ચહેરાના આકાર મુજબ કરો મેકઅપ .
ફિલ્મોની હીરોઈન જેવું દેખાવવું, તેમના જેવો મેકઅપ કરવો કે પછી કોઈપણ વધુને વધુ સુંદર દેખાવાની ખેવના રાખવી દરેક યુવતી- મહિલાની ખાસ આદત હોય છે અને તે માટે એ ગમે તે કરવા રાજી હોય છે. જો કે એક હકીકત છે કે કોઈનો ચહેરો લોકપ્રિય અભિનેત્રીઓ સાથે ભલે મળતો નથી આવતો, પણ તેમણે તેના જેવું બનવું કે દેખાવવાની અભિલાષા તો ઘણી હોય છે. આ સાથે જ દરેક મહિલાનો ચહેરો પરફેક્ટ હોય, તેમનો ચહેરો હસીન હોય, એ જરૂરી નથી, પણ પોતાના ચહેરાના શેપ મુજબ યોગ્ય મેકઅપ કરીને તમે ખૂબસુરત નજરે પડી શકો છો. જો તમારા ચહેરાનો શેપ પણ હોય આ બોલીવૂડની અભિનેત્રીઓ જેવો હોયતો આ મેકઅપ ટ્રિક્સ ટ્રાઈ કરો અને મેળવો તમારી ફેવરેટ અભિનેત્રી જેવો મેકઅપ લુક! જો કે આ લુક કેવી રીતે મેળવવો? અમે તમને આ અંગેની જાણકારી આપીએ છીએ.
આલિયા ભટ્ટ
(ફેશ શેપ - રાઉન્ડ શેપ)
જી આવો ચહેરો ધરાવનારાએ એવો મેકઅપ કરવો જોઈએ, જેનાથી તેનો ચહેરો સ્લીમ અને લાંબો લાગે.
* ટી- જોન માટે બ્રાઈટ શેડ, બાકીના હિસ્સા માટે મીડિયમ શેડ તથા જે હિસ્સાને છુપાવવાનો છે. ત્યાં ડાર્ક શેડનું ફાઉન્ડેશન અપ્લાય કરો. સ્પોન્જથી સારી રીતે બ્લેન્ડ કરો.
* કપાળનું કેન્દ્ર અને હડપચી પર પોતાના સ્કીન ટોનથી બે શેડ લાઈટ હાઈલાઈટર અપ્લાય કરો.
* સોફ્ટ સ્મજ્ડ આઈલાઈનર લગાવો.
* આંખોની આઉટર કોર્નર પર ડાર્ક આઈશેડો અપ્લાઈ કરો અને ઈનર ડોનર પર લાઈટર. આમ કરવાથી આંખો ખૂબસુરત દેખાશે અને ચહેરાને ઓવલ શેપ મળશે.
* હડપચીના નીચેના ભાગ તરફ ડાર્ક અને ઉપર તરફ લાઈટ શેડનો બ્લશ ઓન અપ્લાઈ કરો. બ્લશ કોઈ પણ વખત હડપચીના નીચેના ભાગના અપ્પલ પર અપ્લાઈ ન કરવું.
* ડાર્ક લીપ કલરનો ઉપયોગ કરો. હળવો લીપ-ગ્લોસ ડેબ કરવું.
કેટરીના કૈફ
(ફેશઅપ - ઓવલ શેપ)
જી ઓવલ ફેસ એટલે કે અંડાકાર ચહેરો પરફેક્ટ શેપ માનવામાં આવે છે. જો કે આવા ચહેરો ધરાવતી મહિલાઓએ કંઈક વધુ કરવાની જરૂર નથી હોતી, પણ તમે ચાહો તો ટ્રિક્સ અપનાવીને તમારી બ્યુટિને વધુ સારી ડિઝાઈન કરી શકો છો.
* નોર્મલ ફાઉન્ડેશન યુઝ કરો. જો તમારે તમારા ફેશને શોર્ટ અને સ્લિમર- લુક આવો હોય તો તમારા નેચરલ સ્કિન કલરથી એક શેડ ડાર્ક ફાઉન્ડેશન જોલાઈન પર અપ્લાઈ કરો.
* કપાળ અને હડપચીના મધ્યમાં હાઈલાઈટર લગાવવું. આનાથી તમારી બ્યુટી વધુ ખીલશે.
* તમારા ચહેરાના શ્રેષ્ઠ ફી અને હાઈલાઈટ કરો.
* લીપ્સ અને આઈઝમાંથી કોઈ એક પર વધુ ફોકસ કરો. જો આઈ મેકઅપ હેવી કરી રહ્યા હો તો લીપને ન્યૂડ રાખો. આ જ રીતે ડાર્ક લિપસ્ટિક લગાવી રહ્યા હો તો આઈ મેકઅપ માટે બ્રાઉન આઈશેડો મસ્કરાનો એક કોટ અને નેચરલ આઈ લાઈનર જ પર્યાપ્ત બની રહેશે.
દીપિકા પદુકોણ
(ફેશ શેપ : હાર્ટ શેપ)
જી હાર્ટ-શેપ ચહેરાને પરફેક્ટ શેપ આપવા માટે તમારે એવો મેકઅપ કરવો પડશે જે તમારા ચહેરાને નાનો અને પહોળો લુક આપે. આ માટે આ મેકઅપ ટ્રિક્સ ટ્રાઈ કરો.
* સંપૂર્ણ ચહેરા પર ફાઉન્ડેશન અને પાઉડર લગાવો.
* કપાળ અને હડપચી પર ડાર્ક શેડનો બેઝ-મેકઅપ કરો. સૌથી પહેલા ટી-જોન માટે બ્રાઈટ શેડ અને બાકીના હિસ્સા પર મીડિયમ શેડનો બેઝ મેકઅપ કરો. પછી માથા અને હડપચી પર ડાર્ક શેડ લગાડતા પૂરા મેકઅપને બ્લેન્ડ કરી લો.
* હડપચી અને તેના નીચેના ભાગને હાઈલાઈટ કરો.
* હડપચીના નીચેના ભાગ પર બ્રોન્ઝર અપ્લાઈ કરો. ઉપર અને હેરલાઈનની તરફ બહારથી વધુ બ્લેન્ડ કરો.
* આંખોના મધ્યમમાં ડાર્ક શેડનો આઈ-શેડો અપ્લાઈ કરો. બાકીના આખા હિસ્સાને લાઈટ સેડ લગાવીને બ્લેન્ડ કરો. હાઈલાઈટર અપ્લાઈ કરીને કાનની બાજુ બ્લેન્ડ કરો.
* હડપચીના આગળના ભાગને બ્લશ-ઓન લગાવો. ફિનિશિંગ ટચ આપવા માટે હડપચીના ઉભરેલા હિસ્સા પર લાઈટ હાઈલાઈટર અથવા ઈલ્યુમિનેટિંગ પાઉડર અપ્લાઈ કરો. આનાથી ચહેરાને બ્રોડ-લુક મળશે.
* આઈ મેકઅપની સાથે એક્સપરિમેન્ટ કરો, જેથી સંપૂર્ણ એટેન્શન આઈઝ પર જ રહે. કેટ આઈ મેકઅપ , બોલ્ડ આઈશેડો કલર્સ, ડ્રામેટિક લુક, તમે કંઈ પણ કહી શકો છો.
અનુષ્કા શર્મા
(ફેશ શેપ - સ્કવેઅર ફેશન)
જી જો તમારો ચહેરો સ્કવેઅર એટલે કે પહોળો હોય તો તમારે તમારા ચહેરાને પરફેક્ટ શેપ આપવા માટે બેઝ મેકઅપથી જ ચહેરાની પહોળાઈને છુપાવવી પડશે.
* સૌ પહેલાં તો અરિસા પાસે બેસીને પોતાના ચહેરાને ધ્યાનથી જુઓ અને એ નક્કી કરો કે કયાં ભાગને છુપાવવાથી તમારો ચહેરો ઓવલ શેપમાં નજરે પડશે.
* તમે ચહેરાને ત્રણ ભાગમાં વિભાજિત કરો. પહેલો ટી-જોન 'ટીમાણેકપાળનો ઉપરનો ભાગ અને બીજો એ ભાગ જેને મેકઅપ દ્વારા છુપાવવાનો હોય અને ત્રીજો ટી-જોન ઉપરાંત વધેલો હિસ્સો.
* ટી- જોન એરિયા એટલે માથું, આંખોનો નીચલો હિસ્સો, નાકનો ઉપરનો ભાગ, અપર લીપ્સ, હડપચીનો નીચેવાળા ભાગમાં સ્કિન ટોનથી મેચ કરતું ફાઉન્ડેશન અપ્લાઈ કરો.
* બચેલા ભાગ પર મીડિયમ બેઝ મેકઅપ કરો.
* અંતે જે હિસ્સાને મેકઅપથી છુપાવવાનો છે ત્યાં શેડિંગ પ્રોડક્ટનો ઉપયોગ કરો. બ્રોન્ઝર અથવા ડાર્ક ફાઉન્ડેસન અપ્લાઈ કરો અને સારી રીતે બ્લેન્ડ કરી લો.
* માથાના મધ્યમાં તમારી સ્કીન--ટોનથી એક શેડ લાઈટ હાઈલાઈટર અપ્લાઈ કરો. હડપચી પર પણ હાઈલાઈટર લગાવો અને કાન તરફ બ્લેન્ડ કરો. આમ કરવાથી ચહેરાને પરફેક્ટ શેપ મળશે.
* રાઉન્ડ આઈબ્રોઝ આ ફેશન પર સૂટ કરે છે.
* હડપચીના અપ્પલ એરિયામાં બ્લશર લગાવીને બ્લેન્ડ કરો.
* લિપ મેકઅપની હાઈલાઈટ કરો. આનાથી સંપૂર્ણ એટેન્શન લીપ્સ પર રહેશે અને જો લાઈન પર ધ્યાન ઓછું જશે.