Get The App

તમે કદી ન કરતાં...... કૉમન મેકઅપ મિસ્ટેક્સ

Updated: Sep 18th, 2023


Google NewsGoogle News
તમે કદી ન કરતાં...... કૉમન મેકઅપ મિસ્ટેક્સ 1 - image


સામાન્ય રીતે બહુ ઓછી માનુનીઓને યોગ્ય મેકઅપ વિશે જ્ઞાાન હોય છે. મોટા ભાગે મેકઅપ કરતી વખતે સાન્ન્ય ભૂલો થતી હોય છે. જેના વિશે અહીં જણાવામાં આવ્યું છે. 

ચહેરાને વારંવાર ધોવો

દિવસમાં બે વાર અથવા તો સવાર-સાંજ ચહેરો ધોવો યોગ્ય છે. ચહેરો ધોવા માટે હળવું અને જેન્ટલ ક્લિંજરનો ઉપયોગ કરવો જોઇએ. વગર કારણે ચહેરો દિવસના બેથી વધુ વખત ધોવો જોઇએ નહીં. વારંવાર ચહેરો દોવાથી ત્વચામાંનું કુદરતી તેલ નીકળી જવાથી ત્વચા રૂક્ષ થઇ જાય છે. 

રૂક્ષ ત્વચા પર મેકઅપ

રૂક્ષ ત્વચા પર મેકઅપ કરવો એ બહુ મોટી ભૂલ છે. રૂક્ષ ત્વચા પર મેકઅપ કરવાથી ત્વચા વધુ ડલ થઇ જાય છે તેમજ તહેરો થાકેલો જણાય છે. મેકઅપ લગાડતા પહેલા ધ્યાન રાખવું કે ચહેરો વ્યવસ્થિત રીતે હાઇડ્રેટ અને મોઇશ્ચરાઇઝ્ડ હોય.

વધુ પડતું ફાઉન્ડેશન લગાડવું

વધુ પડતું ફાઉન્ડેશન ચહેરા પર લગાડવાથી ભદ્દો દેખાય છે. હળવો મેકઅપ કરવો હોય તો પૂરા ચહેરા પર ફાઉન્ડેશન લગાડવાની જરૂર હોતી નથી. ફર્ત ગાલ, નાક અને આંખ અને આંખની નીચે જ લગાડવું. ફાઉન્ડેશનના શેડની પસંદગી પણ યોગ્ય રીતે થઇ હોય તો જ મેકઅપ ચહેરા પર આકર્ષક લાગે છે.  ફાઉન્ડેશનનો શેડ અને ત્વચાનો વાન મેળ ખાતું હોય તે જ શેડનું ફાઉન્ડેશન લગાડવું જોઇએ. 

આ ઉપરાંત ફાઉન્ડેશનને યોગ્ય રીતે બ્લેન્ડ કરવો જોઇએ, તેમજ સાથેસાથે ગરદન અને કાન પર પણ ફાઉન્ડેશન લગાડવું મહત્વનું છે. જો આમ ન કરવામાં આવે તો  ચહેરાના અને ગરદનના વાનમાં ફરક જણાઇ આવે છે.

બ્લેન્ડિગની ખોટી રીત

ચહેરાપર બ્લશ અતવા તો આઇશેડો લગાડવાથી મેકઅપ થઇ ગયો એ સમજવું મોટી ભૂલ છે. ન્યુટ્રલ શેડ લગાડતી વખતે તને યોગ્ય રીતે બ્લેન્ડ નહીં કરવાથી મેકઅપ ભદ્દો દેખાય છે. તેથી યોગ્ય રીતે બ્લેન્ડિંગ કરવાની રીત શીખી લેવું જરૂરી છે. 

ખોટી રીતે કન્સિલર લગાડવું

મેકઅપ કરતી વખતે ચહેરા પર પહેલા કન્સિલર કે ફાઉન્ડેશન લગાડવું એની દ્વિધા અનુભવતી હોય છે. તો યોગ્ય રીતે મેકઅપ કરતી વખતે પહેલા ફાઉન્ડેશન જ લગાડવું જોઇએ. આ પછી કન્સિલર લગાડવામાં આવે છે. 

જોકે કન્સિલર એક જ જગ્યાએ વધુ પડતુ ંલાગી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું. આંખ નીચેના કાળા કુંડાળા પર વધુ કન્સિલર લગાડવાથી વય વધુ દીસે છે. આંખના કાળા કુંડાળાને છુપાવવા માટે આંખની નીચેના હાડકા પર કન્સિલરના થોડા ટીપાં લગાડવા અને તેને બ્લેન્ડ કરવું.

મસ્કરા 

મસ્કરાના હંમેશાઆઇબ્રોઝના બે શેડ વધુ ડાર્ક હોવા જોઇએ. મસ્કરાને બેથી વધુ કોટ લગાડવા નહીં. આમ કરવાથી પાંપણ ચોંટેલી લાગશે. ત્રણ-ચાર મહિના જુના મસ્કરાનો ઉપયોગ કરવો નહીં. તે પાંપણ પરલગાડવાથી પાંપણ ભદ્દી લાગે છે.

આઇલાઇનર

બ્લેક આઇલાઇનરનો ઉપયોગ ફક્ત સ્કિન ટોન ડાર્ક હોય તેમણે જ કરવો. હળવા સ્કિન ટોન માટે બ્રાઉન આઇલાઇનર યોગ્ય છે. જો વાળ બ્લોન્ડ અને આંખ ભૂરી હોય તો બ્લેક આઇલાઇનર લગાડવું નહીં. 

લિપલાઇનર

લિપ મેકઅપ કરતી વરખતે હોઠને યોગ્ય રીતે આઉટલાઇન કરવું જરૂરી છે. હોઠને આઉટલાઇન કરતી વખતે તેના પર એકદમ પાતળી અને શાર્પ લાઇન ન કરવીં. ઉપરાંત હળવી લિપસ્ટિકની સાથે ડાર્ક આઇલનર લગાડવું નહીં.લિપ લાઇનર લગાડવાનો યોગ્ય રીત એ ે કે, હોઠ પર આઉટલાઇન કરવી અને પછી પૂરા હોઠને લિપ લાઇનરથી ભરીને મેચિંગ લિપસ્ટિક લગાડવી. 

ફેસ પાવડરનો વધુ પડતો ઉપયોગ

ફેસ પાવડર ચહેરાપરના મેકઅપને લોક કરે છે અને ઓઇલી તથા ગ્રીસી દેખાવાથી રોકે છે. પરંતુ જો તેને યોગ્ય રીતે લગાડવામાં ન આવે તો વય કરતાં મોટા દેખાડી શકે છે. તેમજ ચહેરાપરની બારીક લાઇન્સ અને કરચલીઓને પણ ઊભારે છે. તેથીજ તેને ફક્ત ટી ઝોન પર જ લગાડવું. વધતી વયની સાથે ફેસ પાવડરનો ઉપયોગ કરવાનું બંધ કરી દેવું. 

- સુરેખા મહેતા


Google NewsGoogle News