જૂના જમાનાંથી જ હીરાને સ્ત્રીઓ માટે સૌથી પરફેક્ટ અને કિંમતી રત્ન ગણવામાં આવ્યો છે. જોકે હવે ટ્રેન્ડ બદલાઈ રહ્યો હોય એવું લાગે છે. છેલ્લા કેટલાક સમયથી ટ્રેડિશનલ ડાયમન્ડ અને ગોલ્ડને બદલે જુદી-જુદી ટાઈપની એન્ગેજમેન્ટ રિંગ લોકો પ્રિફર કરી રહ્યા છે. આ સિવાય માણેક, નીલમ, એમરલ્ડ જેવા પ્રેશિયસ સ્ટોનનો પણ એન્ગેજમેન્ટ રિંગ બનાવવામાં ઉપયોગ થઈ રહ્યો છે. જોઈએ હાલમાં શું વધુ ચાલી રહ્યું છે.
સેફાયર
સેફાયર અથવા પોખરાજને હીરાનો વિકલ્પ માનવામાં આવી રહ્યો છે. આમ પણ સેફાયર એ સૌથી સુંદર જેમ સ્ટોનમાંનો એક છે. સેફાયરની હાઈલાઈટ છે તેની કિંમત. સેફાયર જ્વેલરીની કોસ્ટ હીરાની જ્વેલરીની સરખામણીમાં ઓછી હોય છે અને એ થોડા હટકે અને ક્લાસી પણ લાગે છે. સેફાયરનો ટીપ ચીઝ શેડ પણ એને હીરાની ભીડમાં નોખો પાડે છે. બીજો પ્લસ પોઈન્ટ એ છે કે સેફાયર પીળાથી લઈને બ્લુ અને પિન્ક સુધી ઘણા બધા રંગોમાં મળી રહે છે.
સેફાયરની ચમક ખૂબ સારી હોય છે તેમ જ એનો કટ પણ જુદો હોય છે. માર્કેટમાં ચોરસ, લંબગોળ અને ગોળ જેવા શેપ્સ સેફાયરમાં મળી રહે છે. સેફાયરની પસંદગી કરવાનું બીજું એક કારણ એ પણ છે કે સેફાયર હીરા પછી દુનિયાનો સૌૈથી કઠણ સ્ટોન ગણાય છે. માટે જ સેફાયરને મજબૂત ગણીને સગાઈ જેવા સંબંધને સદા યાદગાર બનાવવા માટે આ સ્ટોનની પસંદગી કરવામાં આવે છે.
એમરલ્ડ
એમરલ્ડ પણ છેલ્લાં થોડાં વર્ષોમાં ખૂબ પૉપ્યુલર બન્યો છે. એમરલ્ડનો ફાયદો એ છે કે એ સુંદર તો લાગે છે સાથે-સાથે અફોર્ડેબલ પણ છે. એમરલ્ડ સ્ટોન એના ઘેરા લીલા રંગને લીધે બીજી જ્વેલરીમાં ઊઠીને દેખાય છે. રીઝનેબલ કોસ્ટને લીધે આ સ્ટોનની એન્ગેજમેન્ટ રિંગ ગમે એ ક્લાસના લોકો પોતાના લાઈફપાર્ટનર માટે સિલેક્ટ કરી શકે છે. રિંગમાં મોટો એમરલ્ડ સ્ટોન એકલો અથવા એની ફરતે ઝીણા ડાયમન્ડ્સ જડીને બનાવી શકાય. ટિપિકલ ડાયમન્ડની રિંગ કરતાં આ કોન્સેપ્ટ થોડો અલગ લાગશે.
ડાયમન્ડ રિંગને જુદી-જુદી પેટર્ન અને ડિઝાઈનમાં જડવામાં આવે છે અને એ જ રીતે અને પણ સ્ત્રીઓનું દિલ જીતી લે એવી ડિઝાઈનોમાં કંડારવામાં આવે છે. એમરલ્ડની જેમ જ રૂબીનો ઉપયોગ પણ હવે જોગવાઈની વીંટી વધ્યો છે.
પ્લેટિનમ
ગોલ્ડ અને સિલ્વરથી આગળ વધીને આજના યુવાનો પ્લેટિનમ એન્ગેજમેન્ટ રિંગ તરફ વળ્યા છે. પ્લેટિનમ રિંગ ખૂબ જ સિમ્પલ હોય છે, પરંતુ એમાં મોટા ભાગે કપલ રિંગ મળે છે. જે અન્ગેજમેન્ટમાં કપલ્સ એકબીજાને પહેરાવે છે. આ બન્ને રિંગની ડિઝાઈન ઓલમોસ્ટ સેમ હોય છે. આજકાલ પીળા સોના કરતાં સિલ્વર પ્લેટિનમ અને એના પર ડાયમન્ડ્સ અથવા પ્લેન ડિઝાઈન વધુ ચાલી રહી છે.
મીનાકારી અને થેવા
હવે ફરી પાછો મીનાકારી અને રંગીન જ્વેલરીનો ટ્રેન્ડ આવ્યો છે. રાજસ્થાનના ફેમસ કોન્સેપ્ટ થેવાની બધી જ જ્વેલરી આજકાલ ટ્રેન્જમાં છે. થેવા સાથે મીની અને જેમસ્ટોન તેમ જ મોતી પણ વાપરવામાં આવે છે, જે સુંદર લાગે છે.
ડાયમન્ડની એન્ગેજમેન્ટ રિંગ પૂરી રીતે આઉટ થઈ ગઈ છે એવું પણ ન કહી શકાય, પરંતુ એમાં ડિઝાઈનના ટ્રેન્ડ્સ જરૂર બદલાયા છે.
મેટ્રો સિટીનાં મોડર્ન કપલ્સ હવે એક સ્ટેપ આગળ વધીને એન્ગેજમેન્ટને લાઈફટાઈમ કમિટમેન્ટ બનાવી રહ્યા છે અને એ પણ ટેટુરૂપે જેને રિંગની જેમ કાઢીને મૂકી નહીં શકાય બલ્કે જીવનભર એ ટેટૂ તમારી સાથે જ રહેશે. આજકાલ એન્ગેજમેન્ટ રિંગ જે આંગળીમાં પહેરવાની હોય એ આંગળી પર રિંગને બદલે પોતાના પાર્ટનરના નામનો પહેલો અક્ષર અથવા આખું નામ લખી લેવામાં આવે છે.


