સ્ટફ્સ્ડ ટોમેટો
સામગ્રી : ૬ મધ્યમ કદનાં ટામેટાં, ૨-૪ ચમચી ઓલિવ ઓઈલ, ૧ ડુંગળી ઝીણી સમારેલી, ૧/૨ કપ દ્રાક્ષ (૧૦ મિનિટ નવશેકા પાણીમાં પલાળીને પાણી નિતારી લો), ૧/૨ કપ ચિલગોજા, ૧/૨ ચમચી તજનો પાઉડર, ૨-૨ ૧/૨ કપ ભાત, મીઠું તથા મરી પાઉડર સ્વાદ મુજબ.
રીત : દરેક ટામેટાની ઉપરથી ઢાંકણા જેવી સ્લાઈસ કાપીને તેના નાના નાના ટુકડા કરી નાખો. હવે ટામેટાની અંદરનો માવો કાઢીનો તેને ઊંધા કરી નાખો.
પેનમાં બે ચમચી તેલ ગરમ કરીને તેમાં ડુંગળી સાંતળી લો. પછી ટામેટાની સ્લાઈસ ટુકડા, દ્રાક્ષ, ચિલગોજા, અને તજનો પાઉડર મિક્સ કરીને બે મિનિટ સાંતળો. ગેસ પરથી ઉતારીને મિક્સ કરી મીઠું, મરચું નાખીને અલગ રાખી દો.
હવે ટામેટામાં આ ફિલિંગ ભરીને બેકિંગ પેનમાં મૂકી બાકીનું તેલ ઉપર રેડી દો. પ્રીહીટેડ ઓવનમાં ૨૦૦ ડિગ્રી સેન્ટિગ્રેડ પ૨ ૨૦-૨૫ મિનિટ સુધી બેક કરીને ગરમાગરમ પીરસો.
અરબી કોફી
સામગ્રી : ૩ કપ પાણી, ૩ મોટી એલચીનો પાઉડર, ૨ ચમચી અરબી કોફી, ૧/૪ ચમચી કેસર.
રીત : પાણી ઉકળે એટલે તેમાં કોફી નાખીને ધીમા તાપે પાંચ મિનિટ ઉકળવા દો. પછી ગાળીને કેસર અને એલચી પાઉડર મિક્સ કરી ફરીથી ઉકાળી ગરમ ગરમ સર્વ કરો.
નોંધ : ખાંડ તથા દૂધ ઈચ્છા મુજબ મિક્સ કરવા.
ખજૂર રોલ
સામગ્રી : ૪૦૦ ગ્રામ બી વગરની ખજૂર, ૧૦-૧૨ મેરી બિસ્કિટ, ૧ કપ કાજુ, બદામ તથા અખરોટ.
રીત : માઈક્રોવેવમાં ખજૂર એક મિનિટ સુધી રાખીને સહેજ પોચી કરો. પછી તેમાં બિસ્કિટનો ભૂકો તથા નટ્સ મિક્સ કરીને એક લાંબો રોલ વાળી દો. એલ્યુમિનિયમ ફોઈલમાં વીંટાળીને ફ્રિજમાં મૂકી દો. થોડીવાર પછી સ્લાઈસ કાપીને ડબ્બામાં ભરી દો.
ભીંડા ટામેટાનું શાક
સામગ્રી : પ૦૦ ગ્રામ ભીંડા, ૬ ચમચી ઓલિવ ઓઈલ, ૪ કળી વાટેલું લસણ, ૨ મોટી ડુંગળી સમારેલી, ૨ ટામેટાં સમારેલા, ૧ ચમચી સમારેલી કોથમીર, મીઠુંતથા મરી પાઉડર સ્વાદ મુજબ, ૧ ચમચી લીંબુનો રસ.
રીત : ભીંડા ધોઈને લૂછી નાખો. પછી તેને સમારીને એક બાજુ મુકી દો. હવે તેલ ગરમ કરીને તેમાં લસણ ડુંગળી થોડી વાર સાંતળો તેમાં ભીંડા નાખીને બધી સામગ્રી મિક્સ કરીને ધીમા તાપે નરમ થાય ત્યાં સુધી ચડવા દો. રોટલી અથવા પરોઠાં સાથે આ શાક પીરસો.
બદામનું સૂપ
સામગ્રી : ૨ ચમર્ચી માખણ, ૧/૨ કપ સમારેલી ડુંગળી, ૨ ચમચા મેંદો, ૨૫૦ મિલી લિટર શાકભાજીનો સ્ટેક, ૧/૨ કપ બદામછોલીને વાટેલી, ૧/૨ કપ ઘટ્ટ ક્રીમ મીઠુંતથા મરી પાઉડર સ્વાદ મુજબ.
રીત : એક પેનમાં માખણ ઓગાળીને તેમાં ડુંગળી નરમ પડે ત્યાં સુધી સાંતળી લો. તેમાં મેંદો નાખો. તે સરખી રીતે મિક્સ થઈ જાય એટલે ગરમ સ્ટોક નાખીને સતત હલાવો. તેને ધીમા તાપે થોડીવાર ચડવા દો. તેમાં પીસેલી બદામ મિક્સ કરીને ૨૦ મિનિટ સુધી ફરી ધીમા તાપે ચડવા દો. છેલ્લે ક્રીમ મિક્સ કરીને એક ઊભરો આવે એટલે મીઠું તથા મરી પાઉડર નાખીને ગરમાગરમ પીરસો.
શાકભાજીનો સ્ટોક : ૧ કપ સમારેલી કોબીજ, ૧ ડુંગળી, ૧ બટાકું, ૬-૭ ફ્રેન્ચ બીન્સ, ૧ કપ સમારેલી દૂધી, ૪ કપ પાણીમાં શાકભાજી નાખી ઢાંકીને ધીમા તાપે ૧૫-૨૦ મિનિટ સુધી બાફો. પછી ગાળીને તેનો ઉપયોગ કરો.
કાકડીનું રાયતું
સામગ્રી : ૪ કાકડી, ૧ ૧/૨ ચમચી મીઠું, ૨ કળી વાટેલું લસણ, ૨ ચમચા લીંબુનો રસ, ૬ કપ વલોવેલું દહીં, ૧ ચમચો સુવાની ભાજી ઝીણી સમારેલી, ૧/૪ કપ તલનું તેલ અથવા ઓલિવ ઓઈલ, ૨ ચમચી ઝીણાં સમારેલાં ફૂદીનાનાં પાન.
રીત : કાકડીની છાલ ઉતારીને ઝીણી સમારેલી. તેમાં મીઠું નાખીને ૧૫ મિનિટ સુધી રાખી મૂકો. પછી પાણી નિતારીને તેમાં લસણ, લીંબુનો રસ, દહીં તથા સુવાભાજી સરખી રીતે મિક્સ કરો. ઉપર તેલ તથા ફૂદીનાનાં પાન નાખીને સર્વ કરો.
મિડલ ઈસ્ટર્ન લેમોનેડ
સામગ્રી : ૬ લીંબુ, ૧ કપ ખાંડ, ૧ કપ ફૂદીનાનાં પાન, ૬ ગ્લાસ પાણી અને આઈસ ક્યૂબ.
રીત : બધી સામગ્રી મિક્સ કરીનેમિક્સરમાં ગ્રાઈન્ડ કરી લો. પછી ગ્લાસમાં ભરીને ઉપર બરફ નાખી સર્વ કરો.
ડિપ બિંજલ
સામગ્રી : ૧ મોટું રીંગણ, ૨-૩ કળી લસણ, ૨ ચમચા તલની પેસ્ટ, ૨ ચમચા લીંબુનો રસ, મીઠું, મરચું, ઓલિવ ઓઈલ, ઝીણાં સમારેલાં પાર્લેઅથવા કોથમીર, સજાવવા માટે કેપ્સિકમની સ્લાઈસ.
રીત : રીંગણ આંચ પર શેકી લો. પછી તેની છાલ ઉતારીને નાના નાના ટુકડા કરી નાખો. લસણ વાટીને તેમાં મીઠું નાખી તેને રીંગણમાં મિક્સ કરીને પેસ્ટ જેવું બનાવી લો. તલની પેસ્ટ અને લીંબુનો રસ પણ મિક્સ કરી દો. તે એક ડિશમાં કાઢી ઉપરથી ઓઈલ, સમારેલાં પાર્લે, કેપ્સિકમની સ્લાઈસ તથા લાલ મરચાથી સજાવીને પીટા બ્રેડ સાથે પીરસો.
- હિમાની


