Get The App

દાવત : જીભનો ટેસ્ડો પૂરો કરતી વાનગીઓ

Updated: Feb 9th, 2026

GS TEAM

Google News
Google News
દાવત : જીભનો ટેસ્ડો પૂરો કરતી વાનગીઓ 1 - image

મકાઈના પકોડા

  સામગ્રી : ડુંગળી ૧ નંગ, બાફેલી મકાઈના દાણા ૧,૧/૨ વાટકી (૧ા વાટકી), મીઠુ સ્વાદ મુજબ, અધકચરા વાટેલા સુકા ધાણા ૧ ચમચી, વરિયાળી ૧ ચમચી, આદુ- મરચાંની પેસ્ટ ૧ ચમચી, સમારેલા લીલામરચાં બે નંગ, મરીનો ભુક્કો ૧/૪ ચમચી, હિંગ-ચપટી, ચાટ મસાલો ૧/૨ ચમચી, કોથમીર ૧/૨ કપ, લીંબુનો રસ ૧ ચમચી, ચણાનો લોટ બે ચમચી, કોર્નફ્લોર ૧ ચમચી, ચોખાનો લોટ ૧ ચમચી, પાણી ૧ થી ૨ ચમચી, હળદ૨ ૧/૪ ચમચી, લાલ મરચું ૧/૪ ચમચી, ચોખાનો લોટ ૧ ચમચી, પાણી ૧ થી ૨ ચમચી, હળદર ૧/૪ ચમચી, લાલ મરચું ૧/૪ ચમચી અને ગરમ તેલ ૧ ચમચી અને તળવા માટે તેલ, ચાટ મસાલો પકોડા પર ભભરાવવા માટે.

  રીત : સૌપ્રથમ ડુંગળીને સમારી લો. પછી મિકસર જારમાં બાફેલી મકાઈના આખા દાણા લઈ અધકચરા કરી લો. હવે એક બાઉલમાં ડુંગળી, બાફેલી મકાઈના આખા દાણા અને મીઠું લઈને ભેગુ કરી પાંચ મિનિટ રહેવા દો. પછી તેમાં અધકચરા સુકા ધાણા, વરિયાળી, આદુ-મરચાંની પેસ્ટ, લીલા મરચાં, હિંગ- મરીનો ભૂકો, ચાટ મસાલો અને કોથમીર ઉમેરી ભેગું કરી લો. ત્યાર બાદ તેમાં ક્રશ કરેલી મકાઈ ઉમેરી ભેગું કરી તેમાં ચણાનો લોટ, કોર્નફલોર અને ચોખાનો લોટ ઉમેરી બરાબર ભેગું કરી લો. પછી છેલ્લે તેમાં પાણી, હળદર, લાલ મરચું તેમ જ ગરમ તેલ ઉમેરી ભેગું કરી ખીરૂ તૈયાર કરી ગરમ તેલમાં પકોડા ઉતારી બદામી થાય ત્યાં સુધી તળી લો, પકોડા સરસ તળાય જાય પછી સવગ પ્લેટમાં લઈ પોલ પર ચાટ મસાલો ભભરાવી કેશ-અપ સાથે સર્વ કરો. તૈયાર છે  મકાઈના પકોડા. 

નિરોગી મગ ટોસ્ટ સેન્ડવીચ

 સામગ્રી:  બાફેલાં લીલા મગ બે કપ, બ્રેડ સ્લાઈસ ૮ નંગ, સમારેલી ડુંગળી ૧ નંગ, સમારેલું કેપ્સીકમ ૧ કપ, બાફેલા બટાકા બે નંગ, મીઠું સ્વાદ મુજબ, સેન્ડવીચ મસાલો ૧ ચમચી, ગરમ મસાલો ૧ ચમચી, લીંબુનો રસ બે ચમચી, સમારેલી કોથમીર, લીલી ચટણી, બટર, છીણેલું ચીઝ.

   રીત:  એક બાઉલમાં પુરણ તૈયાર કરવા માટે બાફેલા બટાકાનો માવો, સમારેલી ડુંગળી કેપ્સીકમ અને બાફેલા મગને મિક્સ કરો. તેમાં સેન્ડવીચ મસાલો, ગરમ મસાલો, સમારેલી કોથમીર, છીણેલું ચીઝ, સ્વાદ મુજબ મીઠું અને લીંબુનો રસ મિક્સ કરો. બ્રેડ સ્લાઈસ પર બટર અને ગ્રીન ચટણી લગાવી તૈયાર કરેલ સ્ટફિંગને પાથરો. ત્યાર બાદ ટોસ્ટરમાં મૂકી સેન્ડવીચને સારી રીતે ટોસ્ટ કરો. સ્વાસ્થ્યવર્ધક સેન્ડવીચને ટોમેટો કેચ-અપ સાથે સર્વ કરો.

મગ સૌને ભાવતા અને પચવામાં હલકા છે. મગને ફણગારીને પણ તેનો ઉપયોગ થાય છે. ફણગાવેલા મગને સલાડમાં નાખી ખાઈ શકાય છે. ફણગાવેલા મગના ઢોસા, ચિલ્લા અને ઢોકળાં બનાવી શકાય છે. ફણગાવેલા મગ કાચા ખાવાથી સારા પ્રમાણમાં પ્રોટીનની જરૂરિયાત પૂરી કરે છે તેમ જ ચામડી અને વાળને સ્વસ્થ રાખે છે. મગને ફણગાવવાથા તેનો ગ્લોસેમિક ઈન્ડેક્સ ઓછો થાય છે જેથી લોહીમાં શર્કરા વધતી નથી અને અનેક રોગો થવાની શકયતા રહેતી નથી. 

દાળ-પનીર પકોડા

  ખીરૂ બનાવવા માટે : પલાળેલી મગની દાળ ૧ કપ, મીઠું સ્વાદ પ્રમાળું, હળદર ચપટી, પાણી જરૂર મુજબ, ચણાનો લોટ બે ચમચી, હિંગ ૧ ચમચી, આદુ-મરચાં લસણની પેસ્ટ ૧ મોટી ચમચી, ગરમ તેલ ૧ ચમચી.

  ચટણી બનાવવા માટે : ફુદીનો ૧/૨ કપ, કોથમીર ૧/૨ કપ, લીલા મરચાં ૩ નંગ, આદુ ૧ ટુકડો, દાળિયા ૩ મોટી ચમચી, લીંબુનો રસ ૧ ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, જીરૂ ૧/૨ ચમચી, પાણી જરૂર મુજબ, પનીરની સ્લાઈસ જરૂર મુજબ, તેલ તળવા માટે.

  રીત : સૌપ્રથમ ખીરૂ બનાવવા માટે મિકસર જારમાં પલાળેલી મગની દાળ, મીઠું, હળદર લઈ ક્રશ કરી પાછી ઉમેરી ફરી ક્રશ કરી મિશ્રણને એક બાઉલમાં ઢાંકીને ૧૦ મિનિટ માટે રેસ્ટ આપી દો.

ચટણી બનાવવા માટે મિકસરમાં ફૂદીનો, કોથમીર, લાલ મરચું, આદુ, દાળિયા, લીંબુનો રસ અને મીઠું, જીરૂ લઈ ક્રશ કરી પાણી ઉમેરી ફરીથી ક્રશ કરી ચટણી તૈયાર કરી લો. હવે પનીરની સ્લાઈસ પર તૈયાર કરેલી ચટણી મૂકી બીજી પનીરની સ્લાઈસથી કવર કરી સેન્ડવિચ તૈયા૨ કરી લો. રેસ્ટ આપી દીધેલાં મિશ્રણમાં ચણાનો લોટ, હિંગ, આદું-મરચાં લસણની પેસ્ટ ઉમેરી તેને ફીણી છેલ્લે તેમાં ગરમ તેલ ઉમેરી બરાબર ભેગું કરી ખીરૂ તૈયાર કરી તેમાં તૈયાર કરેલી પનીરની સેન્ડવીચને ડૂબાડી ગરમ તેલમાં તળી બદામી થાય ત્યાં સુધી તળીને પીડા તૈયાર કરી લો. પકોડા સરસ તળાય જાય એટલે ગરમાગરમ સર્વ કરી, પકીડા સાથે કેચ-અપ સર્વ કરો.

કોબીજ પનીર પરોઠા

સામગ્રી : ઘઉંનો લોટ ૧ કપ, મીઠું સ્વાદ પ્રમાણે, તેલ ૧ ચમચી, દહીં ૧ ચમચી, પાણી જરૂર મુજબ.

પુરણ બનાવવા માટે : છીણેલી કોબીજ ૭૦ થી ૮૦ ગ્રામ, છીણેલું પનીર ૫૦ થી ૬૦ ગ્રામ, સંચળ પાવડર ૧/૪ ચમચી, શેકેલુ જીરૂ પાવડર ૧/૨ ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, લાલ મરચું પાવડર ૧ નાની ચમચી, ચાર મસાલો ૧/૨ ચમચી, તેલ શેકવા માટે, કોથમીર ફુદીનાના પાન ૧૦ થી ૨૦ લેવાના.

રીત : સૌ પ્રથમ લોટ બાંધવામાં કથરોટમાં ઘઉંનો લોટ, મીઠું અને તેલનું મોણ નાખી મસળી લ્યો. પછી તેમાં દહીં અને પાણી નાખી લોટ બાંધી લો પછી લોટને બાંધીને ૧૦ મિનિટ રેસ્ટ આપો. પુરણ બનાવવા માટે એક બાઉલમાં કોબીજને છીણી લ્યો. તેમાં પનીર, કોથમીર, ફુદીનો, લીલા મરચાં, ચાટ મસાલો, સંચળ પાવડર, પાઉંભાજી મસાલો, શેકેલા જીરાનો પાવડર, મીઠું અને લાલ મરચું ઉમેરીને બરાબર ભેગું કરીને પુરણ તૈયાર કરી લ્યો. લોટને રેસ્ટ આપી દીધા બાદ તેના લુવા કરી હાથમાં લઈ વાટકી જેવો સેઈફ આપી તૈયાર કરેલું પુરણ ભરી લો. પછી પરોઠું વણી પરોઠા તવા પર મૂકી ધી અથવા બટરથી શેકી લો. બંને બાજુ બરાબર શેકી લો પછી પરોઠાને સવગ ડીશમાં લઈ તેનાં પર બટર મૂકી દહીં સાથે સર્વ કરો.

- હિમાની