Get The App

સ્વાદિષ્ટ સોલ કઢી સ્વાસ્થ્ય માટે પણ બહુ સારી

Updated: Aug 18th, 2025

GS TEAM

Google News
Google News
સ્વાદિષ્ટ સોલ કઢી સ્વાસ્થ્ય માટે પણ બહુ સારી 1 - image

મોટા ભાગે ચટાકેદાર સ્વાદિષ્ટ વાનગીઓ આપણા ંસ્વાસ્થ્ય  માટે બહુ સારી નથી હોતી. પરંતુ  મહારાષ્ટ્રના  કોંકણ પ્રદેશમાં  શોધાયેલી  ટેસ્ટી સોલ કઢી એમાં  એક સુખદ અપવાદ છે. સોલ કઢી  ઘણાંએ  ખાધી હશે. પણ એના  હેલ્થ  બેનિફિટ્સથી ઘણાં લોકો અજાણ છે.  ખરું પૂછો તો એ એક  હેલ્ધી સૂપ  છે. સોલ કઢીમાં  નારિયેળના ખોપરાનું દૂધ,  કોકમ, જીરું અને મરચાં  મુખ્ય સામગ્રી તરીકે વપરાય  છે.

અહીં   આપણે સોલ કઢી ખાવાથી સ્વાસ્થ્યને  મળતા  લાભો (હેલ્થ બેનિફિટ્સ) ની ચર્ચા કરવાના છીેએ.   એ જાણ્યા પછી   કોઈને પણ રોજ  કોકમનું આ સુપ પીવાનું મન થઈ જાય. સોલ બપોરના ભોજન  પછી પીવી જોઈએ.   એના હિલિંગ (ઉપચાર) ના ગુણધર્મોને કારણે એ અમુક બિમારીઓ આવતા રોકી શકે છે.  એ શરીરની  રોગપ્રતિકારક શક્તિ  (ઈમ્યુનિટી)  ને સશક્ત  બનાવવાનું કુદરતી  નુસખો છે.  ગૃહિણીઓ યુટયુબ પરથી સોલ કઢી બનાવવાની રીત આસાનીથી   શીખી શકે છે.  વળી,  સૌને પરવડે એવી આ કઢી  ઝડપથી   બનાવી શકાય છે.  આટલી પ્રાથમિક  માહિતી બાદ આપણે સોલ  કઢીના  એક પછી એક  હેલ્થ બેનિફિટ્સ પર નજર કરી લઈએ.

૧.  આ  દેશી સુપમાં કોકમ અને જીરું  પડતા હોવાથી  એ શરીરને  ઠંડક આપે છે.   એટલે જ ઉનાળામાં  એની વધુ જરૂર પડે  છે.  એ નચરલ કુલિંગ એજન્ટ  છે અને આપણા દેશની  ગરમ  આબોહવા  માટે આશીર્વાદ સમાન  છે.  ભારતમાં મહારાષ્ટ્ર  અને ગુજરાત સહિતના ભાગોમાં  સોલ કઢી બપોરના  ભોજનસાથે  ખવાય છે.  ગુજરાતી કઢીની જેમ એ ઘટ્ટ  પ્રવાહી  વાનગી છે. એક વાટકો સોલ કઢી  બળબળતા ઉનાળામાં  દેહને તાજગી, સ્ફૂર્તિ  અને ઠંડક આપે  છે. 

૨.  વડીલોને   મોટાભાગે કબજિયાતની અને અતિસાર (ઝાડા)ની  તકલીફ રહે છે. સોલ કઢી પાચનતંત્ર માટે સારી હોવાથી  એ પીવાથી કબજિયાત જેવી પેટની સમસ્યાઓમાં  રાહત મેળવી શકાય છે.

૩.  તમને જાણીને નવાઈ લાગશે  કે સોલ કઢી માઈગ્રેન્સ  (આધાશીશી)ની બિમારી   આવતા રોકે છે.  કામના બોજને લીધે કેટલાક  નોકરિયાતોેને  અવારનવાર  માથુ   દુ:ખે છે. એમણે આડઅસરો  ધરાવતી ગોળીઓ ગળવાને બદલે  સોલ કઢી નિયમિત  પીવાના નિયમ બનાવવો  જોઈએ.

૪.  એ પાચનતંત્રને સાફસૂથરું  (ક્લિન) રાખવાનું   કામ કરે છે.પાચનતંત્ર   પૂરેપૂરું  ક્લિન રહે ત્યારે આપણે  બહુ હળવાશ   અનુભવીએ છીએ. પાચનતંત્ર  ચોખ્ખુ  હોય  ત્યારે આપણું  બોડી ખોરાકને સારી રીતે શોષી  શકે છે.  સોલ કઢીના નિયમિત  સેવનથી પાચનંતત્ર સાફસુથરું  રહેતા ગે, અપચા, કબજિયાત, છાવીમાં બળતરા અને અતિસાર  જેવી પેટની વિવિધ સમસ્યાઓ  નિવારી શકાય છે.

૫.પોતાના વજન સંબંધમાં   એકદમ સજાગ રહેતા યવાનો જાણી લે કે સોલ કઢી વજન  યુવાનો જાણી  લે છે  સોલ કઢી વજન  ઉતારવામાં પણ મદદરૂપ  થાય છે.  એનું નિયમિત  સેવન આપણા શરીરની  ચયાપચય ક્રિયા (મેટાબોલિઝમ)  ને ગતિ  આપતું હોવાથી  વેઈટ લોસના  ટાર્ગેટને  વહેલો પુરો કરી  શકાય છે. 

૬.  કોઈને અવારનવાર  ઉબકા આવે કે બકારીની  ફરિયાદ રહેતી  હોય તો સોલ કઢી  એનો ઉત્તમ  ઈલાજ બની શકે છે.  સોલ કઢીને   રોજ લંચમાં સામેલ કરવાથી  થોડા  દિવસમાં  જ એમને ફરક  દેખાશે.

૭.  આપણી  ચામડી માટે  પણ કોકમની  આ કઢી  ગુણકારી  ઔષધનું  કામ કરે છે.  એ  ત્વચા પર  ફોલ્લીઓ થતાં  રોકે છે અને થી હોય તો  એ મટાડી પણ દે છે.  કોઈને એક યા બીજી કારણસર  ફોલ્લીઓ  થઈ હોય તો થોડા દિવસો સોલ કઢી પીવાથી  એ મટી જાય  ે. એ ઉપરાંત,  આ સુપ ચામડીને વધુ   કોમળ અને  આકર્ષક  બનાવવાનું કામ પણ કરે છે.

 ૮.  અને  છેલ્લી  પણ સૌથી  અગત્યની  વાત એ   કે સોલ કઢીનું સેવન  હૃદયની  બિમારીઓ થતા પણ  રોકી શકે છે.  એ તમારા શરીરને  કેન્સર અને ડાયાબિટિસ જેવી ગંભીર  વ્યાધિઓ  સામે રક્ષણ પૂરું પાડે છે.  સોલ કઢીમાં  એન્ટીઓઓક્સિડન્ટ્સ ભરપુર  પ્રમાણમાં   હોવાથી એ આપણી ઈમ્યુનિટીને વધુ   બળકટ  બનાવી કેન્સર થવાનું જોખમ  ઓછું કરે છે.

- રમેશ દવે