Get The App

દાવત : કેટલીક નવી, સ્વાસ્થ્યવર્ધક વાનગીઓ

Updated: Oct 27th, 2025

GS TEAM

Google News
Google News
દાવત : કેટલીક નવી, સ્વાસ્થ્યવર્ધક વાનગીઓ 1 - image

ગાજર અને સંતરાના રસનો સૂપ

સામગ્રી :૪ ચમચી માખણ, રકમ ઝીણી સમારેલી ડુંગળી, ૧૨ ગાજર છાલ ઉતારીને સમારેલાં, ૪ કપ શાકભાજીનું પાણી, ૧ મોટો ગ્લાસ સંતરાનો રસ, મીઠું અને મરી પાઉડર સ્વાદ મુજબ.

રીત : એક તપેલી ગરમ કરી તેમાં માખણ નાખો. તેમાં સમારેલી ડુંગળી નાખીને આઠ-દસ મિનિટ સુધી સાંતળો. તેમાં શાકભાજીનું પાણી અને ગાજરના ટુકડા નાખી ધીમા તાપે લગભગ અડધો કલાક સુધી ચડવા દો.

સૂપ ગાળી લો અને શાકભાજી મિક્સરમાં પીસીને ફરી સૂપમાં નાખી દો. સૂપને ફરીથી ગેસ પર મૂકો. તેમાં સંતરાનો જ્યૂસ પણ મિક્સ કરી દો. ઉપર મીઠું અને મરી પાઉડર નાખીને ગરમા ગરમ પીરસો.

નાળિયેર પુલાવ 

 સામગ્રી :૧/૨ કપ છીણેલું નાળિયેર, ૧ કપ ચોખા, ૨ ચમચા તલ, ૨ ચમચા ઘી અથવા તેલ, ૨ ચમચા કાજુના ટુકડા અથવા ૨ પીસ કાજુ, ૨-૩ લીલા મરચાં, મીઠું સ્વાદ મુજબ.

વઘાર માટેની સામગ્રી : ૨ ચમચા તેલ, ૧ ચમચી રાઈ, ૧ ચમચી જીરું, ૧ ચમચી ચણાની દાળ, ૧ ચમચી અડદની દાળ, ૧ લાલ મરચું, ચપટી હીંગ, થોડા લીમડાનાં પાન.

રીત :ચોખા ધોઈને ૩૦ મિનિટ સુધી પલાળી રાખો. તેમાં ૩/૪ કપ પાણી નાખીને ધીમા તાપે ચડવા દો. તલ થોડા શેકીને પીસી લો. ઘી ગરમ કરી તેમાં કાજુ તળી સાઈડમાં રાખી દો. તે જ ધીમાં નાળિયેરનું છીણ આછું સોનેરી થાય ત્યાં સુધી શેકો, વઘારની બધી સામગ્રી તેલમાં શેકીને તે વઘાર ભાત ઉપર રેડી દો. બાકીની વસ્તુઓ પણ મિક્સ કરી દો અને ગરમ-ગરમ પીરસો.સૂપ ગાળી લો અને શાકભાજી મિક્સરમાં પીસીને ફરી સૂપમાં નાખી દો. સૂપને ફરીથી ગેસ પર મૂકો. તેમાં સંતરાનો જ્યૂસ પણ મિક્સ કરી દો. ઉપર મીઠું અને મરી પાઉડર નાખીને ગરમા ગરમ પીરસો.

બ્રાઉની બાઈટ્સ 

 સામગ્રી : ૨ ચમચા માખણ અથવા માર્જરિન, ૧/૩ કપ ખાંડ, ૧/૪ કપ ઠંડું પાણી, ૧/૨ ચમચી વેનિલા એસેન્સ, ૧/૨ કપ મેંદો, ૨ ચમચા કોકો પાઉડર, ૧/૨ ચમચી બેકિંગ પાઉડર, ૨ ચમચી ઝીણી સમારેલી અખરોટ, ૧ ચમચી દળેલી ખાંડ.

 રીત : એક મોટા વાસણમાં ઓગાળેલું માખણ, ખાંડ, પાણી અને વેનિલા એસેન્સ સરખી રીતે મિક્સ કરો. તેમાં મેંદો, કોકો પાઉડર, બેકિંગ પાઉડર મિક્સ કરીને ખૂબ ફીણો. તેમાં ઝીણી સમારેલી અખરોટ મિક્સ કરો.

એક બેકિંગ ડિશમાં તેલ લગાવી તેમાં બ્રાઉનીનું મિશ્રણ પાથરી દો. ઓવનને દસ મિનિટ ગરમ કરી લો. ૧૬૦ ડિગ્રી સેન્ટિગ્રેડ ઉષ્ણતામાન પર ૨૦  મિનિટ સુધી બેક કરો. તૈયાર થઈ જાય એટલે તેને આઠ ભાગમાં કાપી લો અને દરેક ટુકડા પર થોડી-થોડી સમારેલી ખાંડ ભભરાવો.

ફ્રૂટ સલાડ

 સામગ્રી : ૨-૩ સ્લાઈસ અનનાસ, રકપ ઝીણી સમારેલી કોબીજ, ૧ ઝીણું સમારેલું સફરજન (છાલવાળું), ૧/૨ કપ ઝીણું સમારેલું ગાજર, ૧/૪ કપ ઝીણું સમારેલું કેપ્સિકમ, ૧ ચમચો તેલ, ૧ ચમચો મધ, ૧ ચમચો લીંબુનો રસ, ૧/૪ ચમચો પીસેલું આદું.

 રીત : અનાનસને નાના ટુકડામાં સમારી લો અને બે ચમચા રસ અલગ રાખી દો. એક વાસણમાં અનાનસ, સફરજન, કોબીજ, ગાજર અને કેપ્સિકમ મિક્સ કરી લો. એક બોટલમાં તેલ, અનાનસનો રસ, મીઠું મરી પાઉડર, મધ, આદું અને લીંબુનો રસ મિક્સ કરો. બોટલનું ઢાંકણું ઢાંકીને હલાવીને બધી વસ્તુઓ સરખી રીતે મિક્સ કરો. સર્વ કરતાં પહેલાં ઠંડા સેલાડ ઉપર નાખીને સર્વ કરો. 

ટોમેટો રાઈસ વિથ બેસિલ

સામગ્રી :૧ કપ બાસમતી ચોખા, ૩/૪ કપ પાણી, મીઠું સ્વાદ મુજબ, ૧ ચમચી કાશ્મીરી લાલ મરચું, ૨ ચમચા રામતુલસી, ૨ ચમચા તેલ અથવા ઘી, ૧ કપ ઝીણાં સમારેલાં ટામેટાં, ૨ ચમચી સમારેલી કોથમીર.

રીત : ચોખા ધોઈને ૩૦ મિનિટ સુધી પલાળી રાખો. પાણીમાં રામતુલસી, મીઠું તથા મરચું નાખીને ઉકાળો. તેલમાં ચોખા નાખીને થોડીવાર હલાવો. તેમાં પાણી નાખીને ધીમા તાપે લગભગ દસ મિનિટ સુધી ઢાંકીને ચડવા દો. પાંચ મિનિટ પછી ખોલીને ટામટાં અને કોથમીર નાખીને ગરમ ગરમ પરીસો.

 ટમેટાં પાઈ

 સામગ્રી : ૪ કપ બ્રેડના ટુકડા, ૨ કપ છીણેલું પનીર, ૪ ગોળ સમારેલાં ટામેટાં, ૧/૨ કપ મશરૂમ, મીઠું તથા મરી પાઉડર સ્વાદ મુજબ ૧ ૧/૨ કપ દૂધ, ૧/૨ પીસેલી રાઈ.

 રીત : એક ઓવનપ્રૂફ ડિશમાં થોડું તેલ લગાવીને તેમાં બ્રેડના ટુકડા મૂકો. તેની ઉપર ગોળ સમારેલાં ટામેટાં મૂકી ઉપર છીણેલું પનીર ભભરાવો. મશરૂમને અડધી ચમચી માખણમાં બે મિનિટ સુધી ચડવા દો અને પનીર પર નાખો.

દૂધ, મીઠું અને મરી પાઉડર મિક્સ કરીને ખૂબ ફીણો. હવે તે ઉપરના મિશ્રણમાં મિક્સ કરીને ઓવનમાં ૧૬૦ ડીગ્રી સેન્ટિગ્રેડ ઉષ્ણતામાન પર ૨૦ મિનિટ સુધી બેક કરો. ગરમાગરમ ટામેટા પાઈ તૈયાર થઈ જશે. 

- હિમાની