Get The App

ઘરની દીવાલોને વોલ પેપરથી સજાવો .

Updated: Oct 27th, 2025

GS TEAM

Google News
Google News
ઘરની દીવાલોને વોલ પેપરથી સજાવો                           . 1 - image

દીવાલોને સજાવવાનો આ એક આસાન, એટ્રેક્ટિવ અને સ્ટાઈલિશ નુસખો છે. વિનાઈલ ગ્રાફિક્સ ઘરના કોઈ પણ રૂમ કે ખૂણાને ડિઝાઈનર લુક આપી શકે છે. ફક્ત દીવાલોને જ નહીં, ફર્નિચરમાં પણ ફ્લેટ સર્ફેસ પર આ વૉલ ડીકેલ લગાવી શકાય. ભલે આ વૉલ ડીકેલ એક સ્ટિકર જેવું લાગતું હોય, પરંતુ દીવાલ પર લગાવ્યા બાદ એ કોઈ પ્રોફેશનલ પેઈન્ટરે દીવાલ પર ડિઝાઈન પેઈન્ટ કરી હોય એવો લુક આપે છે. વિનાઈલને દીવાલ પર ચોંટાડવા માટે કોઈ પ્રકારના ગમની જરૂર નથી પડતી. અને એક વાર લગાવ્યા બાદ ત્રણેક વર્ષ સુધી એનો લુક યથાવત  રહે છે.

ઘર જ્યારે કોઈ થીમ સાથે ડેકોરેટ કર્યું હોય ત્યારે વૉલ ડીકેલ મદદરૂપ થઈ શકે છે. વિનાઈલનાં આ સ્ટિકર્સ જંગલ, પાર્ક, ગેલેક્સી તેમ જ રોજિંદી પ્રવૃત્તિઓની પ્રતિકૃતિ વગેરે ડિઝાઈનોમાં જોવા મળે છે અને આમાં કાર્ટૂન્સ તેમ જ વ્યક્તિનો જાણે પડછાયો પડતો હોય એવાં બન્ને ટાઈપનાં સ્ટિકર્સ મળી રહે છે. વૉલ ડીકેલમાં ફ્લાવર્સ, ઘાસ, વૃક્ષ, પક્ષીઓ અને પતંગિયા જેવી નેચરલ થીમ સૌથી વધુ ડિમાન્ડમાં છે અને એમાં વાપરવામાં આવેલા  અસ્સલ  ભાસતા  રંગોને કારણે એ વધુ સુંદર લાગે છે.

વૉલ ડીકેલ વિનાઈલનાં બનેલા એક પ્રકારનાં સ્ટિકર્સ છે અને લગાવવા માટે  અને કાઢવા માટે એની સાથે નિયમાવલી મળતી હોય છે. એમાં નાનકડી ભૂલ આખી દીવાલનો લુક બગાડી શકે છે. વૉલ ડીકેલને દીવાલ પર ચોંટાડતી વખતે સાવધાની રાખવામાં ન આવે તો એ ખરાબ થઈ શકે છે. આ સિવાય જે દીવાલ પર સીધો તડકો આવતો હોય ત્યાં વૉલ ડીકેલને લગાવવાથી એ વહેલા ડેમેજ થઈ જવાની શક્યતાઓ છે. આ સિવાય ડીકેલને દીવાલ પરથી કાઢવા માટેની રીત પણ ખરીદતી વખતે જ સમજી લેવી જેથી દીવાલના ઓરિજિનલ રંગને કોઈ પ્રકારનો ડેમેજ ન પહોંચે.

વૉલ ડીકેલ યુવાનો  પોતાના બેડરૂમમાં લગાવવા માટે ખાસ પસંદ કરી રહ્યા છે. જંગલ સફારી, ફ્લાવર ગાર્ડન તેમજ કેન્વસ પેઈન્ટિંગવાળા પોટ્રેઈટ જેવા વૉલ ડીકેલ બાળકો તેમજ ટીનેજર્સના રૂપમાં વધુ સારાં લાગે છે. આ સિવાય એબ્સ્ટ્રેક્ટ ડિઝાઈનવાળી ડિઝાઈન, બટરફ્લાય, પક્ષીઓનો પડછાયો વગેરે મોટેરાઓના બેડરૂમમાં સૂટેબલ છે. બેડરૂમ સિવાય લિવિંગ રૂમમાં કોઈ ફૉલ્સ ઈફેક્ટ  આપવા માટે પણ વૉલ ડીકેલનો ઉપયોગ થાય છે, જેમ કે, ઈલેક્ટ્રિક સ્વિચ બોર્ડ પાછળથી ઝાડની ડાળીની ઈફેક્ટ, બુક્સ સાથે ટેબલ બર બિલાડી બેઠી હોય એવી ઈફેક્ટ વગેરે.

સુવિચારો અને વાક્યો લખ્યાં હોય એવાં વૉલ ડીકેલ  આખા ઘરમાં ગમે તે જગ્યાએ લગાવી શકાય. ફક્ત કઈ રૂમમાં કેવા વાક્યો  સારા લાગે એ જાણી લેવું. ઉદાહરણ તરીકે બેડરૂમમાં પ્રેમ વિશે લખેલી કવિતાઓ તેમ જ વાક્યોવાળાં વૉલ ડીકેલ સારાં લાગશે  અને લિવિંગ રૂમમાં પ્રેરણાત્મક શ્લોક અથવા વિચારો  લખેલાં વૉલ ડીકેલ લગાવી શકાય.