ઉપયોગ કરવો જોઈએ.

મોઇશ્ચરાઈઝરને ભૂલી જાવ

એક વાર જ્યારે તમે સ્ક્રચિંગ પ્રક્રિયા પૂરી કરી લો તો મોઇશ્ચરાઈઝનો ઉપયોગ ખૂબ જ જરૂરી છે. આ સ્ટેપ તમારા તાજા સાફ કરેલા છિદ્રોની દેખભાળ રાખે છે. આવું ન કરવામાં આવે તો કોઈક કોઈક વાર તો સ્ક્રબ તમારી ત્વચાને ડ્રાઈ કરી શકે છે. આથી હંમેશા એક્સફોલિયેશન પછી સ્કિન ટાઈપના હિસાબે મોઇશ્ચરાઈઝર લગાવો.

એક જ પ્રકારના સ્ક્રબનો ઉપયોગ કરવો

ઋતુઓ અને વયની સાથે આપણી ત્વચામાં પણ બદલાવ આવતો રહે છે અને આપણાં રુટિનના હિસાબે તે બદલાતી રહે છે. દરેક વ્યક્તિની ત્વચા અલગ હોય છે. આથી દરેક વ્યક્તિએ એવો એક્સફોલિયેટર પસંદ કરવા જોઈએ, જે તેના માટે શ્રેષ્ઠ હોય. જે પ્રોડક્ટ શિયાળામાં કામ કરે છે તે જરૂરી નથી કે તે ગરમીની ઋતુમાં પણ એવું જ રિઝલ્ટ આપશે. આથી આવી વસ્તુઓને પસંદ કરવામાં ડર રાખવો નહીં.

સ્ક્રબની ગુણવત્તા

તમે કેટલો સ્ક્રબ યુઝ કરો છો એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આપણને લાગે છે કે વધુ માત્રામાં લેવાથી પ્રોડક્ટ વધુ અસરકારક બનશે તો એ વિચાર ખોટો છે. ચહેરા માટે સ્ક્રબને એક સિક્કા જેટલો લેવો જોઈએ અને પોતાના શરીર માટે ટી-સ્પુન સાઇઝની માત્રા વધુ છે. ચહેરા માટે થોડી જ માત્રા ઘણી છે.

એ વાત તદ્દન સાચી છે કે સ્ક્રબનો દરરોજ ઉપયોગ કરવો યોગ્ય નથી, આથી જો તમે તેનો ઉપયોગ ઘણા મોટા અંતર પછી કરી રહ્યા છો તો તે યોગ્ય નથી. નિયમિત રીતે એક્સફોલિયેટ ન કરવું તમને પરિણામ નહીં દાખવે. સ્ક્રબિંગ પણ નિયમિત રૂપે થવું જોઈએ. અઠવાડિયામાં એકવાર તો જરૂર થવું જોઈએ અને ઓઈલી ત્વચા ધરાવતા લોકો અઠવાડિયામાં બે વખત જરૂર કરી શકે છે.

Tags :