Get The App

ક્રિસમસના પર્વમાં ઘરને સજાવો આગવી સ્ટાઇલથી

Updated: Dec 29th, 2025

GS TEAM

Google News
Google News
ક્રિસમસના પર્વમાં ઘરને સજાવો આગવી સ્ટાઇલથી 1 - image

વિશ્વ આખામાં સાન્તા કલોઝના સ્વાગતની તૈયૈરી કરવામાં આવે છે. બાળકોને નવા વર્ષની ભેંટ વહેંચતા સાન્તા કલોઝના આગમનને કારણે ખાસ કરીને બાળકો અત્યંત રાજી અને રોમાંચિત હોય છે. સાન્તા કલોઝ અને ક્રિસમસ  આમ તો ખ્રિસ્તી ધર્મ સાથે વણાયેલા છે. પરંતુ વિશ્વના તમામ દેશોના નાગરીકો આ પર્વ દરમિયાન પોતાના ઘરને શણગારે છે. જો આ પર્વના દિવસોમાં પશ્ચિમના દેશોમાં બરફ વર્ષા થાય તો એને 'વ્હાઇટ ક્રિસમસ' તરીકે ઓળખાય છે. આમ બરફ પણ શણગારનું એક માધ્યમ બને છે. આ સંજોગોમાં ઘરની અંદર સાજ-સજાવટ પણ લોકો પસંદ કરતા હોય છે. ક્રિસમસની સાજ સજાવટ પણ ખાસ અંદાજથી કરવામાં આવે છે.

ઘરના મુખ્યદ્રારને સજાવો

સૌ પ્રથમ તો ઘરના મુખ્ય દ્રારને ફુલ, માળા, લાઇટ જેવી વિવિધ વસ્તુથી સજાવશો તો ઘરની શોભામાં ચાર ચાંદ લાગી જશે. આજુબાજુની દિવાલ પર લીલા ફર્નનો ઉપયોગ કરો. આ સિવાય સોનેરી અને લાલ બોલ લટકાવો. ફેરી ટેલનો અનુભવ કરવા માટે તમે ફેરી લાઇટસનો પણ પ્રયોગ કરી શકો છો.

સીલિંગ(ઘરની છત)ને સજાવો

 તમે ઘરની છતને સજાવા માટે બુબારા અને ક્રિસમસ બોલ્સનો ઉપયોગ કરી શકો છો. ક્રિસમસની સજાવટની સામગ્રી લઇને છત પર ડેકોરેશન કરો. તમે ચમકિલા વિન્ડ ચાઇમ્સ પણ લગાવી શકો છો. જયારે એમાંથી ધીમુ ધીમુ સંગીત વાગશે ત્યારે ઘરના સભ્યોના મન આંનદિત થઇ ઉઠશે.

ઘરને સુગંધથી મહેકાવો

ક્રિસમસના દિવસોમાં તમારા ઘરે મહેમાન આવે એ દરમિયાન ઘર સુગઘિત હોય તો યજમાનના મનમાં આત્મીયતા અને ખુશીની લાગણી ઉત્ત્પન્ન થશે. તમે તાજા ફ્રુટ કેકથી પણ ઘરને મહેકાવી શકો છો.તમે ઓવનમાં કેતકી રાખીને એમાં સંતરાના ફુલ કે લવિંગ રાખી શકો છો.આનાથી ઘર ફ્રેશ રહેશે. માત્ર મીઠાં પર્દાથ તરીકે જ નહીં પરંતુ આ ડીશ તમારા ઘરના વાતાવરણને મહેકાવી દેશે.

ટેબલને સજાવો- ક્રિસમસના તહેવારમાં મહેમાન નવાઝી કરવાનું મહત્વ છે. આ તહેવારમાં ખાણી-પીણીની બાબતો પર ધ્યાન આપવુ જોઇએ. અને ટેબલની સજાવટ કરતી વખતે નવા ટેબલ કલાથ્સનો ઉપયોગ કરશો તો અતિથ્ય ભાવના દીપી ઉઠશે. ઉપરાંત ટેબલ પર સુંગધિત મિણબતી પ્રગટાવી જોઇએ. બની શકે તો ટેબલની વચ્ચે બાઉલમાં ગુલાબની પાંદડીઓ વિખેરીને રાખો. 

રંગોળી બનાવો

ભારતમાં મહત્વના તહેવાર દરમિયાન ઘર આંગણે રંગોળી બનાવવાનું ચલણ છે. દિવાળી, પોંગલ, ઓણમ જેવા તહેવારોમાં રંગોળી બનાવવામંા આવે છે. આમ તમે ક્રિસમસ ટ્રી, સાન્તા કલોઝ અથવા નવા વર્ષની ઉજવણીને લગતી રંગોળી બનાવી શકો છો.

બલ્બને સજાવો-

જો તમારા ઘરે જુના બલ્બ પડયા હોય તો એના પર વિવિધ પેઇંન્ટિગસ કરી શકો છો. આ સિવાય બલ્બની અંદર રંગબેરંગી થર્મોકોલ અને ઉપર કલરફુલ રિબીન બાંધીને તમે લટકાવી શકો છો.

તમે રૂ અથવા પુંઠાની મદદથી સાન્તા કલોઝ બનાવી શકો છો. જો તમારા ઘરમાં બાળકો હોય તો તમે જાતે જ સાન્તા કલોઝ બનીને બાળકોને ગીફટસની વહેચણી કરી શકો છો. જો તમે તમારા બાળક માટે સાન્તાકલોઝ બની જાઓ તો એમની ખુશી ચારગણી વધી જશે..