Get The App

દાવત : પૌષ્ટિક તલની વિવિધ વાનગીઓ

Updated: Nov 24th, 2025

GS TEAM

Google News
Google News
દાવત : પૌષ્ટિક તલની વિવિધ વાનગીઓ 1 - image

તલ અને બુંદીની ચીકી

 સામગ્રી : ૨૫૦ ગ્રામ તલ, ૧૫૦ગ્રામ ચણાનો લોટ, ૫૦૦ ગ્રામ ગોળ, ૨૫૦ ગ્રામ માવો, ૩-૪ ટીપાં કેવડાનું એસન્સ, તળવા માટેજરૂરી તેલ.

 રીત :  તલને થોડા શેકીને એક બાજુ મૂકો. ચણાના લોટમાં પાણી નાખી બુંદીનું ખીરું તૈયાર કરો. હવે તેલ ગરમ કરી તેમાં બુંદી પાડો. ગોળની ચાસણી બનાવો. ચાસણી થોડી ઠંડી પડે એટલે એમાં બુંદી નાખી ૧૫-૨૦મિનિટ સુધી રહેવા દો, અથવા બારમાંથી તૈયાર ગળી બુંદી ખરીદો લો.

હવે માવાને શેકી બરાબર મસળી નાખો. ચાસણીમાંથી બુંદી કાઢી લો. તેમાં તેલ, માવો અને એસેન્સ નાખી હલાવો. એમાંજરૂરપ્રમાણેગોળની થોડી ચાસણી પણ નાખો. બધું બરાબર હલાવી થાળીકે ડિશમાં પાથરી દો. તેઠરી જાય એટલેતેના ચોલસા કાપી લો. તમે ઇચ્છો તો એના લાડુ પણ વાળી શકો છો.

ચટપટા તલ

 સામગ્રી : ૨ મોટા બટાકા, ૨ મોટાં ગાજર, કોબી, ૧ વાટકી વટાણાં, ૪ ટામેટાં, ૧ વાટકી સફેદ તલ, ૧ઝૂંડીસરસિયાની ભાજી, ૧ઝૂડી કોથમીર, ૪ લીલા મરચાં, ૧/૨ વાટકી તેલ, ચપટી હીંગ, ૧ ચમચી હળદર, ૧/૨ ચમચી ગરમ મસાલો, ૧/૪ ચમચી મરચૂ, ૧ ચમચી મીઠું, ૧ ચમચી હળદર, ૨ ચમચી જીરું.

 રીત : બધા શાકભાજીને ધોઇને સમારી લો. તલને સાફ કરીને કડાઇમાંશેકીલો.તેલ ગરમ કરીએમાં હીંગ અનેજીરાનો વધારકરો. (ઇચ્છો તો ડુંગળી, લસણ પણ વાપરી શકોછો) બધા મસાલા નાખી શેકો. પછી એમાં શાકભાજી અને મીઠું નાખી બરાબર મિક્સ કરો.  બધાશાકબરાબર ચડી જાય પછી તેમાં તલ અને કોથમીર નાખી ૧૦મિનિટ સુધી કડક શેકાવા દો. તેમાંથી સુગંધ આવે એટલે આંચ પરથી ઊતારી લો. પૂરી, પરોઠા કે રોટલી સાથે ગરમા ગરમ શાક પીરસો.

તલ-ટમેટાની બરફી

 સામગ્રી : ૧ કપ શેકેલા તલનો ભૂકો, ૧૨ કિલો ટમેટાં, ૧ કપ સાકર, ૧/૨ કપ ખમણેલું કોપરું, ૧/૨ કપ માવો, ૧ ચમચી એલચીનો ભૂકો, ૧ મુઠ્ઠી કાજુ, ૨ ચમચી ઘી.

 રીત :  ટમેટાંનો છૂંદી કરો. જાડા તળિયાવાળા વાસણમાં ઘી ગરમ કરી તેમાં ટમેટાનો છૂંદો અને સાકર નાખો. જાડું થાય ત્યાં સુધી હલાવતા રહો. તેમાં તલનો ભૂકો. ખમણેલું કોપરું અને માવો નાખો. પાંચ મિનિટ હલાવો એલચીનો પાઉડર નાખો. બરાબર હલાવી મિશ્રણને ઘી ચોપડેલી ડિશમાં રાખો. કાજુથી શણગારો અને ઠંડુ થાય એટલે ટુકડા કરો.

તલની ખીર

 સામગ્રી : ૧/૨ કપ તલનો ભૂક્કો, ૧/૪ કપ ઝીણો સમારેલો સૂકો મેવો, ૧/૨ લિટર દૂધ, ૧/૪ કપ સાકર, થોડા કેસરનાં તાંતલાં, ૧ ચમચી ઘી.

 રીત : ઊંડા તળિયાવાળી તપેલીને ધીમા ગેસ પર મૂકી તેમાં ઘી સાકર અને તલનો ભૂખો નાખો. આ મિશ્રણ આછા બદામી રંગનો થાય ત્યાં સુધી શેકો. તેમાં ઝીણો સમારેલો સૂકો મેવો નાખી તરત જ દૂધ રેડો.  ઊકળવા માંડે એટલે પાંચ મિનિટ સુધી એક સરખું હલાવો. ગેસ પરથી ઉતારી કેસર નાખો.  

બેકડ તલકચોરી

 સામગ્રી : ૧ કપ મંદો પૂરણ માટે: ૧ કપ તલનો લોટ, ૧/૨ કપ ચણાનો લોટ, ૧ ટુકડો આદુ, ૧૦ લસણની કળી, ૪ લીલા મરચાં, થોડી કોથમીર, ૧ ચમચી ધાણાજીરું, મીઠું, તેલ.

 રીત : આદુ, લસણ, કોથમીર, મીઠું, અને ધાણાજીરુંને એક સાથે વાટીને પેસ્ટ બનાવો. એક કડાઇમાં ૧ ચમચો તેલ ગરમ કરીતેમાં ચણાનો લોટબદામી રંગનો થાય ત્યાં સુધી શેકો. તેમાં લોટ નાખી પાંચ મિનિટ સુધી બરાબર હલાવો તેમાં ઉપર વાટેલી ચટણી નાખો. મિશ્રણ સૂકું થઇ જાય ત્યાં સુધી હલાવો. મેદાના લોટમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી કઠણ લોટ બાંધો. પૂરણ ભરી કચોરી બનાવો અને ધીમા તાપે એક કલાક શેકો.

તલ-ચીઝના બોન્ડા

 સામગ્રી : મીઠું, ૧/૨ કપ સફેદ તલ, ૨ કપ વેસણ, ૩ ચમચા ચીઝ, ૪ બ્રેડ સ્લાઇસ, તળવા માટે જરૂરી તેલ, ૧ ચમચી ૩-૪ સમારેલાં લીલાં મરચાં, થોડી સમારેલી કોથમીર, ૧/૨ ચમચી જીરું.

 રીત : પહેલાં તલને સાફ કરી કડાઇમાં શેકી લો. તેમને ઠંડા થવા દો. વેસણમાં મીઠું, તલ, જીરું, ચીઝ નાખી મસળી નાખો. હવે બ્રેડ સ્લાઇસની ચારે કિવારો કાપી નાખો. એમને પાણીમાં પલાળો. પછી બંને હાથથી દબાવી તેમાંથી પાણી કાઢી નાખો. એ બ્રેડ સ્લાઇસને વૈસાના મિશ્રણમાં મિક્સ કરો. એમાં મરચા અને કોથમીર પણ નાખો. હવે તેમાંથી નાનાનાના વડાં બનાવી ગરમ તેલમાં તળી લો. ટામેટા સોસ સાથે પીરસો. 

તલ-ભજિયાનું ચટપટું શાક

 સામગ્રી : ૧ વાટકી સફેદ તલ, ૧ ૧/૨ વાટકી વેસણ, ૧ ચમચી મીઠું, ૧/૨ ચમચી લાલ મરચું, ૧/૨ ચમચી હળદર, ૧/૨ ચમચી ગરમ મસાલો, ૨ ડુંગળી છા્ન્લી, ૨સમારેલા લીલાં મરચા, તળવા માટેજરૂરી તેલ, સમારેલી કોથમીર. 

 રીત : પહેલાં તલને બરાબર સાફ કરી લો. કડાઇમાં ધીમે આંચે થોડા શેકી લો. હવે વેસણમાં મીઠું, તલ અને અંદાજે પાણી નાખી ભજિયાનું ખીરું તૈયાર કરો. કડાઇમાં તેલ ગરમ કરી તેમાં ભજિયાં તળો પછીતેમને બહાર કાઢી એકબાજુરાખી મૂકો હવે. મિક્સરમાં ટામેટાં, ડુંગળી, આદું, લીલાં મરચાં નાખી વાટી લો. કડાઇમાં થોડું તેલ ગરમ કરી વાટેલા ડુંગળી, આદુંવાળું મિશ્રણ એમાં સાંતળો પછી એમાં ૧૧/૨ ગ્લાસ પાણી નાખી આંચ તેજ કરીદો.એમાં ૩-૪ઊભરા આવે એટલે ભજિયા નાખો. હવે આંચ ધીમી કરી દો. ૧૦-૧૫ મિનિટ પછી ગેસ બંધ કરી દો. રસદાર ભજિયાં પર ગરમ મસાલો અને કોથમીર ભભરાવીગરમારમ પીરસો.

તલની કેક

 સામગ્રી : ૧ કપ મેંદો, ૧ કપ દૂધ, ૧ કપ સાકર, ૧કપ તલનો ભૂકો, ૨ ચમચી બેકિંગ પાઉડર, ૧ ચમચી વેનિલા એસેન્સ, થોડા કોઇપણ રંગના ટીપા ૩/૪ કપ ઘી.

 રીત : મેંદો અને બેકિંગ પાઉડર એક સાથે ચાળો. તેમજથીનેફીણો અને તેમાં મેંદો, વેનિલા એસેન્સ સાકર નાખી ફરીથી દસ મિનિટ સુધી ફીણો. તલનો ભૂકો મેળવી, બરાબર હસાવો. અનેફરીથી પાંચ મિનિટ માટેફીણો. બેકિંગ ડિશમાં ઘી ચોપડી મિશ્રણને ઓવનમાં બેક કરો.

- હિમાની