Get The App

પાર્ટીમાં જવા ઝટપટ હેરસ્ટાઈલ કરો .

Updated: Dec 16th, 2025

GS TEAM

Google News
Google News
પાર્ટીમાં જવા ઝટપટ હેરસ્ટાઈલ કરો                        . 1 - image

પાર્ટીમાં જવું હોય કે પછી ડેટ પર સમજાતું નથી કે વાળને સ્ટાઈલિશ લુક કેવી રીતે આપવામાં આવે, કારણ કે દરેક વખતે એ શક્ય નથી હોતું કે પાર્લર જઈને હેરડ્ કરાવવામાં આવે. આ સ્થિતિમાં યુક ચેન્જ કરવાની સૌથી સરળ રીત છે હેરસ્ટાઈલમાં પરિવર્તન કરવું. વાળને ડિફરન્ટ લુક આપવો જ હેરસ્ટાઈઝિંગ કહેવાય છે અને અલગઅલગ પ્રસંગે અલગઅલગ હેરસ્ટાઈલ બનાવવી દરેકને ગમે છે.

છોકરીઓ અને મહિલાઓની આ ઈચ્છાને ઘ્યાનમાં રાખતા દિલ્લી પ્રેસ દ્વારા એક કાર્યક્રમમાં બ્યુટિશિયન અને હેરસ્ટાઈલિસ્ટ પરમજીત સોમે કેટલીક ક્વિક હેરસ્ટાઈલ બનાવવાની રીત જણાવી, જેથી તમે લુકમાં પરિવર્તનની સાથેસાથે સ્ટાઈલિશ પણ દેખાઈ શકો છો :

બ્રાઈડલ કે પાર્ટી હેરસ્ટાઈલ : 

આ હેરસ્ટાઈલ બ્રાઈડ અને પરિણીત યુવતી પર ખૂબ શોભે છે. આ બનાવવા માટે પહેલા વાળમાંથી ગૂંચ કાઢો. પછી ફ્રન્ટના થોડા વાળને સોફ્ટ લુક માટે છોડી દો અને બાકીના વાળમાં બેકકાંબ કરતા સ્પ્રે કરો. પછી થોડાઘોડા વાળ લઈને બનાવીને જૂડો બનાવતા જાઓ. જૂડાની ફાઈનલ ફિનિશિંગ ઈનલિજિબલ જુડા પિનથી કરો. પછી જ્વેલરીને મેચિંગ સિલ્વર કે ગોલ્ડન મેચિંગ સ્વર્લ્ડ ફ્લાવર્સ કે પિન લગાવો.

ગર્લિશ લુક હેરસ્ટાઈલ :

 આ હેરસ્ટાઈલ માટે વાળને આયર્ન રોડથી સીધા કરો અને આગળના વાળને હળવા હાથથી બકકોમ્બિંગ કરતા પફ બનાવો. જો પફ ન ગમતો હોય તો વાળને પફ બનાવ્યા વિના બેકકોમ્બિંગ કરેલા વાળને સાઈડમાં પિનઅપ કરો. આ પ્રકારની હેરસ્ટાઈલમાં વેલ્ડ પિનનો ઉપયોગ કરીને સ્ટાઈલિશ લુક મેળવી શકાય છે.

પફ વિથ લેયર્સ હેરડૂ : 

અડધાથી વધારે વાળને એક બાજુ લો અને આગળ થોડા વાળ છોડો. પાછળના વાળને કોબ કરીને રબરબેંડથી ચોટી બનાવો. આગળના થોડા વાળને છોડીને બાકીના વાળને પાછળ લઈને લેયર્સમાં એકકીંબ કરો. ત્યાર પછી કૉંબ કરતા પફ બનાવો. ફ્રન્ટ લુક માટે આગળના થોડાથોડા વાળને ઉઠાવતા ટ્વિસ્ટ કરતા પફ કરી અટેચ કરતા જાઓ. પાછળના બચેલા વાળનો ફ્રેન્ચ રોલ બનાવો અને રફ વાળને એકકૉંબ કરો. બધા વાળને નેટમાં લો અને રાઉન્ડરાઉન્ડ કરતા ફ્રેન્ચ રોલનો શેપ આપતા પિનઅપ કરી આટફિશિયલ ફૂલથી સજાવો.

લો સાઈડ બન : 

આ હેરસ્ટાઈલ લાંબા વાળ માટે પરફેક્ટ છે. આ હેરસ્ટાઈલ બનાવવા માટે ઈયર ટ ઈયર પાર્ટ કરો અને પાછળથી બચેલા વાળને રબરબેંડની મદદથી પોનીટેલ બનાવો. ત્યાર પછી રબરબેંડના બદલે સ્ટફિંગ રાખીને જૂડો પિનથી લોક કરો. પછી પોનીટેલના વાળને ૪ ભાગમાં વહેંચો અને સોફ્ટ બેકકોમ્બિંગ કરતા બ્રશથી નીટ કરતા જાઓ અને પ બનાવીને જૂડામાં ફિક્સ કરતા જાઓ અને બનનો લુક આપો.

ત્યાર પછી જો ફોરહેડ બ્રોડ હોય તો આગળના વાળને ફોરહેડ પર એ રીતે સેટ કરો, જેથી ફોરહેડની બ્રોડનેસ ઓછી દેખાય. બાકીના વાળને પાછળ વધેલા વાળના બનની નીચે સેટ કરો. અંતે બનને રેડ રોઝથી એક્સેસરાઈઝ કરી ફિનિશિંગ ટચ આપો.

મેસી બ્રેડ લુક : 

સૌ પ્રથમ વાળને હોટ આયર્ન રોડની મદદથી ટોંગ્સ બનાવો, પછી ટૉસને આંગળીની મદદથી સોફ્ટ કરો. પછી સાઈડમાંથી પાર્ટ કરતા કેટથી ઘોડા વાળને છોડો અને સેન્ટર ઓફ ધ હે૨માં મેસી બ્રેડ બનાવો અને બ્રેડને થોડું લીઝ કરો. આ રીતે પાછળના વાળની અનેક બ્રેડ બનાવો અને તેમને પણ બૂઝ કરતા જાઓ. બ્રેડ બનાવતી વખતે થોડા વાળ છોડો. ફ્રન્ટના વાળના અલગઅલગ સ્પ્રિંગ લેતા કર્લ કરો અને વાળને હળવા ટ્વિસ્ટ કરો. પાછળ બનેલ બધી બ્રેડની નોટ બાંધો અને પિનથી સેટ કરો. પછી નાનાનાના ફ્લાવરથી એક્સેસરાઈઝ કરો.

સ્ટાઇલિંગ પ્રોડક્ટર સ્પ્રે

કોઈ પણ હેરસ્ટાઈલ કે હેરડૂ કરતી વખતે હેર એના વારંવાર ઉપયોગ કરવામાં આવે છે. શું હેર સ્પે હેરસ્ટાઇલ બનાવવા માટે જરૂરી હોય છે? આ સવાલ મોટાભાગે મહિલાઓના મનમાં ઊઠે છે. હા, હેરસ્ટાઇલિંગ કરતી વખતે હેર સ્પ્રે ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવે છે, કારણ કે હેર સ્પ્રેની મદદથી હેરસ્ટાઇલને લાંબા સમય સુધી તેવી જ રાખી શકાય છે. હેરસ્પ્રેથી વાળમાં શાઈન આવવાની સાથેસાથે તે સોફટ પણ થઈ જાય છે. તેની સાથે તમે તેને જે સ્ટાઇલમાં સેટ કરવા ઇચ્છો હેરસ્પ્રે તેને સેટ કરવામાં મદદ કરે છે. તે સિવાય હેર સ્પ્રે વાળને ચિપચિપા નથી કરતા અને સાથે કલર કરેલા વાળ પર એક લેયર બનાવે છે, એટલું જ નહીં. સૂર્યના હાનિકારક કિરણોથી પણ વાળને બચાવે છે. તમે જરૂર પ્રમાણે એસપીએફ યુક્ત હેર સ્પ્રે પસંદ કરી શકો છો.

- અવન્તિકા