દિવાળી આવી..
ચિયા સીડ પુડિંગ
સામગ્રી : ૧ કપ બદામનું દૂધ મીઠાશ વગરનું, ૧ કપ પ્લેન ગ્રીક દહીં, ૬ મોટી ચમચી શુદ્ધ મેપલ સિરપ, ૧ નાની ચમચી વેનિલા એકસ્ટ્રેક્ટ, ૧/૪ કપ ચિયા બીજ, ૧/૪ કપ શેકેલી બદામનું કતરણ, ૧ કપ સ્ટ્રોબેરી કાપેલી, ૧ કપ બ્લૂબેરી, ૧ કપ જાંબુ, સી સોલ્ટ સ્વાદાનુસાર.
રીત :એક મીડિયમ સાઇઝના બાઉલમાં બદામનું દૂધ, દહીં, ૨ મોટી ચમચી મેપલ સિરપ, વેનિલા એકસ્ટ્રેક્ટ અને ૧/૮ ચમચી મીઠું નાખો અને વ્યવસ્થિત રીતે બ્લેન્ડ કરો. હવે આ મિશ્રણને ચિયા સીડ્સ પર નાખો અને ૩૦ મિનિટ માટે અલગ મૂકી દો. સીડ્સ જો એક જગ્યાએ સેટ થઈ ગયા હોય તો મિશ્રણને થોડું હલાવી લો. હવે આ મિશ્રણને કવર કરો અને રાત માટે ફ્રિજમાં મૂકી દો. હવે મિક્સ મુરબ્બો બનાવવા માટે સ્ટ્રોબેરી, બ્લૂબેરી તેમજ જાંબુને ખાંડની ચાસણીમાં ત્યાં સુધી ચડાવો જ્યાં સુધી તે અડધા બફાઈ ન જાય. બીજા દિવસે એક મીડિયમ સાઇઝનો બાઉલ તો તેમાં બેરીના મુરબ્બામાંથી બાકી રહેલું મેપલ સિરપ નાખો અન મિક્સ કરો. પછી તે સામગ્રીમાં બદામ મિક્સ કરો. હવે ૪ ગ્લાસમાં પુડિંગને નાખો અને બેરીના મુરબ્બાને ગ્લાસમાં ઉપરની તરફ નાખીને સર્વ કરો.
મેવા સ્ટફડ મીઠાઈ
સામગ્રી: ૨૫૦ ગ્રામ માવો, ૨૦૦ ગ્રામ દળેલી સાકર, ૧૦૦ ગ્રામ કાજુ, ૨૫ ગ્રામ પિસ્તા, ૨૫ ગ્રામ બદામની કતરી, ૨૫ ગ્રામ કિસમિસ, ૧ ચમચી કેસર, બદામનું એસેન્સ, ૫-૬ ચાંદીના વરખ.
રીત: માવાને થોડો શેકી લેવો. તેમાં દળેલી સાકર ભેળવવી. ઠંડું થાય એટલે તેનાંથી નાનાં- નાનાં બોટના આકાર બનાવવા. કાજુ, પિસ્તા, કિસમિસને બારીક સમારવા. તેમાં કેસર અને એસેન્સ ભેળવવું. આ મિશ્રણને માવાની બોટમાં ભરવું અને ચાંદીના વરખમાં બોટને લપેટી લેવી.
દહીંના ગુલાબજાંબુ
સામગ્રી: ૨ કિલો દહીં, ૨૫૦ ગ્રામ મેંદો, ૫૦૦ ગ્રામ ઘી, ૭૫૦ ગ્રામ સાકર, એલચીનો ભૂકોને એક ચમચો દૂધ.
રીત: પ્રથમ દહીંને જાળીવાળા કટકામાં બાંધીને ભરાવી દેવું. તેની નીચે તપેલી મૂકી રાખવી. તેમાં દહીંનું બધું પાણી નીતરી જશે. ત્રણેક કલાક પછી દહીંના માવામાં મેંદો ભેળવોને સાકરની એકતારી ચાસણી બનાવી બીજી બાજુ એક કડાઈમાં ઘી ગરમ મૂકી તેમાં દહીંના માવામાં ભેળવેલા મેંદાનું ખીરું બનાવી તેના વડા મૂકી ધીમા તાપે તળવા. રતાશ પડતાં થાય એટલે સીધા ચાસણીમાં નાખતા જવા. આ રીતે બધાં વડા ચાસણીમાં નાખી દેવા. પછી તેમાં એલચીનો ભૂકો નાખવોને ફ્રીઝમાં ઠંડા કરવા મૂકવા.
ટર્મરિક આઈસક્રીમ
સામગ્રી : ૨૦૦ ગ્રામ તાજી હળદર, ૧૦૦ મિ.લી. લો ફેટ ક્રીમ, ૧૦૦ મિ. લી. સ્કિમ્ડ મિલક, ૪૦ ગ્રામ ખાડ, ૧૦૦ ગ્રામ તાજી હળદરના પાન, સંતરાની થોડી છાલ, દરિયાઈ મીઠું.
રીત : લીલી હળદરને બરાબર સાફ કરીને કાપી લો. પછી એક પેન લો. તેમાં કાપેલી લીલી હળદર સાથે દૂધ, ક્રીમ અને ખાંડ નાખો અને આ મિશ્રણને ૩૫ મિનિટ સુધી ધીમી આંચ પર ઊકળવા દો. પછી તેમાં સંતરાની છાલ નાખો અને તેને ઠંડું પડવા દો. ઉપરથી દરિયાઈ મીઠું નાખો. પછી તે મિશ્રણને બ્લેન્ડ કરો અને ૨૪ કલાક સુધી ફ્રિજમાં રાખો. પછી તેને દરિયાઈ મીઠા અને સંતરાની ચાલ સાથે પીરસો.
ઓટમીલ મફિન્સ
સામગ્રી :૧ કપ ઓટમીલ, ૧ કપ બટરમિલ્ક, ૧/૨ કપ બ્રાઉન ખંડ, ૧/૨, મીઠા વગરનું ઓગળેલું માખણ, ૧ કપ લોટ, ૧/૨ નાની ચમચી મીઠું, ૧ નાની ચમચી બેકિંગ પાઉડર, ૧/૨ નાની ચમચી બેકિંગ સોડા, ૧/૨ કપ કિસમિસ.
રીત : એક મોટા બાઉલમાં ઓટમીલ અને બટરમિલ્કને મિક્સ કરીને ૧ કલાક સુધી મૂકી રાખો. ત્યાર પછી ઓવનને ૪૦૦ ડિગ્રી ઉષ્ણતામાન પર ગરમ કરો અને ૧૨ મફિન્સની ટ્રમાં માખણ લગાવી દો. ઓટમીલના મિક્ચરમાં ખાંડ અને માખણ નાખો અને ત્યાં સુધી હલાવો, જ્યાં સુધી બધી જ સામગ્રી બરાબર મિક્સ ન થઈ જાય. હવે એક મોટો બાઉલ લો. તેમાં લોટ, મીઠું, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા તેમજ ઓટમીલ મિક્ષ્ચરમાં નાખો અને વ્યવસ્થિત મિક્સ કરો. પછી આ મિશ્રણમાં કિસમિત નાખો.
હવે આ મિશ્રણને યોગ્ય પ્રમાણમાં મફિન્સની ટ્રેમાં નાખો અને ઓવનની મધ્યમાં રાખી ૨૦ મિનિટ સુધી બેક કરો. બેક થાય એટલે ટેસ્ટરની મદદથી જોઈ લો કે મફિંગ બરાબર બેક થયા છે, પછી સર્વ કરો.
ખીચડી વિથ ટોફૂ એન્ડ એસ્પેરગસ
સામગ્રી :૫૦૦ ગ્રામ વાઇલ્ડ રાઈસ, ૨૦૦ ગ્રામ તુવેરની દાળ, ૨૦૦ ગ્રામ મગની દાળ, ૨૦ ગ્રામ આદું, ૨૦ ગ્રામ લસણ, ૧ લીલું મરચું, ૨૦ ગ્રામ હળદર પાઉડર, ૨૦ ગ્રામ ધાણા પાઉડર, ૨૦ ગ્રામ જીરા પાઉડર, ૧૦ ગ્રામ ઘી, ૧૦૦ ગ્રામ ટોફૂ, ૩૦ ગ્રામ એસ્પેરગસ, ૧૦ ગ્રામ જીરું, ગાર્નિશિંગ માટે થોડી કોથમીર, દરિયાઈ મીઠું.
રીત: ઠંડા પાણીમાં આખી રાત માટે વાઇલ્ડ રાઈસને પલાળી દો. સવારે તેને ૧/૨ કલાક પાણીમાં ઉકાળો. બંને દાળને ઠંડા પાણીમાં ૩૦ મિનિટ માટે પલાળી રાખો. પછી તેને હળદર નાખી ઉકાળો. તેના ચડી ગયા પછી બ્લેન્ડરથી બ્લેન્ડ કરી દો. આદું, લસણ અને લીલું મરચું ઝીણા સમારી લો. ટોફૂને ઘી, જીરું પાઉડર, ધાણા પાઉડર, હળદર અને દરિયાઈ મીઠાથી મેરિનેટ કરો. પછી એક પેન લો અને તેમાં ઘી,જીરું, ઝીણા સમારેલા આદું, લસણ, મરચું નાખો. ૧૦ મિનિટ સુધી તેને સાંતળો. પછી તે મિશ્રણમાં હળદર, ધાણા પાઉડર અને જીરું પાઉડર નાખો. ઉપરથી મીઠું પણ નાખો. હવે એક અલગ પેન લો અને તેમાં મેરિનેટ કરવામાં આવેલા ટોફૂઝને ત્યાં સુધી ફ્રાઈ કરો, જ્યાં સુધી તે ક્રિસ્પી ન થઈ જાય. ઉપરથી એસ્પેરગસ નાખો અને કોથમીરથી તેને ગાર્નિશ કરો. ડિશ પીરસવા માટૈ તૈયાર છે.
- હિમાની


