Get The App

દાવત : શિયાળામાં માણો નવો સ્વાદ

Updated: Dec 1st, 2025

GS TEAM

Google News
Google News
દાવત : શિયાળામાં માણો નવો સ્વાદ 1 - image

ઓનિયન સ્પિનિચ કટલેટ

 સામગ્રી :૩-૪ બ્રેડ સ્લાઈસ, ૧ કપ પાલક સમારેલી, ૧ ડુંગળી સમારેલી, ૨ બાફેલા બટાકા, ૧ નાની ચમચી ધાણા પાઉડર, ૧/૪ નાની ચમચી લાલ મરચું પાઉડર, ૧/૪ નાની ચમચી હળદર પાઉડર, ૧/૪ નાની ચમચી ગરમ મસાલો, ૧/૨ નાની ચમચી આમચૂર પાઉડર, ૧/૪ નાની  ચમચી જીરુ, પાઉડર, ૨ મોટી ચમચી તેલ, તળવા માટે તેલ, મીઠું સ્વાદ પ્રમાણે.

 રીત :  બ્રેડ સ્લાઈસ પાલક અને ડુંગળીને એક સાતે મિક્સ કરો. તેમાં મીઠું અને તેલ નાકીને લોટ તૈયાર કરો. કઢાઈમાં તેલ ગરમ કરીને બધા મસાલા નાકીને બાફેલા બટાકાને ફ્રાઈ કરો.  ગૂંદેલા  બ્રેડના લોટની પૂરીઓ બનાવીને વચ્ચે બટાકાનો  માવો ભરો અને  કટલેટને બંધ કરીને  ગરમ તેલમાં સોનેરી થાય ત્યાં સુધી  ડીપ  ફ્રાઈ કરો. ચટણી  સાથે ગરમાગરમ પીરસો. 

ક્રિસ્પી બન

સામગ્રી :  ૨ બન, ૧/૪ બ્રોકલી, ૨-૩  બેબીકોર્ન,  ડુંગળી સમારેલી, ૧/૨ સિમલા મરચું, ૧ટમેટું  સમારેલું, ૨ મોટી ચમચી માખણ, ૧/૪ નાની ચમચી કાળાં મરી પાઉડર, ૨ મોટી ચમચી ચીઝ છીણેલું, મીઠું સ્વાદ મુજબ.

રીત :  બનને  વચ્ચેથી સ્કૂપ કરો અને વચ્ચેનો ભાગ કાઢી નાખો. કઢાઈમાં  માખણ ગરમ કરીને ડુંગળી સાંતળો.  તેમાં સિમલા મરચું, બોબીકોર્ન અને ટમેટું  નાખીને  આંચ પર થવા દો.  બરાબર ચડી જાય  પછી તેને સ્કૂપ કરેલા બનમાં  ભરો. ઉપરથી  બનની  બાજુના ભાગ પર ભભરાવીને  ૧૮૦૦ સેન્ટિગ્રેડ પર બેક કરો.

રિસોટો રોલ્સ

સામગ્રી : ૧ કપ ચોખા, ૧ ટમેટું, ૧ ડુંગળી સમારેલી, ૧ લીલું મરચું સમારેલું, ૪-૫ બ્રેડ સ્લાઈસ, તળવા માટે તેલ, ૧/૨ કપ લાલ, પીળું અને લીલું  સિમલા મરચું સમારેલું, મીઠું સ્વાદ પ્રમાણે.

રીત : ચોખાને ધોઈને  પાણીમાં પલાળો. કૂકરમાં  તેલ ગરમ કરો અને ડુંગળી  ફ્રાઈ કરો. સિમલા મરચું  ટમેટુ, લીલું મરચું, મીઠુ અને ચોખા નાખો. તેમાં ૧ ૧/૨ કપ પાણી ઉમેરીને ચોખાને પ્રેશર કૂક કરો. બ્રેડસ્લાઈસની કિનારી કાપો. અને પાણીથી સામાન્ય સામાન્ય ભીની કરો. તેમાં રિસોટો ભરીને ગરમ  તેલમાં  ડીપ ફ્રાઈ કરો. સોસ  સાથે ગરમાગરમ પીરસો.

ઓટ્સ  ફ્રિટર્સ

 સામગ્રી :૧ કપ ઓટ્સ, ૧/૨ કપ સોજી, ૧/૪ કપ સિમલા મરચું સમારેલું, ૧ ડુંગળી સમારેલી, ૧ લીલું  મરચું સમારેલું, તળવા માટે તેલ, મીઠું સ્વાદ મુજબ.

 રીત :  ઓટ્સ અને સોજીને  મિક્સ કરીને પાણી નાખો અને  ઘટ્ટ બેટર  બનાવો.  તેમાં ડુંગળી, લીલું મરચું - સિમલા મરચું અને મીઠું નાખો. ગરમ તેલમાં  તેના ફ્રિટર્સ તળો. ચટણી કે સોસની સાથે ગરમાગરમ પીરસો. 

પ્રોટીન સ્ટિક્સ

 સામગ્રી : ૧ બાફેલો બટાકો, ૧/૪ કપ ચણા દાળ, ૧/૪ કપ છોલે, ૧/૪ કપ કાળા ચણા, ૧/૨ નાની ચમચી આમચૂર પાઉડર, ૧ લીલું મરચું સમારેલું, ૧ ડુંગળી સમારેલી, ૨ મોટી ચમચી વેસણ, ૧ સિમલા મરચું સમારેલું,  ૧ ટમેટું સમારેલું અને મીઠું .

 રીત :  ચણા દાળ, છોલે અને કાળા ચણા પાણીમાં  પલાળીને  મીઠું નાખીને  બાફી લો. પછી  તેમાં  મીઠું અને લીલું મરચું નાખીને  તેને ક્રેશ કરી લો.  તેમાં  બાફેલો બટાકો, આમચૂર પાઉડર અને ડુંગળી નાખીને બરાબર મિક્સ કરીને રોલ બનાવો. રોલ્સને વેસણમાં  રગદોળીને ગરમ તેલમાં ડીપ ફ્રાઈ કરો. રોલ્સના ટુકડા કરો. સ્ટિકમાં  રોલ્સના ટુકડા, સિમલા મરચું અને ટમેટાના ટુકડા અને  ફરી રોલ્સનો બીજો ટુકડો લગાવો અને પીરસો.

ટિક્ટી ટાર્ટ

સામગ્રી :  ૧ કપ મેંદો, ૧ મોટી ચમચી તેલ, ૨ બાફેલા બટાકા, ૧ ડુંગળી સમારેલી, ૧/૨ કપ દહીં, ૨ મોટી ચમચી લાલ ગળી ચટણી, ૧ મોટી ચમચી કોથમીર  સમારેલી, ૧મોટી ચમચી  આરારૂટ પાઉડર, ૧/૨ નાની ચમચી લીંબુનો રસ, મીઠું  સ્વાદ મુજબ.

રીત :  મેંદો અને મીઠું ચાળી લો.  તેમાં તેલ નાખીને પાણીથી ગૂંદી લો. એક મોટા  ટાર્ટ  મોલ્ડને   ગ્રીસ કરીને ગૂંદેલા મેંદાની મોરી પૂરીઓ વણીને મોલ્ડમાં  લગાવો અને  પહેલાથી ગરમ ઓવનમાં  ૧૮૦ં સેન્ટિગ્રેડ પર ૧૦-૧૫ મિનિટ બેક કરો. બાફેલા બટાકાને  છૂંદીને આરારૂટ પાઉડર, મીઠું, લીંબુનો રસ અને અડધી કાપેલી ડુંગળી ઉમેરો.  પછી ટીકીનો આકાર આપીને ડીપ ફ્રાય કે  શેલો ફ્રાઈ કરો. હવે બેક કરેલા ટાર્ટ પર ૩-૪ ટીકી મૂકો.  ઉપરથી દહીં નાખો.  તેની પર ડુંગળી, કોથમીર અને મીઠી ચટણી નાખીને સર્વ કરો. 

 સેમોલિના ટ્રાયેગ્યુલ્સ

સામગ્રી : ૪-૫ બ્રેડસ્લાઈસ, ૧ કપ સોજી, ૧/૨ કપ દૂધ, ૧ /૨ કપ પાણી,  ૧/૪ કપ ચીઝ છીણેલું, ૧/૪ કપ લાલ, પીળું અને લીલું સિમલા મરચું સમારેલું, ૧ ડુંગળી સમારેલી, ૧ મોટી ચમચી કોથમીર સમારેલી, ૧ લીલું મરચું સમારેલું, ૩ મોટી ચમચી તેલ, ૧/૨ નાની ચમચી મીઠું.

રીત : સોજીમાં  દૂધ અને પાણી ઉમેરો.  તેમાં મીઠું, લીલું મરચું, ડુંગળી, સિમલા  મરચું, ચીઝ અને કોથમીર નાખો.  હવે તવો ગરમ કરીને  બ્રેડ શેકો.  શેકાયેલી સાઈડ પર સોજીનું  મિશ્રાણ લગાવો. પછી તેલ નાખીને સોનેરી થાયત્યાં સુધી શેલો ફ્રાઈ કરો. ચટણી સાથે ગરમાગરમ પીરસો. 

રૂમાલી પનીર રોલ્સ

 સામગ્રી : ૧ કપ પનીર, ૧ કપ   મેંદો, ૧ મોટી ચમચી  તેલ, ૩ મોટી ચમચી ચીઝ,૧/૪ કપ સિમલા મરચું સમારેલું, 

૧ ડુંગળી સમારેલી, ૧ બટાકો બાફેરો, ૩ મોટી ચમચી ફ્રેશ, બ્રેડક્રંબ્સ, તળવા માટે તેલ, મીઠું સ્વાદ મુજબ.

 રીત :  મેંદો, મીઠું  અને તેલને મિક્સ કરીને ગૂંદી લો.  તેના નાના -નાના  બેંડા બનાવીને  પાતળા આકારમાં વણીને  શેકી લો.  પનીર, ડુંગળી, સિમલા મરચું, બટાકો, બ્રેડક્રંબ્સ અને મીઠું નાખીને રોલ બનાવો.  

ગરમ તેલમાં  સોનેરી થાય ત્યાં સુધી તળો.  શેકેલી રોટલી  પર ચીઝ નાખો. ઉપરથી  સિમલા મરચું તેમ જ ડુંગળી નાખો અને  ગરમાગરમ પીરસો.  

- હિમાની