Get The App

શું તમને સનસ્ક્રીન લોશન લગાવતાં આવડે છે?

Updated: Mar 21st, 2022

GS TEAM

Google News
Google News
શું તમને સનસ્ક્રીન લોશન લગાવતાં આવડે છે? 1 - image

ધોમધખતી ગરમીની મોસમમાં ટેનિંગની સમસ્યાથી બચવા માટે જાહેર છે તમે સ્કીનને સુરક્ષા કવચ આપવા સનસ્ક્રીનનો ઉપયોગ કરતા હશો, પરંતુ અમે દાવા સાથે કહી શકીએ કે સનસ્ક્રીનની યોગ્ય રીતનો ઉપયોગ કરવો તો દૂર, તમને એ વાતની પણ ખબર નહીં હોય કે સ્કીનને સુરક્ષિત રાખવા માટે તમે સુરક્ષાકવચ યોગ્ય રીતે લગાવ્યું છે કે નહીં. સનસ્ક્રીન ગમે તેટલી સારી બ્રાન્ડની કેમ ન હોય, જો તમને તેના ઉપયોગ કરવાની યોગ્ય રીત ખબર ન હોય, તો તેની તમારી સ્કીન પર અસર થશે નહીં.

એવામાં જો તમારી સ્કીનને સૂર્યના નુકસાનકારક અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવવી હોય તો આ ટિપ્સ પર નજર કરો :

યોગ્ય સનસ્ક્રીન પસંદ કરો : બજારમાં સનસ્કીન અનેક પ્રકારની ઉપલબ્ધ છે. ઉદા. પાઉડર,  જેલ, ક્રીમ વગેરે. બધા પ્રકારની સનસ્ક્રીન બજારમાં સરળતાથી વિવિધ બ્રાન્ડમાં ઉપલબ્ધ છે, પરંતુ સનસ્ક્રીન ખરીદતા પહેલાં તમારા સ્કીનટોનને ઓલખવો જરૂરી છે.

હકીકતમાં, બજારમાં ઉપલબ્ધ અનેક સનસ્ક્રીનની આડઅસર કરે છે. આ સનસ્ક્રીન ફેર કોમ્પ્લેક્શનવાળી મહિલાઓ માટે તો ઠીક છે, પરંતુ ડસ્કી સ્કીન પર તેની ગ્રેઈશ ઇફેક્ટ થાય છે, જે ખૂબ જ ખરાબ લાગે છે  માટે જો તમારી સ્કીન શ્યામ હોય તો તમે માઈક્રોનાઈઝ્ડ ફોર્મ્યુલાવાળી સનસ્ક્રીનનો ઉપયોગ કરો. તેમાં સનસ્ક્રીનની ઇફેક્ટ ઓછી કરે છે અને સ્કીન પર તેનું પડ દેખાતું નથી, પરંતુ આ અલ્ટ્રાવાયોલેટ કિરણોથી સ્કીનને સંપૂર્ણ રીતે સલામત રાખે છે. આવી સ્ક્રીનના ઉપરના પડ પર પાણીની ઊણપ હોય છે. એવામાં આ સ્કીન પર વધારે મોઈશ્ચરાઈઝર ફોર્મ્યુલાવાળી ક્રીમ મદદરૂપ સાબિત થાય છે.

યોગ્ય ક્રમ જરૂરી છે : ઘણીવાર સનસ્ક્રીનને મહિલાઓ ડાયરેક્ટ સ્કીન પર જ લગાવે છે, જે યોગ્ય નથી. સૌપ્રથમ સ્કીન પર મોઈશ્ચરાઈઝર લગાવો. તેના ૨૦-૩૦ મિનિટ પછી સનસ્ક્રીન લગાવો, જેથી સ્કીન પહેલાં મોઈશ્ચરાઈઝરને સારી રીતે શોષી લે.

જો તમે ફેસ પર મેકઅપ કરો છો, તો સનસ્ક્રીન લગાવ્યા પછી જે મેકઅપનો ઉપયોગ કરો. જો મેકઅપ ન કરતા હોય તો સનસ્ક્રીન જ તમારા ફેસ પર લગાવાતું છેલ્લું ઉત્પાદન હોવું જોઈએ.

હકીકતમાં, સનસ્ક્રીન સ્કીન પર તેની અસર ઓછી થાય છે. એ જ રીતે જો કોરી સ્કીન પર સનસ્ક્રીન લગાવવામાં આવે તો પણ સનસ્ક્રીન સ્કીન પર એટલી અસરકારક સુરક્ષાકવચ સાબિત નથી થતું અને સ્કીનને સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોથી સંપૂર્ણ રીતે બચાવવામાં નિષ્ફળ રહે છે.

કેટલીક મહિલાઓ મોઈશ્ચરાઈઝરમાં સનસ્ક્રીનને મિક્સ કરીને લગાવે છે. આ રીત પણ યોગ્ય નથી હોતી કારણ કે તેનાથી સનસ્ક્રીનની અસર પૂરી થઈ જાય છે.

સનસ્ક્રીન લગાવો અને ઊભા રહો : જો તમે કેમિકલ બેઝ સનસ્ક્રીનનો ઉપયોગ કરો છો, તો તેને લગાવીને ૨૦-૩૦ મિનિટ પછી જ તડકામાં જાઓ, જેથી ક્રીમમાં રહેલી યૂવી ફિલ્ટર્સ સ્કીન  સારી રીતે શોષી લે અને તેની પર એક સુરક્ષાકવચ બનાવે.

ઉપયોગ કરવામાં કંજૂસી ન કરો : મોટાભાગે મહિલાઓ થોડી સનસ્ક્રીન લઈને પૂરા ફેસ પર લગાવે છે. આવું કરવાથી સનસ્ક્રીનનો લાભ સ્ક્રીનને મળતો નથી. આ રીતે સનસ્ક્રીન લગાવવી વ્યર્થ છે. સનસ્ક્રીન લગાવવની યોગ્ય રીત છે લગભગ ૧/૪ નાની ચમચી સનસ્ક્રીન લઈને પૂરા ફેસ અને ગળાના ભાગને કવર કરવામાં આવે. જો તમારી સનસ્ક્રીન બહુ થિક હોય, તો પ્રમાણ ઘટી શકે છે.

જો તમે પૂરી બોડી પર સનસ્ક્રીન લગાવો છો, તો લગભગ ૨ મોટી ચમચી સનસ્ક્રીનનો ઉપયોગ કરો. જાહેર છે આ તમને વધારે લાગતું હશે, પરંતુ તમે સનસ્ક્રીનનું જ્યાં સુધી જાડું પડ સ્ક્રીન પર નહીં ચઢાવો ત્યાં સુધી તેનો કોઈ ફાયદો તમને થશે નહીં.

લગાવવાની રીત : સનસ્ક્રીનને સ્ક્રીન પર લગાવવાની રીત સામાન્ય ક્રીમ લગાવવાની રીત કરતા અલગ છે. ક્યારેય સનસ્ક્રીન સ્ક્રીન પર ઘસીને ન લગાવો, પરંતુ હથેળીમાં લઈને ધીમેધીમે થપથપાવો. તેનાથી સ્ક્રીન પર ઈરિટેશન અનુભવાતું નથી અને આ રીતે સનસ્ક્રીન લગાવવાથી સ્ક્રીન પર સમાન ભાગમાં ક્રીમ લાગે છે કારણ કે જરૂરી છે કે જો તમે સનસ્ક્રીનનો ઉપયોગ કરો છો તો એ વાતનું ધ્યાન રાખો કે તે ફેસના દરેક ભાગ પર સમાન પ્રમાણમાં લાગે. એવું ન થાય કે કોઈ ભાગ છૂટી જાય. થપથપાવીને સનસ્ક્રીન લગાવવાથી તે સરળતાથી લાગી જાય છે. જો તેને ઘસીને લગાવવામાં આવે તો તે સ્ક્રીન પર લાગતી નથી, સ્ક્રીનનું પડ બનીને નીકળી જાય છે.

અનેકવાર લગાવો :  કેટલીક મહિલાઓ સવારે ઘરેથી નીકળતા પહેલાં સનસ્ક્રીન લગાવે છે અને પછી આખો દિવસ તેમાં જ વિતાવે છે જ્યારે તે યોગ્ય નથી. સનસ્ક્રીન દર ૨ કલાક પછી લગાવો. ખાસ કરીને ત્યારે જ્યારે તમારું કામ બહાર આવવાજવાનું વધારે હોય અને તમને ખૂબ પરસેવો થતો હોય.

એક્સર્સાઈઝ અને સ્વિમિંગ કરતા પહેલાં પણ સનસ્ક્રીન જરૂર લગાવો. તે સિવાય જો તમે વેટ ટિસ્યૂનો ઉપયોગ કરો છો તો તે પછી પણ સનસ્ક્રીન જરૂર લગાવો કારણ કે તેનાથી સ્ક્રીન પર લગાવેલી સનસ્ક્રીન હટી જાય છે અને સૂર્યના સંપર્કમાં આવવાથી સ્ક્રીન ડેમેજ થઈ શકે છે.

જો તમે તડકામાં વધારે નીકળતા નથી કે પછી આખો દિવસ ઘરમાં જ રહો છો તો દિવસમાં ૨-૩ વાર પણ સનસ્ક્રીન લગાવશો ત્યારે પણ તમારી સ્કીન સલામત રહેશે.