કેસરી મલાઇ સેન્ડવીચ
સામગ્રી : મલાઇ સાથેનું એક લિટર દૂધ, કેસરની પાંખડીઓ બે ગ્રામ, ૪૫ ગ્રામ સુગર ફ્રી (લગભગ ત્રણ ચમચી), બે ચપટી જેટલું સાઇટ્રિક ઍસિડ, કેસર ઘોળવા માટે ૪ ચમચી દૂધ, ૧ ચમચી મકાઇનો લોટ, પા ચમચી એલચીનો ભુક્કો, સજાવટ માટે બદામ અને પિસ્તાની નાની કતરીઓ.
રીત : જાડા તળિયાવાળા વાસણમાં દૂધને ઉકાળો. દૂધ અડધું બાકી રહે એટલી વાર ઉકાળો. કેસરને નાના પાત્રમાં હૂંફાળું ગરમ કરો અને તેને બે ચમચી દૂધમાં ઘોળીને દૂધમાં ઉમેરો. સાકરને ચારથી પાંચ મિનિટ સુધી તાપ પર રહેવા દો. ત્રણ ચમચી પાણીમાં સાઇટ્રિક ઍસિડ ઉમેરો. આ મિશ્રણને ઊકળતા દૂધમાં ધીમે ધીમે ઉમેરતા જાવ. દૂધ થોડું ફાટી જાય ત્યાં સુધી ઉમેરો. મકાઇના લોટને બે ચમચી દૂધમાં મેળવીને ઊકળતા દૂધમાં નાખો.
આ મિશ્રણ જાડું થઇને ખોયા જેવું દેખાય ત્યાં સુધી તેને ગરમ કરો. એલચી પાવડર ઉમેરીને ઘણું હલાવો. તેને ઠારી દો. ઠંડું થયા બાદ એ મિશ્રણના ગોળા બનાવો અને કાગળના કપમાં ગોઠવીને તેના પર બદામ અને પિસ્તાની કતરીઓ ગાઠવો તથા ફીણેલી મલાઇ તેના પર રાખો. ફ્રીજમાં મૂક્યા બાદ વાનગી પીરસો. સૂકી દ્રાક્ષ અને ખજૂરનું પૂરણ ભરીને ચાખી જુઓ. ઘટ્ટ દૂધના બે થર વચ્ચે બદામ અને જરદાળુ જેવા સૂકા મેવાની પૂરીનું મિશ્રણ ભરો.
આજકાલ ઘણા ઘરોમાં ડાયાબિટીસના પેશન્ટ તથા ડાયટિંગ કરનારા સાકર મિશ્રિત ચીજોને હાથ અડાડતા નથી. પરંતુ આવા લોકો આર્ટિફિશ્યલ, લૉ કેલરી સ્યુગર એક યા બીજા સ્વરૂપે વપરાશમાં લે છે. અહીં તેમના માટે સુગર ફ્રી વાપરીને બનાવેલી કેટલીક વાનગીઓ રજૂ કરી છે.
કોટેજ ચીઝ અને મલાઇ મિશ્રિત આહલાદક મીઠાઇ કેસરી મલાઇ સેન્ડવીચ પર બદામની સજાવટ હોય છે અને તજના સીરપમાં રાંધેલી હોય છે. કેસરની લહેજત સાથેની રબડીમાં ઉમેરીને તે પીરસવાની પરંપરા છે.
પનીરી ગાજર
સામગ્રી : ૨ લિટર દૂધ, ૧/૨ કિલો ગાજર, ૧/૨ પ્યાલો ખાંડ, ૨-૩ નાની એલચી, ૮-૧૦ પિસ્તાં, ૧ ચમચો કાજુ, ૧/૨ ચમચો શુદ્ધ ઘી, ૧ લીંબુ.
રીત : ગાજરને ધોઇ, છોલીને છીણી નાખો. કડાઇમાં દૂધ નાખી ઉકાળો. ઊકળતા દૂધમાં થોડો લીંબુનો રસ નાખી દૂધને ફાડી નાખો. પછી તેમાંથી પાણી નિતારી નાખી તેને ગાજરમાં નાખી દો. જ્યારે ગાજરનું પાણી સુકાવા લાગે ત્યારે તેમાં ખાંડ નાખી બરાબર ભેળવી દો અને સતત હલાવતાં રહો. જ્યારે પાણી તદ્દન સુકાઇ જાય ત્યારે તેમાં એલચી પાઉડર અને શુદ્ધ ઘી નાખી તેને સાંતળી નાખો. આ તૈયાર થયેલા પનીરી ગાજરને પિસ્તા તથા કાજુથી સજાવો.
નારિયેળ અને પિસ્તા ઘૂઘરા
સામગ્રી : બે કપ આટો, અડધી ચમચી મીઠું, બે-ત્રણ ચમચી ઘી, એક સૂકું ખોપરું (ખમણીને શેકેલું), અડધો કપ કાજુના ટુકડા (ધીમાં શેકેલા), બે ચમચી પિસ્તાની કતરીઓ, બે ચમચી ધોઇને સૂકવેલી સૂકી દ્રાક્ષ, બસો ગ્રામ રવો (ધીમાં શેકીને બ્રાઉન કરેલો), બે ચમચી ખસખસ (શેકીને), ૩૫ ગ્રામ સુગર ફ્રી (લગભગ અઢી ચમચી), એક ચમચી એલચીનો ભૂકો.
રીત : ઠંડા પાણીથી લોટ બાંધો તેને ભીના કપડાથી ઢાંકીને દસ મિનિટ રહેવા દો. લોટની પૂરી વણો. બીજા વાસણમાં એક ચમચી ઘી ગરમ કરીને નાળિયેર, પિસ્તા, સૂકી દ્રાક્ષ અને કાજુના ટુકડા ઉમેરો. સુગર ફ્રી, એલચીનો ભુક્કો અને ખસખસ ઉમેરીને ધીમા તાપે ૨-૩ મિનિટ ગરમ કરીને આંચ પરથી લઇ લો. પુરીના અડધા ટુકડા કરીને આ મિશ્રણના ઘૂઘરા વાળો. તળતી વખતે ઘૂઘરા ફૂટી ન જાય તે માટે કિનારી સારી રીતે દબાવો. તેલને ગરમ કરીને ઘૂઘરા બ્રાઉન થાય ત્યાં સુધી તળો. તાપ પરથી લઇને ખમણેલું સૂકું ખોપરું ભભરાવો. તેના પર ચાંદીનો વરખ અને તમારી પસંદગીનો સૂકો મેવો ભભરાવો.
હરિયાળી માવા અને નાળિયેર બરફી
સામગ્રી : તાજું ખમણેલું ખોપરું-૧ કપ, પાંચ-છ ચમચી ઘી, દોઢસો ગ્રામ હરિયાળી માવો, અડધો કપ પિસ્તાનો ભુક્કો, અડધી ચમચી એલચીનો ભુક્કો, ૩૦ ગ્રામ સુગર ફ્રી (લગભગ બે ચમચી), ચાંદીના બે વરખ, સજાવટ માટે બે ગ્રામ કેસર, સજાવટ માટે એક ચમચીની કતરી.
રીત : માવો, ઘી અને નાળિયેરને ધીમા તાપે જાડા તળિયાવાળા વાસણમાં ૧૦-૧૨ મિનિટ સુધી ગરમ કરો. એલચીનો અને પિસ્તાનો થોડો ભુક્કો ઉમેરીને બીજી બે મિનિટ સુધી ગરમ કરો. આ મિશ્રણ વાસણની કિનારીથી છૂટું પડવા માંડે ત્યારે તેને થાળીમાં રેડો. થાળીમાં પહેલેથી ઘી ચોપડી રાખો. થાળીમાં એક ઇંચનો અથવા તમને ફાવે તેટલો થર બનાવો. થોડી મિનિટ સુધી ઠારો. તેના પર ચાંદીનો વરખ લગાવો. બરફના આકારના ચોસલા પાડો. બદામની કતરી અને કેસરની પાંખડીથી સજાવટ કરો. કેસરને લીધે વાનગીનો ભપકો વધે છે. માવા અને નારિયેળના મિશ્રણમાં ખજૂર અને અખરોટ ઉમેરીને ચાખી જુઓ. બરફી પર પિસ્તા કે કાજુની કતરીથી પણ સજાવટ કરી શકાય.
ખજૂર અને અખરોટની પોટલી સાથે કેસર રબડી
આ કકરું ડેર્ઝટ આટામાં બનાવેલું અને ખજૂર તથા અખરોટ ભરેલું હોય છે અને કેસર રબડીમાં ઉમેરીને પીરસાય છે.
સામગ્રી : બે કપ મેંદો, બે ચમચી ઘી, ચપટી ભર મીઠું, સુગર ફ્રી પંદર ગ્રામ, લોટ બનાવવા જેટલું ઠંડું પાણી.
પુરણ માટે : એક ચમચી ઘી, અડધો કપ ખજૂરના ટુકડા, પા કપ અખરોટના ટુકડા, બે ચમચી સુગર ફ્રી -૩૦ ગ્રામ, અડધી ચમચી એલચીનો ભુક્કો,
કેસર રબડી માટે : મલાઇવાળું અડધો લિટર દૂધ, દોઢસો ગ્રામ માવો, ત્રણ ચમચી સુગર ફ્રી -૪૫ ગ્રામ, અડધી ચમચી એલચીનો ભુક્કો, ચાર ચમચી હૂંફાળા દૂધમાં ઘોળેલું બે ગ્રામ કેસર.
રીત : અગાઉ જણાવ્યા મુજબની સામગ્રીથી લોટની પોટલીઓ બનાવો અને લોટને ભીના કપડાંથી ઢાંકીને દસ મિનિટ રહેવા દો ઠંડા પાણીથી લોટ બાંધો તેને ભીના કપડાથી ઢાંકીને દસ મિનિટ રહેવા દો. પુરણ બનાવવા ઘીને પાત્રમાં ગરમ કરીને ખજૂર અને અખરોટના ટુકડા નાખો. બે મિનિટ સુધી ધીમા તાપે શેકો. એલચીનો ભુક્કો ઉમેરો. સુગર ફ્રી ઉમેરો અને સારી રીતે ભેળવીને બે મિનિટ રાંધો. પુરણને ઠંડું કરો.
કેસર રબડી બનાવવા માટે : દૂધ અને માવો અડધા થઇ જાય ત્યાં સુધી તેને ગરમ કરો. સુગર ફ્રી, એલચીનો ભુક્કો અને કેસર ઉમેરીને બીજી વીસ મિનિટ સુધી રાંધો.
પોટલી બનાવવા : લોટમાંથી પાતળી રોટલી બનાવો.
રશિયન સેલડ
સામગ્રી : ૧૦૦ ગ્રામ તેલ, ૨ ઈંડા, ૧ ચપટી રાઈનો પાઉડર, ૧/૪ ચમચી સફેદ મરચું, ૧/૨ ચમચી મીઠું, સુગર ફ્રી પંદર ગ્રામ ૧ ચમચી લીંબુનો રસ અથવા સરકો, ૫૦ ગ્રામ તાજું ક્રીમ, ૫૦ ગ્રામ બટાકાં, ૫૦ ગ્રામ ગાજર, ૫૦ ગ્રામ બીન્સ, ૫૦ ગ્રામ વટાણાના દાણા, ૧ નાનું ટિન ફ્રૂટ કોકટેલ.
રીત : ઈંડાંનો પીળો ભાગ એક બાઉલમાં ફીણતાં જાઓ. જાડી પેસ્ટ બનાવી ઠંડું કરો. ક્રીમને પણ ફીણો અને પછી મિશ્રણમાં મિક્સ કરી લો. બટાકાં, ગાજર અને બીન્સને ચાર ટુકડામાં સમારી લો. વટાણા સાથે તેમને ઊકળતાં પાણીમાં મીઠું નાખી બફાઈ જાય ત્યાંસુધી ઉકાળો. પાણી નિતારીને આ સામગ્રીને ઠંડા પાણીમાં નાખો. બરાબર નિચોવીને પછી તેને ઈંડાના મિશ્રણમાં મિક્સ કરો. ફ્રૂટ કોકટેલના ફ્રૂટ્સને ઝીણા ટુકડામાં સમારી શાકભાજીની સાથે મિક્સ કરી લો. સેલડ અથવા બાફેલા ઈંડાની સ્લાઈસની સાથે સજાવીને પીરસો.
- હિમાની


