તમારામાં કોઈ એવી વિશેષતા છે જે તમને વ્યક્તિગત રીતે પસંદ હોય જેમ કે - ભૂરી આંખોે, કાળા રેશ્મી સુંદર વાળ વગેરે વગેરે.... જે પણ છે એ અન્ય લોકોેને પણ સુંદર લાગતું હશે. આ સુંદર ફીચર્સ પર ધ્યાન આપીને એને તમે વધુ આકર્ષક અને સુંદર બનાવી શકો છો. જેમ કે, ખરેખર તમારી આંખ સુંદર અને આકર્ષક હોય તો વ્યવસ્થિત આઈ મેકઅપ કરીને તમે એને વધુ આકર્ષક બનાવી શકો છો.
અને જો તમારી ડોક લાંબી અને પાતળી ન પણ હોય તો વી-નેક ટોપ પહેરીને અથવા તો શોર્ટ હેર કટ કરાવીને એને આકર્ષક બનાવી શકો છો. આ સિવાય તમે મેકઅપ સાથે પણ અવનવા પ્રયોગ કરી શકો છો. જો કે તાજેતરમાં જાહેર થયેલા એક સંશોધનના તારણ મુજબ પુરુષો લાઈટ મેકઅપ કરનારી મહિલાઓ પ્રત્યે વધુ આકર્ષાય છે.
કોઈની આકર્ષક લાગતી સ્ટાઈલની કોપી કરવા કરતા ખુદનું સ્ટાઈલ- સ્ટેટમેન્ટ બનાવો. તમે ફક્ત સિમ્પલ જીન્સ- ટી-શર્ટ પહેરીને પણ સુંદર દેખાય શકો છો. તમે જે પોશાક પહેરી રહ્યા છો. જો એમાં તમને કમ્ફર્ટેબલ લાગતું હોય તો તમે એક આત્મવિશ્વાસ સાથે ઘરની બહાર પગ મૂકી શકશો. તમારી સ્ટાઈલ, તમારા વ્યક્તિત્વની અભિવ્યક્તિ હોવી જોઈએ.
જો તમને ઊંચી એડીના સેન્ડલથી નફરત હોય અથવા હાઈ-હીલ્સ ન ફાવતી હોય તો એ પહેરવાનું ટાળવું જોઈએ. જો તમને મેકઅપ કરવાનું પસંદ હોય તો મેકઅપ કરો. પણ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તમારી સ્ટાઈલ તમારા વ્યકિત્વની અભિવ્યક્તિ કરાવે તેમ જ તમને વધારે સુંદર દેખાવામાં મદદરૂપ બની રહે. તમારી સ્ટાઈલને આકર્ષક બનાવવા માટે ફિટીંગ વાળા પોશાક પહેરવા જરૂરી ... ઢીલા ઢફ કપડાં પહેરીને તમારી કામણગારી કાયાને છુપાવવી જોઈએ નહીં.
પોશાકની વ્યવસ્થિત પસંદગી કર્યા બાદ તમારી હેર સ્ટાઈલ પર ધ્યાન આપો, જે તમને વધારે સુંદર દેખાવામાં મદદ કરે એવી હેર સ્ટાઈલની પસંદગી કરો અને વાળની નિયમિત સાર-સંભાળ લો.
કાંઈ ફર્ક નથી પડતો કે તમારા વાળનો રંગ અને લંબાઈ કેટલી છે એક સ્ટાઈલ હશે જે એની સુંદરતામાં વધારો કરશે. તમારી હેર સ્ટાઈલ સતત આકર્ષક લાગે એટલે એમા નિયમિત બદલાવ લાવો. જ્યાં સુધી તમને પરફેક્શન ન મળે.
કેટલાકને લાંબા વાળ ધરાવનાર યુવતી પસંદ પડે છે તો કેટલાકને ટૂંકાવાળ વાળી પણ તમારા ચહેરાના આકારને અનુરૂપ તમે વાળની લંબાઈ રાખી શકો છો.
- સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ જ છે કે તમે સ્વસ્થ રહીને વધારે સુંદર અને આકર્ષક દેખાઈ શકો છો. પોતાની સાર- સંભાળ લઈને તમે તમારા કુદરતી સૌૈંદર્યને બહાર લાવી શકો છો. આમ તમારી જાતને પ્રમ કરો અને નીખારો. અને એક સ્વસ્થ દિનચર્યાનું પાલન કરો.
- ત્વચાને કોમળ અને ચમકદાર બનાવવા અઠવાડિયામાં એક વખત ચહેરા પર સ્ક્રબ કરો. તેમ જ ત્વચાને નિયમિત મોઈશ્ચરાઈઝ કરતા રહો.
- શરીરને સ્વસ્થ રાખવા માટે પૌષ્ટિક આહારનું સેવન કરો. ત્વચાને સ્વચ્છ રાખવા તેમ જ શરીરમાંથી નકામા કચરાને દૂર કરવા માટે પ્રમાણસર પાણી પીવો. આ સિવાય નિયમિત વ્યાયામ અથવા યોગ કરો.
- દરરોજ સાત-આઠ કલાકની ઊંઘ લો.


