For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!
FOLLOW US

તોતડાપણાનો ઈલાજ શક્ય છે .

Updated: May 29th, 2023


- આરોગ્ય સંજીવની- જહાનવીબેન ભટ્ટ 

તોતડાપણું '' અથવા તો અટકી-અટકીને બોલવું આ લક્ષણ મોટાભાગે નાના બાળકોમાં વધારે જોવા મળતું હોય છે, અને સમાજમાં મોટાભાગે આ બીમારીની ઊપેક્ષા થતી જોવા મળતી હોય છે. ઘણા લોકો તો આ સમસ્યાને ગંભીરરૂપે લેતા જ નથી જેથી આજે આ સમસ્યા અને તેના સમાધાનની વાત કરીશું. અભિનેત્રી રાણી મુખર્જી પણ બાળપણમાં આ સમસ્યાનો શિકાર હતી પણ આજે તેને સાંભળીએ તો જરાય ખ્યાલ ન આવે કે, બાળપણમાં તેને આ સમસ્યાનો શિકાર કરવો પડયો હશે.

સ્પષ્ટ અને કડકડાટ બોલવા માટે પણ મગજનો ડાબી બાજુનો અને જમણી બાજુનો આ બંને ભાગ પરસ્પર સહયોગથી કાર્યરત તે અત્યંત જરૂરી છે. આ બંને વચ્ચે થોડી ગડબડ ઊભી થાય ત્યારે તોતડાપણાની સમસ્યા સર્જાતી હોય છે. બાળકોમાં આમ તો આ લક્ષણ સામાન્ય છે, આ લક્ષણ મોટાભાગે ૩ થી ૫ વર્ષની ઉંમરના શરૂઆતના તબક્કામાં ૭ ટકા બાળકોમાં આ સમસ્યા જોવા મળતી હોય છે. જેમાંથી ૫ ટકા બાળકોમાં કોઈ પણ સારવાર વગર આ સમસ્યા ઠીક થઈ જાય છે, જ્યારે ૨ ટકા બાળકોને સારવારની જરૂરિયાત ઊભી થાય છે.

સમાજમાં પ્રાયઃ એવું જોવા મળે છે  કે પુરુષોના પ્રમાણમાં સ્ત્રીઓમાં આ સમસ્યા ખૂબ નહિવત પ્રમાણમાં જોવા મળતી હોય છે. આ રોગની કરુણતા એ છે કે આ રોગથી પીડાતા વ્યક્તિનાં મનમાં ઘણું બધું કહેવાની ઈચ્છા હોય છે, પરંતુ લોકોના અપમાનનું કે મજાક કારણ ન બનવું પડે તેવા ભયથી આવી વ્યક્તિઓ બહું બોલી શકતી નથી.

ઘણીવાર આપણે આપણા સામાન્ય જીવનમાં પણ અનુભવીએ છીએ કે, જ્યારે આપણે કોઈના ઉપર ખૂબ ક્રોધે ભરાયા હોઈએ ત્યારે ક્રોધના આવેગમાં ઘણીવાર સળંગ બોલી શકતા નથી અને શબ્દો તૂટવા લાગે છે ઘણીવાર એવું બને છે કે આપણે એક જ શ્વાસમાં ઘણું બધું સાથે બોલવાના પ્રયાસોમાં હોઈએ અને આપણે સળંગ બોલી શકતા નથી. આ પ્રક્રિયા ખૂબ જ સ્વાભાવિક હોય છે. 

શરીરમાં વગેરે સ્વાભાવિક છે જેથી આ સમસ્યાનાં દર્દીઓએ સહેજ શરમ કે સંકોચમાં રહેવાની જરૂર નથી.

મક્કમ મનોબળ અને દ્રઢ ઈચ્છાશક્તિથી નિઃસંશય આ સમ્સ્યાને માત આપી શકાય. જે હકીકત છે આજના એક ખૂબ જ ખ્યાતનામ અને લોકપ્રિય સુપરસ્ટારને બાળપણમાં બોલવામાં આ જ સમસ્યા હતી પરંતુ આજે રૂપેરી પડદે એને જોવાથી સ્વપ્નમાં પણ ખ્યાલ ન આવે કે આ સ્ટારને બાળપણમાં આવી સમસ્યા પણ હોઈ શકે! કહેવાનો આશય માત્ર એટલો જ છે કે ઈચ્છાશક્તિ અને ઔષધોપચારથી આ સમસ્યાનું નિવારણ થઈ શકે છે.

 બાળકો જ્યારે આ પ્રકારની સમસ્યાનો સામનો કરતા હોય છે ત્યારે તેમના માતા-પિતાએ નીચેની બાબતોની સાવધાની રાખવી જરૂરી છે. જેમાં,

૧. બાળકની બોલવાની પદ્ધતિની ક્યારેય મજાક ન ઊડાવવી અન્યો દ્વારા પણ પરિસ્થિતિનું નિર્માણ ન થાય તેની ખૂબ જ કાળજી રાખવી.

૨. બાળકમાં લઘુતાગ્રંથિ ભય કે તનાવ ઉત્પન્ન ન થાય તેની ખૂબ કાળજી રાખવી.

૩. બાળકને વધુમાં વધુ તે બોલે તે માટે પ્રેરણા આપવી.

૪. બાળકમાં તોતડાપણાની સમસ્યા પ્રયત્નો કરવા છતાંય, સુધરતી ન જણાય છતાં પણ બાળકને ધમકાવવું કે ડરાવવું નહીં પણ તેની ઔષધ સારવાર કરાવવી જો જરૂર લાગે તો સારા સ્પીચ થેરાપીસ્ટની સલાહ લેવી.

૫. માતા-પિતાએ પોતાના બાળકને માનસિક રૂપની મોરલ સર્પોર્ટ પૂરો પાડવો તેના મગજમાં કોઈ વાતનો ડર કે ભય પેસી ગયો હોય તો તેના મગજમાંથી તે ભય હટાવવો જોઈએ.

- આયુર્વેદિક સારવારઃ-

૧. દરરોજ સવારે નિયમિત રૂપે આમળાનું સેવન આ રોગમાં ખૂબ જ લાભદાયી છે. સવારે ચમચી આમળાનું ચૂર્ણ ને ૧ ચમચી ગાયના ઘી સાથે નિયમિત થવાથી આ સમસ્યામાં થોડાક જ સમસ્યામાં ફાયદો જણાશે.

૨. બ્રાહી તેલને થોડું ગરમ કરી શીર પર ૨૦ થી ૨૫ મિનિટ સુધી તેની માલિશ કરવી. ત્યારબાદ સુખોષ્ણ જળથી સ્નાન કરી લેવું આ પ્રયોગ નિયમિત કરવાથી બાળકની યાદશક્તિ પણ વધે છે અને બોલવાની સમસ્યામાં પણ સુધારો થતો જાય છે.

૩. ૧૦ નંગ બદામ લઈ રાત્રે તેને પલાળી દેવી અને સવારે તેની છાલ ઊતારીને તેનું ચૂર્ણ બનાવી ૨૫ ગ્રામ ગાયનાં ઘી માં બનાવેલું માખણ મિક્સ કરી બાળકને ખવડાવવું.

૪. ૧૦ નંગ બદામ અને ૧૦ નંગ કાળા મરીને વાટીને તેનું ૧૦ દિવસ સુધી સેવન કરવું.

૫.બ્રાહી સીરપ કે શંખપુષ્પી સીરપ ૧-૧ ચમચી સવાર-સાંજ ભોજન પછી બાળકને આપવી.

૬. બ્લડશુદ્રિકર ચુર્ણ ૧ ચમચી સવાર સાંજ લેવું

૭. બાહીવટી ૧-૧ ગોળી સવાર-સાંજ ગાયના દૂધ સાથે લેવી.

- વળી ઉચ્ચાર કરવામાં તકલીફ પડે તથા ઉચ્ચારણો કે શબ્દોનો ઉચ્ચાર બાળક પાસે વારંવાર કરાવવો.

- મજબૂત વીલ પાવર, દ્રઢ આત્મવિશ્વાસ અને જીવન પ્રત્યેનો હકારાત્મક અભિગમ આ બીમારીને જડમૂળથી નાબૂદ કરવા માટે સંજીવની સાબિત થશે તે વાતમાં બે મત નથી.

Gujarat
Worldcup 2023
English
Magazines