Get The App

વ્હાલસોયા બાળકને અમથું ન રડાવો

Updated: Feb 23rd, 2026

GS TEAM

Google News
Google News
વ્હાલસોયા બાળકને અમથું ન રડાવો 1 - image

શ્વેતા પહેલી વાર મમ્મી બનીને બહુ જ ખુશ હતી. બાળકના સ્પર્શથી તેને એવું લાગી રહ્યું હતું, જાણે આખી દુનિયાની બધી ખુશી તેને મળી ગઈ હોય. પણ થોડા દિવસ પછી તે પરેશાન રહેવા લાગી. તે સમજી શકતી નહોતી કે તેનો કૃષ એટલું બધું કેમ રડે છે.

વાસ્તવમાં, નાના બાળકના રડવામાં એક મેસેજ છુપાયેલો હોય છે. તે રડીને પોતાની મમ્મીને કમ્યુનિકેટ કરે છે કે તેને ભૂખ લાગી છે.   એક ખાનગી ડૉક્ટર જણાવે છે, ''નાનાં બાળકો બહુ જ નાજુક હોય છે. તેમના પર હવામાનની અસર બહુ જ જલદી થાય છે. તેમને બહુ જ જલદી ઠંડી તો બહુ જ જલદી ગરમી પણ લાગવા માંડે છે. આ કારણે તેઓ રડે છે. મોટેભાગે બાળકો ભૂખ લાગી હોવાના કારણે રડે છે. એટલે તેમને થોડાથોડા સમયના અંતરે દૂધ પિવડાવતા રહો, નહીંતર તેમને કોલિકની સમસ્યા એટલે કે પેટમાં ગેસ થઈ શકે છે, જેના કારણે બાળકો રડે છે.''

 ભૂખ લાગતા ન્યૂ બોર્ન બેબી સૌથી વધારે રડે છે. તેમનું પેટ નાનકડું હોય છે, તેથી એકવારમાં વધારે દૂધ પિવડાવી ન શકાય. તેને થોડાથોડા સમયના અંતરે દૂધ પિવડાવવાની જરૂર પડે છે. એટલે જ્યારે પણ બાળક રડે ત્યારે તેને દૂધ પિવડાવો. જો બાળક સ્તનપાન કરતું હોય તો તેને દિવસમાં ૮ થી ૧૨ વાર સ્તનપાન કરાવો.

ભીના અને ગંદા ડાયપરના કારણે : ભીનાશ કોને ગમે? નાનાં બાળકો ભીની નેપીમાં અસહજ અનુભવે છે. વધારે સમય સુધી બાળકોને ભીની નેપીમાં રાખવાથી રેશિશ થઈ જાય છે, જેના કારણે બાળક ખૂબ રડે છે. જ્યારે પણ બાળકને નેપી પહેરાવો ત્યારે થોડાથોડા સમયે ચેક કરતા રહો. જો નેપી ભીની હોય તો તેને તરત જ બદલી નાખો.

ખોળામાં આવવા માટે : નવજાત શિશુને મમ્મીનો સ્પર્શ સારો લાગે છે. તે હંમેશાં મમ્મીની છાતીએ વળગી રહેવા માંગે છે. ક્યારેક તે ખોળામાં આવવા માટે રડવા માંડે છે. ખોળામાં લેતા જ તેને પોતાનાપણાનો અહેસાસ થાય છે.

વધારે પડતી ગરમી કે ઠંડી લાગવાથી : બાળકની સ્કિન બહુ જ સંવેદનશીલ હોય છે. રૂમનું ઉષ્ણતામાન બહુ ઓછું હોય તો તેને ઠંડી લાગવા માંડે છે અને ઉષ્ણતામાન વધારે હોય તો તેને ગરમી પણ ઝડપથી લાગી જાય છે. ગરમી લાગતા તેના શરીરમાં નાનાનાના દાણા પણ નીકળવા લાગે છે. એટલે પ્રયત્ન કરો કે રૂમનું ઉષ્ણતામાન સામાન્ય રહે.

ગેસ થતાં : ૩ અઠવાડિયાથી લઈને ૩ મહિના સુધીના બાળકમાં કોલિકની સમસ્યા સૌથી વધારે રહે છે એટલે કે પેટમાં ગેસ થાય છે, જેના કારણે બાળક રડે છે. ક્યારેક-ક્યારેક કોઈ પ્રકારની એલર્જી અને કીડામકોડા કરડવાથી પણ બાળકો રડવા માંડે છે.

ઊંઘ પૂરી ન થતાં : બાળકોની ઊંઘ પૂરી ન થતાં તે સ્વભાવે ચીડિયા બની જાય છે અને રડયા કરે છે. એટલે તેમને હંમેશાં શાંત માહોલમાં સુવડાવવાના પ્રયત્ન કરો.

થાક લાગતા : કેટલીક વાર બાળકો થાકેલા હોય છે, જેના કારણે તેમને ઊંઘ નથી આવતી અને તેઓ રડયા કરે છે.

બીમાર પડતા : જો તમારું બાળક બહુ વધારે રડવા લાગે અને અચાનક ચુપ થઈ જાય તો તેનો અર્થ એ છે કે તે સ્વસ્થ નથી. તમારા બાળકને તમારા કરતા વધુ સારી રીતે કોણ સમજી શકે. જો તમને જરા પણ એવું લાગે કે તમારું બાળક સ્વસ્થ નથી તો તેને તરત ડોક્ટર પાસે લઈ જાવ.

ધ્યાન આકષત કરવા માટે : ક્યારેક બાળક પોતાની મમ્મીનું ઘ્યાન પોતાના તરફ ખેંચવા માટે પણ રડે છે. એટલે જ્યારે પણ બાળક રડે ત્યારે તેને ખોળામાં લઈને પ્રેમથી પંપાળો. તેને એ અહેસાસ કરાવો કે તમે એની પાસે જ છો.