Get The App

સગપણ સમયના સાજ શણગાર .

Updated: May 25th, 2026

GS TEAM

Google News
Google News
સગપણ સમયના સાજ શણગાર                                     . 1 - image

- મૂરતિયો જોવા જતી કન્યાનો ડ્રેસકોડ

આજના જમાનામાં લગ્ન કરતાં પૂર્વે યુવક- યુવતી એકબીજાને જોવા-મળવાનું પસંદ કરે છે. વડીલોને પણ સગપણ પૂર્વેના આ ઈન્ટરવ્યૂ સામે કોઈ વાંધો નથી.

સ્વાભાવિક છે કે વડીલોએ ગોઠવેલા લગ્ન પૂર્વેના આ મિલન વખતે છોકરા-છોકરી જિંદગીનો મહત્ત્વનો નિર્ણય લેવાના હોય ત્યારે તેઓ દરેક બાબતનો કાળજીપૂર્વક વિચાર કરે છે. તેમાંય મૂરતિયો જોવા જતી વખતે કેવો પોશાક પહેરવો, કેવો મેકઅપ કરવો એ બાબતમાં કન્યાઓ ખૂબ ચીવટ રાખે છે.

મુંબઈમાં દસેક હજાર કન્યાઓ માટે યોગ્ય મુરતિયા શોધનારી એક મેરેજબ્યુરો સંસ્થામાં કામ કરતી નીતા શાહ નામની યુવતીને અમે પૂછયું કે લગ્નોત્સુક યુવતીઓ મુરતિયા જોવા આવે ત્યારે પોતે કેવી ફેશનના કપડાં પહેરે કે મેકઅપ કરે છે? તોજવાબમાંજાતજાતની વાતો જાણવા મળી. સાથે સાથે એ જાણવા મળ્યું કે આજના આધુનિક જમાનામાં પણ યુવક યુવતીઓ કેવા કેવા ભ્રમમાં રાચે છે.

વૈષ્ણવ કન્યા મુરતિયો જોવા આવે તો સાડી પહેરીને આવે છે. જૈન કન્યાઓ સલવાર અને કમીઝ પહેરીને આવે છે. મુંબઈગરા શોખીન મુરતિયાને પંજાબીડ્રેસવાળી યુવતી વધુ પસંદ પડે છે. ઘણી કન્યા રૂ.૧૫૦૦૦થી ૪૦,૦૦૦ની કિંમતના ચૂડીદાર પહેરીને આવે છે.

અમેરિકાથી આવતી ગુજરાતી કન્યામાંથી ઘણી છોકરીઓ જીન્સ પહેરીને સગપણ માટે ઈન્ટરવ્યૂ આપવા આવે છે. મુંબઈની ટ્રાવેલ એજન્સીમાં ઊંચો પગાર મેળવતી લીના શાહ નામની કન્યાની બે બહેનો અમેરિકામાંછે. મૂળ સૌરાષ્ટ્રની આ જૈન યુવતી સગપણ માટે ઈન્ટરવ્યૂ આપવા આવેતો જીન્સ પહેરે છે. કોઈ છોકરી મિડી પહેરીને આવે તો મુરતિયાઓને તે પસંદ પડતી નથી. મુરતિયો માની લે છે કે છોકરી વધુ પડતી મોર્ડન છે. કોઈ મુરતિયો ચંપલ પહેરીને આવે કે માથામાં તેલ નાખીને આવે તો ઘણી મુંબઈગરી કન્યા મુરતિયાને નાપાસ કરેછે. કેટલીક કન્યાએ કબૂલ્યું હતું કે છોકરો ચાલચલગતનો કેવો છે એ જોવા અમે એક અલગ રૂમમાં મળીએ ત્યારે છાતી પરથી દુપટ્ટો કે સાડી હઠાવી લઈએ છીએ અથવા સાડી સરી ગઈ હોવાનો ડોળ કરીએ છીએ. આ જોઈને પ્રતિભાવ કેવો હોય છે તેની પરખ મળે છે.