Get The App

દાવત : વિદેશી વાનગીઓની વરાયટી .

Updated: Jun 8th, 2026

GS TEAM

Google News
Google News
દાવત : વિદેશી વાનગીઓની વરાયટી                             . 1 - image

કોલિફ્લાવર વિથ કેશ્યુનટ્સ 

 સામગ્રી : ૧/૪ કોબીજ, ૧/૨ ફ્લાવર, ૨ લીલી ડુંગળી, ૨ બટાકાં, ૧ કપ દૂધ, ૮-૧૦કાજું, મીઠુંસ્વાદ મુજબ, મરી પાઉડર, સ્વાદમુજબ. 

૧/૨ કપ ક્રીમ અને બદામ એસેન્સ.

 રીત : બધાં શાકભાજીબાફીને ગાળી લો. પછી તેમાં મીઠું, મરી પાઉડર, બદામ એસેન્સતથા દૂધ નાખી ઊકળવા દો. જો સૂપ ઘટ્ટ લાગે તો તેમાં થોડું પાણી નાખો. ઉપર ક્રીમ તથા શેકેલા કાજુ ખાંડીનેં નાખો. પછી ગરમ ગરમ સર્વ કરો.

સ્પિનેચ એન્ડ બ્રોકલી આ ગ્રાટીન

 સામગ્રી : ૪બાફેલાં બટાકાં, ૧ ફૂલ બ્રોક્લી. ૨-૩ ટામેટાં, ૧ કપ ક્રીમ, ૨ કપ ચીઝ  છાણેલું, ૧ વાટકી સમારેલી પાલક, ૧-૨ ડુંગળી સમારેલી, મીઠું સ્વાદ મુજબ, ૬-૭ કળી લસણ, ૧ ચમચી તેલ, ૧ કપ પનીર, ૨ ચમચી મેંદો, ૨ ચમચી માખણ,ચપટી ખાવાનોસોડા, ૧ વાટકી દહીં  તથા  બ્રેડ.

 રીત : પાલકને ૧૦ મિનિટ ઊકળતા પાણીમાં રાખો. પછીતેને ગાળી લો. એક પેનમાં તેલ મૂકી તેમાં થોડીવાર સાંતળો. તેમાં એકડુંગળી અને મીઠું નાખો. બ્રેડને દહીમાં મસળો. મસળેલાં બટાકામાં પનીર, ખાવાનો સોડા, માખણ અને મેંદો નાખી સરખી રીતેમિક્સ કરો. તેનેબેકિંગડિશમાં પાથરીને ૨૦૦ ડિગ્રી સેન્ટિગ્રેડ ઉષ્ણતામાન ૫૨ ૫-૭ મિનિટસુધી બેક કરો. તે પછી ઉપર પાલકપાથરી સફેદ સોસ નાખો. વધેલાં બાફેલાં બટાકાંને મોટા ટુકડા કરી સમારો અને સફેદ સોસ ઉપર એક થર પાથરો, ઉપર સમારેલું લસણ અને છીણેલું ચીઝ પાથરો. પછીસૌથી ઉપર બ્રોક્લી અને ટામેટાંની સ્લાઇસ મૂકો. 

બ્રોક્લીને ૧૦મિનિટ સુધી ગરમ પાણીમાં પલાળી રાખીથોડીનરમ કરીને પછીતેનો ઉપયોગ કરવોઉપર ચીઝ પાથરીનેથોડીવાર ઓવનમાં બેક કરો.

ચીઝ સેલડ

 સામગ્રી : ૧ કપ દૂધ, ૨ કપ છીણેલું ચીઝ, ૧/૨ કપ સમારેલી ચોળી, ૧/૨ કપ સમારેલું ગાજર, ૧/૨ કપ બાફેલા વટાણા, ૨-૩બાફેલા બટાકાં, ૧/૨ કપ ઝીણું સમારેલું ફ્લાવર, ૧/૨ કપછીણેલી કોબીજ, ૨ ચમચી સૂકો મેવો, ૨-૩ટીપાં વેનિલા એસેન્સ, ૨ ચમચી માખણ, ૧ ચમચી મીઠું, ૧/૨ ચમચીસફેદ મરચાંપાઉડર, ૨-૩ચમચીસમારેલાં પાર્સ્લે, થોડો મેંદો.

 રીત : બધાં શાક ૧૦ મિનિટ સુધી ગરમ પાણીમાં રાખો. પછી ચાળણીમાં નાખીને પાણી નિતારી લો. એક પેનમાં માખણ ગરમ કરી મેંદો શેકો. પછી તેમાં દૂધ નાખીને જલદી હલાવો. આ સફેદ સોસ બની જશે. આમાં બધાં શાક મિક્સ કરો. પછી તેમાં એસેન્સ, મીઠું, સફેદ મરચાં પાઉડર નાખી હળવા હાથે હલાવો. હવે ગેસ પરથી ઉતારી ૧ કપ ચીઝ મિક્સ કરો. સવગ ડીશમાં પાથરી ઉપર બાકી વધેલું ચીઝ અને પાર્સ્લે નાખી ૧૮૦ ડિગ્રી, સેન્ટિગ્રેડ ઉષ્ણતામાન પર ચીઝ સોનેરી થાયત્યાંસુધીબેક કરો. આ સેલડબ્રેડ સાથે પીરસો.

પેન કેક વિથ મશરુમ એન્ડ બ્રોકલી

 સામગ્રી : ૧ કપ મેંદો, ૧/૨ કપ કોર્નફ્લોર, ૧ દૂધ, ૪ ચમચી યીસ્ટ, ચપટી મીઠું, ૧/૨ ચમચી બેકિંગ પાઉડર. પૂરણ માટેની સામગ્રી : ૧/૪ કિલોગ્રા મશરૂમ, ૨ડુંગળી સમારેલી, ૧ ફૂલ બ્રોક્લી સમારેલું, ૨ ચમચી મેંદો, ૧ લીલું  મરચું, ૧ ચમચી અજમો, ૨ ચમચી માખણ, ૧ ચમચી મીઠું.

 રીત : પેન કેકની બધી સામગ્રીમિક્સ કરીતેનું પાતળું ખીરું બનાવો. જો ખીરું થોડું ઘટ્ટ લાગે તો તેમાં થોડું પાણી નાખો. નોનસ્ટિક પેનમાં ૧/૨ ચમચી માખણ નાખીને ચમચાથી આખીરું પેનમાં પાથરો અને પાતળા પાતળા પૂડલા જેવું બનાવી લો. પૂરણ માટેએક પેનમાં માખણ ગરમ કરીતેમાં ડુંગળી સાતળો. તેમાં મેંદો અને લીલાં મરચાં નાખી થોડીવાર સાંતળો. મીઠું, અજમો, મશરૂમ અને બ્રોક્લી નાખી થોડી વાર સાંતળો. દરેક પેન કેકમાં થોડું થોડું પૂરણ ભરો. સવગ ડિશમાં મૂકી સફેદ સોસ મિક્સ કરો. તેની ઉપર છીણેલું ચીઝ નાખી ગરમ ઓવનમાં ચીઝસોનેરી થાયત્યાંસુધી બેકકરો.

ગોલ્ડન ગ્લાસ

સામગ્રી : ૧ સફરજન, ૧ કેળું, ૨ ચમચી લીંબુનો રસ, ૧કપસંતરાનો૨સ, ૪ચમચીખાંડ, ટી મીઠું, ચપટી મરી પાઉડર, બે ચમચી ફનોભૂકો.

સજાવટ માટે સામગ્રી : કાળી દ્રાક્ષ તથા સફરજનનાટૂકડા.

રીત :  સફરજન અને કેળાને પાણી સાથે ક્સીમાં બારીક પીસીને ગાળી લો. તેમાં બધી ામગ્રી મિક્સ કરી સરખી રીતે હલાવો. એક લાસમાં બરફ નાખી ઉપર જ્યૂસ નાખો. દ્રાક્ષ અને સફ૨જનથી સજાવો.

બ્રેડ એન્ડ બન્સ 

સામગ્રી : ૧/૨ કિલોગ્રામ ઘઉંનો લોટઅથવા મેંદો, ૩ ચમચી યીસ્ટ, ૧/૨ ચમચી ખાંડ, ૧/૨ ચમચી મીઠું, ૩ ચમચી માખણ.

રીત : એક કથરોટમાં લોટ લઇ વચ્ચે ખાડો પાડીતેમાંયીસ્ટ, મીઠું, ખાંડ અનેથોડું ગરમપાણી નાખો. પછી તેમાં માખણ નાખી નરમ લોટબાંધી લો. થોડીવાર મૂકી રાખો. પછી તેના લૂઆ બનાવી બેકિંગડિશમાં મૂકો. ૧૫-૨૦ મિનિટ પછી જ્યારે તે ફૂલીને ડબલ થઈ જાય ત્યારે ૨૦૦ ડિગ્રી સેન્ટિગ્રેડ ઉષ્ણાતામાન પર ૧૫ મિનિટ બેક કરો. પછી બ્રશથી માખણ લગાવી સૂપ સાથે ગરમ પીરસો.

ક્રીમીયોગર્ટ ચોકલેટ પુડિંગ

સામગ્રી : ૧૨ મેરીબિસ્કિટ, ૬ચમચી માખણ, કપ દહીં,  ૨ કપ ક્રીમ, ૩ ચમચી જિલેટિન, ૩ ચમચી વેનિલા આઇસક્રીમ, ૨ ટીપાં વેનિલા એસેન્સ, ૩-૪ ચમચી દળેલી ખાંડ, ૧ ચમચી ચોકલેટ પાઉડર, ૧ ચમચી પાઉડર. 

રીત : બિસ્કિટનો ભૂકો કરીતેમાં માખણ મિક્સ કરી સવગડિશમાં નીચે દબાવીને પાથરો. પછી ડિશ ૧૦-૧૫ મિનિટ ફ્રિજમાં મૂકી દો. ખાંડઅને ક્રીમ ઢીલું થાય ત્યાં સુધી ફીણો. પછી તેમાં દહીં, વેનિલા આઇસક્રીમ અને એસેન્સ નાખો. જિલેટિન નવશેકા પાણીમાં ઘોળીને નાખો. આ બિસ્કિટ ઉપર પાથરી દો. પછી તેને જમાવવા માટે ફ્રિજમાં મૂકો. પુડિંગ જામી જાય એટલે એક પેનમાં માખણ નાખી ગેસ પર ગરમ કરો જેથી માખણ ઓગળી જાય. ગેસ બંધ કરી દો. ૧.ચમચી દળેલી ખાંડ, કોકોતથા ચોકલેટ પાઉડર સરખી રીતેમિક્સ કરો. પછીઆમિશ્રણ પુડિંગ પર એકસરખું પાથરીદો. પછી ઘટ્ટ ફીણેલા ક્રીમથી સજાવીને પીરસો.  

- હિમાની