Get The App

શિયાળામાં તરોતાજા રહેવા માટેના ઘરમાં જ કરો સરળ વ્યાયામ

Updated: Dec 1st, 2025

GS TEAM

Google News
Google News
શિયાળામાં તરોતાજા રહેવા માટેના ઘરમાં જ કરો સરળ વ્યાયામ 1 - image

વ્યાયામથી તન-મન બન્ને સ્વસ્થ રહે છે તે વાત નકારી શકાય નહીં.પરંતુ મોટા ભાગના લોકો કસરત કરવા માટે જિમનેશિયમ અથવા હેલ્થક્લબમાં જઇ શકતા નથી હોતા. અહીં થોડા એવા વ્યાયામ જણાવામાં   આવ્યા છે જેને  ઘરે  નિયમિત કરીને તન-મન સ્ફૂર્તિલું  રાખે છે. 

દોરડા કૂદવા

પહેલાના જમાનામાં બાળકીઓ દોરડા કુદવાની રમત રમતી હતી. તેની સાથે તો ઘણી વખત મોટી વયની મહિલાઓ પણ જોડાતી. હવે દોરડા કુદવાનું બહુ ઓછું જોવા મળતું હોય છે.આ મનોરંજનની સાથેસાથે એક ઉત્તમ વ્યાયામ છે.

આ વ્યાયામ પ્રથમ વખત હોય તેમણે ૩ થી ૫ મિનિટ કરવો. પ્રારંભમાં હૃદયની ધડકન તેજ થઇ શકે છે. દોરડા કુદવામાં કોઇ તકલીફ ન પડતી હોય તો આરામથી ૧-૧૫ મિનિટ દોરડા કુદી શકાય.જેટલો લાભ અડધો કલાક જોગિંગ કરવાથી થાય છે તેટલો લાભ ૧૦ મિનિટ સુધી દોરડા કુદીને પ્રાપ્ત કરી શકાય છે. થોડી થોડી વારે અટકીને પણ દોરડા કુદી શકાય. પાંચ મિનિટ દોરડા કુદવા પછી પાંચ મિનિટ આરામ કરી ફરી પાંચ મિનિટ દોરડા કુદી શકાય.

દોરડા કુદવાથી પગ અને હાથની માંપેશિયો મજબૂત થાય છે.

એક જ સ્થાન પર દોડવું

રૂમના એક જ સ્થાન પર દોડવું અથવા તો ચાલવું એ જોગિંગનો વિકલ્પ છે. આ બન્ને ક્રિયાઓ એરોબિક સ્થિતિને પૂરી કરે છે. એક સ્થાન પર દોડવું,એ બહાર દોડવા કરતાં વધુ અઘરું છે. જોગિંગ કરતી વખતે એડી અને પગ   પર સમાન દબાણ પડે છે, જ્યારે એત જ સ્થાન પર ઊભા ઊબા દોડવાની ક્રિયા ગતિને ધીમી કરે છે. ઘરમાં જોગિંગ કરતી વખતે ગાલીચો પાથરવો. ઘરમાં પણ દોડવાનો વ્યાયામ કરવામાં તકલીફ પડતી હોય તો મનપસંદ સંગીતની ધૂન પર નૃત્ય કરી શકાય.

નાનાજમ્પ

નાના જમ્પથી હૃદયની ગતિને લાભપહોંચે છે. જો એક મિનિટમાં ૧૧૫ તી ૧૩૦ નાના કુદકા મારી શકો તો ચોક્કસ આ કસરતનો લાભ થાય છે. જોકે આ વ્યાયામ કરતી વખતે હૃદય પર ભાર કે દબાણ ન આવે તેનું ધ્યાન રાખવું મહત્વનું છે. આ વ્યાયમ કરતી વખતે થાક અનુભવાય  કે શ્વાસ લેવામાં તકલીફ પડે તો તેની ગતિ ઓછી કરવી અથવા તો કસરત કરવાનું બંધ કરી દેવું.

નાના જમ્પ મારવાના  ઘણા તરીકા છે. ઘૂટણને થોડાવાળીને કૂદી શકાય અથવા તો એક પગથી બીજા પગ પર જમ્પ મારી શકાય.અથવા તો કૂદવાની સ્ટાઇલ કરતા ઘૂંટણને એ રીતે ઉપર તરફ ઉઠાવવા. નાના જમ્પ મારતી વખતે એક હાથ કમરથી નીચે નિતંબો પર રાખવો તથા બીજો હાથ માથાની ઉપર તરફ રાખવો. સંગીતની ધૂન પર પણ નાના જમ્પનો વ્યાયામ કરી શકાય છે. 

 સાઇકલ ચલાવવી

ઘરની અંદર રહીને જ સાઇકલ ચલાવવી એ ઉત્તમ વ્યાયામ છે. અઠવાડિયામાં ત્રણ-ચાર વખત દિવસમાં ૨૦ મિનિટ સાઇકલ ચલાવાથી તંદુરસ્ત રહી શકાય છે. આ કસરતથી માંસપેશિયોમાં કસાવ આવે છે.  એકના એક વ્યાયામથી કંટાળો આવે એ સ્વાભાવિક છે. તેથી રોજ ભિન્ન-ભિન્ન કસરત કરવાથી કંટાળો નહીં આવે.

પગથિયા ચડવા

પગથિયાં ચડવાને ઉત્તમ વ્યાયામ ગણવામાં આવે છે. પગથિયા એક નિર્ધારિત ગતિથી ચડાતા હોવાથી તેને એરોબિક વ્યાયામ સાથે સરખાવી શકાય. પગથિયા ચડતી વખતે પગ અને નિતંબ પર અસર પડે છે. એક એક પગથિયું છોડીને ચડી શકો તો ઉત્તમ છે, નહીં તો એક એક પગથિયા પર પગ મુકીને ચડવું. પરંતુ ચડતી વખતે સાવધાની રાખવી.

જાણીને નવાઇ લાગશે પરંતુ પગથિયા ચડવા એ દોડવા કરતાં પણ ઉત્તમ વ્યાયામ છે. ૨૪ પગથિયા ચડવાનો મતલબ છે અડધા માઇલ દોડવાનો વ્યાયામ. ઇચ્છો તો પગથિયા ચડતી વખતે સંગીત સાંભળી શકાય જેથી એક લયમાં વ્યાયામ કરી શકાશે.

- મીનાક્ષી તિવારી