Get The App

દાવત : જીભનો ટેસ્ડો પૂરો કરતી વાનગીઓ

Updated: Feb 2nd, 2026

GS TEAM

Google News
Google News
દાવત : જીભનો ટેસ્ડો પૂરો કરતી વાનગીઓ 1 - image

મિર્ચી સાલન

 સામગ્રી:  ભાવનગરી મરચાં ૮ થી ૧૦ નંગ, શેકેલા શીંગદાણા બે ચમચી, સૂકા કોપરાની છીણ બે ચમચી, તેલ ૧ ચમચી, આમચૂર પાઉડર ૧ ચમચી, લાલ મરચું પાવડર ૧ ચમચી, હળદર ૧ ચમચી, ધાણા-જીરૂ ૨ ચમચી, હિંગ અડધી ચમચી, મીઠું સ્વાદ મુજબ, મેથી દાણા ચપટી રાઈ ૧ ચમચી, વરિયાળી ૧/૪ ચમચી, આખા ધાણા ૫ટી, આદુ- લસણની પેસ્ટ ૧/૨ ચમચી, ગોળ ૧ ચમચી, તેલ બે ચમચી. 

  રીત:  મરચાંને સારી રીતે ધોઈને કર્કરા ક૨ી લો. પછી મિકસરમાં શેકી લો, શીંગદાણા એક બાઉલમાં લઈ હવે તેમાં હળદર, ધાણા-જીરૂ, આમચૂર પાઉડર, લાલ મરચું પાવડર અને આદુ-લસણની પેસ્ટ ભેગી કરો. હવે આ મસાલો મારચાંની અંદર ભરી લો. પછી કડાઈમાં તેલ મૂકી ગરમ  થાય એટલે તેમાં રાઈ અને હિંગનો વઘાર કરી મરચાંને સાંતળો એક મિનિટ ફાસ્ટ તાપે સાતળો પછી ગેસ ધીમો કરી પાંચ મિનિટ માટે ઢાંકીને થવા દો અને પાંચ મિનિટ બાદ ગેસ પરથી મરચાં ઉતારી મજેદાર મરચાંની મોજ માણો અને ભાખરી કે પરોઠા સાથે સર્વ કરો.

બ્રેડ ચીલ્લા

 બ્રેડકમ્સનું મિશ્રણ બનાવવા માટે : બ્રેડકમ્સ ૧ કપ, ઓરેગાનો ૧/૨ ચમચી, ચીલી ફલેકસ, ૧/૨ ચમચી, મરી પાવડર ચપટી, મીઠું ચપટી.

 ખીરૂ બનાવવા માટે : એક બાઉલમાં બેસન ૩-૪ કપ, છીણેલું ગાજર ૩ ચમચી, સમારેલું કેપ્સીકમ બે ચમચી, સમારેલી ડુંગળી ૩ થી ૪ ચમચી, સમારેલી કોથમીર બે ચમચી, તલ ૧ ચમચી, હિંગ ૧/૪ ચમચી, જીરૂ ૧/૪ ચમચી, મરી પાવડર ૧/૪ ચમચી, ગરમ મસાલા ૧/૨-૧ ચમચી, પાણી જરૂર મુજબ, કેચ-અપ ૧ ચમચી.

 એસેમ્બલી માટે : તેલ ૧ થી ૨ ચમચી, ચીઝ ૧ થી ૨ ચમચી, ઓરંગાનો ૧/૨, ચમચી, ચીલી ફલેકસ ૧/૨ ચમચી.

 રીત : એક બાઉલમાં બ્રેડમ્સ લઈ તેમાં ચીલી ફલેકસ, ઓરંગાનો અને મરી પાવડર અને મીઠું નાખી ભેગું કરી. હવે બીજા બાઉલમાં ચણાનું બેસન, છીણેલું ગાજર, કેપ્સીકમ, ડુંગળી, આદુ અને લસણ અને પાણી, મીઠું નાખી બરાબર ખીરૂ ઘટ્ટ તૈયાર કરો, છેલ્લે કેચ-અપ નાખી બરાબર મિક્સ કરી લો. હવે પેનમાં નાખી તેમાં ચણાનું ખીરૂ પાથળ પછી તેનાં પર તાજી બ્રેડક્રમ પાથર મી. ૧-૪ મિનિટ થવા દો. પછી ચીલ્લા થઈ જાય એટલે ડીશમાં લઈ તેનાં ૫૨ ચીઝ ખમણી લો અને ઉપર ચીલીફલેક્સ અને ઓરેગાનો ભભરાવી પછી સર્વ કરો. લો તૈયાર છે બેડચીલ્લા.

કાશ્મીરી વડાં

 સામગ્રી:  ૧૫૦ ગ્રામ ચણાદાળ, બે કાંદા બારીક પીસેલાં, ૧-૨ ચમચી આદુ, મરચાની પેસ્ટ, બે ચમચા કોર્નફ્લોર, ૧ ચમચી શેકેલું જીરૂ, ૪ થી ૫ સ્લાઈસ બ્રેડ, સમારેલી કોથમીર ૩ ચમચી, શેકેલી વરિયાળી ૧ ચમચી, મીઠું સ્વાદ મુજબ, વડાંની અંદર ભરવા માટે (પુરણ માટે) બે સ્લાઈસ પાઈનેપલ, બે ચમચા કાજુના ટુકડા, ૩ લીલાં મરચા, પ્રમાણસર મીઠું, અડધો લીટર દૂધનું પનીર, તળવા માટે તેલ.

  રીત:  ચણાની દાળને ૫ થી ૬ કલાક પલાળી, પાણી નિતારી કુકરમાં બાફી લેવી. બફાઈ જાય એટલે મિકસરમાં ક્રશ કરી લેવી. તેમાં કોર્નફ્લોર નાખી ભેગું કરવું. પાઈનેલના બારીક ટુકડા કરવા અને તેમાં હાથેથી છૂટું કરેલું પનીર, મરચાના બારીક ટુકડા, કાજુ અને મીઠું નાખી ભેગું કરવું. પછી દાળના મસાલાનો એક ભાગ હાથમાં લઈ તેને હાથેથી થેપીને વાટકી જેવો આકાર કરી તેમાં પુરણ ભરી વડાંનો ચપટો શેપ આપી તેલમાં બ્રાઉન કલરના તળી લેવા. ફુદીનાની ચટણી અથવા સોસ સાથે સર્વ કરવો..

લીલી તુવેરની કચોરી

 સામગ્રી: ૫૦૦ ગ્રામ લીલી તુવેરના દાણા, અડધું નારિયેળ લીલું અથવા સૂકું ખમણ, ૧ ઈંચ આદુનો ટુકડો, ૫ થી ૬ લવિંગ, બે ટૂકડા તેજ, ૮ થી ૧૦ મરી, ચપટી હિંગ, ૧ ચમચી આખા ધાણા, ૧ ચમચી વરિયાળી, ૧ ચમચી તલ, ૧ મોટા લીંબુનો રસ, ૩ ટે.સ્પૂન ખાંડ, બે ટે સ્પૂન તેલ, મીઠું સ્વાદ પ્રમાણે, કણક માટે ૩૦૦ ગ્રામ મેંદો, ૪ ટે. સ્પૂન તેલ, મીઠું સ્વાદ પ્રમાણે.

  રીત:  તુવે૨ના દાણાને મિકસરમાં અધકચરા કરી લો. ત્યાર બાદ જાડા તળિયાવાળા પહોળા વાસણમાં અથવા ફ્રાઈંગ પેનમાં તેલ નાખી તેમાં હિંગનો વઘાર કરીને તજ, લવિંગ, ધાણા, વરિયાળી, તલ ઉમેરી સાંતળો. પછી તેમાં કોપરૃં અને આદુ- મરચાંની પેસ્ટ નાખી એકાદ મિનિટ સુધી સાંતળો. હવે ક્રશ કરેલાં તુવેરનાં દાણા નાખી બધો જ મસાલો, ખાંડ, લીંબુનો રસ અને મીઠું નાખી હવે ૮ થી ૧૦ મિનિટ આ મિશ્રણને સતત હલાવતા રહો. પાણીનો ભાગ બળી જાય અને મસાલો સહેજ કોરો પડવા માંડે એટલે ગેસ પરથી ઉતારી ઠંડુ પડવા દો અને પુરણના ગોળા બનાવી લો. હવે મેંદામાં જરૂર પ્રમાણે મીઠું અને તેલ નાખ્યું રોટલીના લોટની કણક બાંધીએ તેવો બાંધો અને થોડીવાર ઢાંકીને રેસ્ટ આપો. પછી તેમાંથી જાડી પુરીઓ વાળી તુવેરના મિશ્રણના બનાવેલા ગોળા મૂકીને કોરી વાળો. ગરમ તેલમાં ધીમા તાપે તળી લો. ટોમેટો કેચ-અપ સાથે ગરમ ગરમ સર્વ કરો.

મેક્સિકન ફ્રાઈડ રાઈસ

સામગ્રી : રાંધેલો બાસમતી ભાત ૧ કપ, સમારેલાં કેપ્સીકમ (ત્રણેય રંગના) અડધો કપ, બાફેલા મકાઈના દાણા- અડધો કપ, બાફેલા રાજમા અડધો કપ, સમારેલું ગાજર, અડધો કપ સમારેલી બ્રોકલી, અડધી કપ સમારેલી ડુંગળી ૧ નંગ, બાફેલી ફણસી પા કપ, ટમેટાં મોટુ ૧ નંગ, લીલાં મરચાની પેસ્ટ ૧ ચમચી, લસણની પેસ્ટ ૧ ચમચી, બટર-૩ ચમચી, તેલ ૧ ચમચી, મરી પાઉડર પા ચમચી, મીઠું સ્વાદ મુજબ, ટોમેટો કેચ-અપ બે ચમચી, ચિલી ફલેકસ ઓરેગાનો.

રીત : સૌપ્રથમ બધા શાક સમારીને તૈયાર કરી લેવા બ્રોકલીને ગરમ પાણીમાં ફકત બે મિનિટ માટે બાકી નીતારી લેવી. કડાઈમાં બટર અને તેલ ગુમ થાય એટલે લસણની પેસ્ટ લીલાં મરચાંની પેસ્ટ અને સમારેલી ડુંગળી સાંતળવી. બાકીનાં શાક અને કઠોળ ક્રન્ચી રહે એટલા કુક કરો. ત્યાર બાદ ટોમેટો કેચ-અપ અને મસાલા ઉમેરી દેવા. છેલ્લે રાઈસ અને એક ચમચી બટર ઉમેરી બધું સારી રીતે મિક્સ કરી લેવું. મેક્સિકન ફ્રાઈડ રાઈસની મજા માણો.

 રજવાડી મસાલા ખીચડી

સામગ્રી : ઘી ૨ થી ૩ ચમચી, રાઈ ૧/૨ ચમચી, તમાલપત્ર ૧ નંગ, એલચી ૧ નંગ, સૂકું લાલ મરચું ૧ નંગ, મરી ૫ થી ૬ નંગ, લવગ ૩ થી ૪ નંગ, તજ ૧ ટૂકડો, ચણા દાળ ૧ ચમચી, અડદની દાળ ૧ ચમચી, હિંગ ૧/૪ ચમચી, સમારેલું લીલું મરચું ૧ થી ૧ ૧/૨ ચમચી, કાજુ અને સૂકી દ્રાક્ષ ૧૦ થી ૧૨ નંગ, સમારેલી ડુંગળી ૧ નંગ, સમારેલી દૂધી ૧/૪ કપ, સમારેલું ગાજર ૧/૪ કપ, વટાણા ૧/૪ કપ, સમારેલું રીંગણ ૧ નંગ, સમારેલું બટાકુ ૧ નંગ, આદું-મરચાંની પેસ્ટ ૧ ચમચી, સમારેલું ટામેટું ૧ નંગ, હળદર ૧/૨ ચમચી, લાલ મરચું ૧/૨ થી ૩/૪ ચમચી, મીઠું સ્વાદ અનુસાર, ધાણા-જીરૂ ૧ ચમચી, ખીચડીનો મસાલો ૧ ચમચી, પલાળેલી મગની દાળ, તુવરેની દાળ, મસુરની દાળ અને ચોખાનું મિશ્રણ ૨ કપ, પાણી જરૂર મુજબ, કોથમીર ૧ થી ૨ ચમચી.

રીત : કુકરમાં ઘી ગરમ કરી રાઈ, તમાલપત્ર, એલચી, સૂકું મરચું, મરી, લવિંગ, તજ, ચણાની દાળ લઈ સાંતળી, તેમાં અડદની દાળ, હિંગ, લીલું મરચું, કાજુ, સૂકી દ્રાક્ષ અને ડુંગળી નાખી સાંતળી લો. પછી તેમાં દૂધ, ગાજર, રીંગણ, વટાણા અને બટાકુ ઉમેરી,ભેગું કરી આદુ-મરચાંની પેસ્ટ, મીઠો લીમડો, ટામેટું, હળદર, લાલ મરચું, મીઠું, ધાણા-જીરૂ અને ખીચડીનો મસાલો ઉમેરી ભેગું કરી લો. ત્યાર બાદ તેમાં પલાળેલી મગની દાળ, તુવેરની દાળ, મસુરની દાળ અને ચોખાનું મિશ્રણ લઈ પાણી તેમ જ કોથમીર ઉમેરી ઢાંકીને ૩ થી ૪ કુકરની વ્હીસલ વાગે ત્યાં સુધી રાંધી કરી લો. ખીચડી સરસ ચડી થઈ જાય એટલે તેને સર્વંગ બાઉલમાં લઈ કોથમીરની ગાનશ કરી ગરમાગરમ સર્વ કરો. હેલ્થી રજવાડી મસાલા ખીચડી તૈયાર છે. 

- હિમાની