સ્નેક પ્લાન્ટ સાધે સૌંદર્ય સાથે સ્વાસ્થ્યનો સુમેળ
- સરળ અને સામાન્ય દેખાતા છોડને ઘર અને ઓફિસમાં ઉગાડવામાં આવે છે, પણ તેના અનેકવિધ લાભ અને ફાયદા પણ છે, જે ઘર-ઓફિસના સૌંદર્યમાં વધારો પણ કરે છે અને અનેક સ્વાસ્થ્ય સંબંધિત લાભ પણ આપે છે. આ સ્નેક પ્લાન્ટ તેના આકર્ષક દેખાવ તેમ જ હવાની ગુણવત્તા સુધારવાની ક્ષમતાને કારણે ઘણાં જાણીતા અને ઉપયોગી છે.
મુંબઈ જેવું મેગાસિટી હોય કે ગુજરાતનું કોઈ નાનકડું ગામડું- જેમાં એવા લોકો તો મળી જ આવશે કે જેમને તેમના ઘર અથવા આસપાસની ખાલી જગ્યા પર વિવિધ પ્રકારના ફૂલો આપતાં છોડવા રોપવાનો શોખ હોય. અરે, ઘણાં તો તેમના ઘર પાસેના બગીચા કે પોતાનાં ઘરના બગીચાને અવનવાં ફૂલોથી આચ્છાદિત છોડથી સુશોભિત કર્યા હોય. માનવી અને વનસ્પતિ વચ્ચે એક અનેરો સંબંધ જ નહીં, પણ ફૂલો વિના માત્ર લીલા, લાંબા પર્ણો ધરાવતાં છોડ રોપવાનો વાયરો પણ ઘણાં સમયથી વ્યાપ્યો છે, જેને સ્નેક પ્લાન્ટ તરીકે ઓળખવામાં આવે છે. તેનું વૈજ્ઞાાનિક નામ ડ્રાસેના ટ્રાઈફેસિથાય સરળ અને સામાન્ય દેખાતા છોડને ઘર અને ઓફિસમાં ઉગાડવામાં આવે છે, પણ તેના અનેકવિધ લાભ અને ફાયદા પણ છે, જે ઘર-ઓફિસના સૌંદર્યમાં વધારો પણ કરે છે અને અનેક સ્વાસ્થ્ય સંબંધિત લાભ પણ આપે છે.
મૂળ તો આ છોડ નાઈજિરિયા-પૂર્વથી કોંગો સુધીના ઉષ્ણકટિબંધ પશ્ચિમ આફ્રિકાના છે. તેને માત્ર સ્નેક પ્લાન્ટ જ નહીં, પણ સેન્ટ જ્યોર્જની તલવાર, સાસુ-વહુની જીભ અને વાઈપરની ધનુષની શણ તરીકે પણ ઓળખાય છે. આ છોડનેવ્યૂહાત્મક રીતે ઘર-ઓફિસની સજાવટ અને ફેંગ-સુઈ અથવા વાસ્તુના લાભ માટે પણ ગોઠવવવામાં આવે છે. આ સ્નેક પ્લાન્ટ તેના આકર્ષક દેખાવ તેમ જ હવાની ગુણવત્તા સુધારવાની ક્ષમતાને કારણે ઘણાં જાણીતા અને ઉપયોગી છે. આ છોડનાં પાન પંદર સેન્ટિમીટરની ઊંચાઈથી માંડીને કેટલાંક ફૂટ ઊંચા હોય છે. આટલું જ નહીં, છોડના લાંબા પાન મજબૂત અને રસદાર હોય છે. આ છોડ થોડી શાંતિ પૂરી પાડવાના વધારાના લાભ સાથે વિવિધ ભૌતિક લાભો પણ પ્રદાન કરે છે. આ છોડ ઈન્ડોર પ્લાન્ટ તરીકે પણ સ્થાન ધરાવે છે.
એશિયા અને આફ્રિકામાં સ્નેક પ્લાન્ટને તેના ટટ્ટાર પાનને કારણે સદાબહાર તલવાર આકારની બ્લેડ દ્વારા ઓળખી શકાય છે. સ્નેક પ્લાન્ટની લોકપ્રિયતાનું એક કારણ તો એ પણ છે કે તેને બહુ ઓછી જાળવણીની જરૂર રહે છે. ઓછા પાણી વિના પણ એ ટકી શકે છે. એ વાત સાચી છે કે આ છોડને ઘણાં હાનિકારક પણ માને છે કેમ કે એ સાધારણ ઝેરી પણ હોય છે. જો તેને વધુ માત્રામાં ખાવામાં આવે તો તેના બ્લેડમાં જે ઝેર હોય છે તે મોં અને જીભમાં બળતરા અને જડતા લાવી શકે છે. નાના બાળકો અને પાલતું પ્રાણીઓથી તો આ છોડ દૂર હોય એ સારું જ છે. રાખોડી અથવા ચાંદીની આડા પટ્ટાવાળા સાંકડા લીલા બ્લેડ સૌથી સામાન્ય સ્નેક પ્લાન્ટ છે, જે થોડા ફૂટથી ઊંચાઈ સુધી પહોંચી શકે છે. તે ઝાંખા પ્રકાશ અને તીવ્ર પ્રકાશ ગરમીમાં ટકી શકે છે. તેને વધુ ખાતરની પણ જરૂર નથી. આમ છતાં ઘર અને ઓફિસનું સૌંદર્ય વધારવા તે લાજવાબ છે. આ સાથે જ તેના સ્વાસ્થ્યવર્ધક લાભ પણ જાણી લઈએ.
ઓર્ગેનિક એર ફિલ્ટર : સ્નેક પ્લાન્ટ વાતાવરણમાંથી વધારાના પ્રદૂષકોને દૂર કરે છે, જેમાં બેન્ઝીન, ઝાયલિન, ટ્રાક્લોરોઈથિલિન, ફાર્માન્ડિહાઈડ અને કાર્બનમોનોકસાઈડના વ્યાપક સ્તરને દૂર કરવાની બાબતનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સ્નેક પ્લાન્ટ ચોવીસે કલાક અને અઠવાડિયામાં સાતેય દિવસ ઓફિસજન પેદા કરે છે.
પાણીની અછત-તંગીનો સામનો કરતો છોડ : સ્નેક પ્લાન્ટ એક રસદાર છોડ છે જે ઉનાળામાં અથવા વિવિધ આબોહવામાં પાણી વિના કે ઓછા પાણીમાં ખરેખર સારી રીતે જીવી શકે છે.
શિયાળામાં તો આખા મહિનામાં એક વખત પાણી પૂરું પાડો તોય પૂરતું થઈ પડે છે. જો કે વધુ પડતું પાણી છોડને નુકસાન પહોંચાડી શકે અથવા તેને સંપૂર્ણપણે નાશ કરી નાખે છે.
વાયુ પ્રદુષણનો સામનો કરે છે : સ્નેક પ્લાન્ટ ઘરમાંની હવાનું દૂષણ હોય કે બહારની હવાનું પ્રદૂષણ તેનો મક્કમતાથી મુકાબલો કરી શકે છે. તાજેતરના અભ્યાસમાં એવું જાણવા મળ્યું કે ઘર અને બહારની હવાનું દૂષણ ઘાતક હોઈ શકે છે. બંને પ્રકારની હવાના દૂષણને ઘટાડવા માટે અનેક પધ્ધતિ છે, પણ સૌથી પસંદગીનો માર્ગ સ્નેક પ્લાન્ટ ઘર અને ઓફિસમાં ઉગાડવામાં આવે. તમામ વાતાવરણમાં ખીલતા આ છોડ તીવ્ર સૂર્યપ્રકાશ કરી શકે છે જે ખૂબ જ ઓછા ઘરેલું છોડ છે.
ઉમદા ઓક્સિજન પૂરો પાડનાર : આ છોડ ઓક્સિજનનો સૌથી વધુ પુરવઠો પૂરો પાડનારો છોડ છે, એવું હાર્વર્ડથી બહાર પાડવામાં આવેલા સંશોધનમાં જણાવાયું છે. મનુષ્યો માટે આ છોડના શારીરિક લાભ ઘણાં છે. ઝેરી પદાર્થો આ છોડ સહજતાથી શોષી લે છે અને હવામાં ઓક્સિજન પ્રસરાવે છે. સ્નેક પ્લાન્ટ વાતાવરણમાં ભીનાશ-ભેજ ફેલાવી શકે છે જેથી શ્વસન ચેપના જોખમમાં નોંધપાત્ર ઘટાડો થાય છે.
એન્ટિ-કેન્સર શિલ્ડ : હાનિકારક હવાના દૂષણો અને કેન્સર પેદા કરતાં રસાયણોને દૂર કરવાની ક્ષમતાને કારણે સ્નેક પ્લાન્ટને સારવાર માટે એક આદર્શ વિકલ્પ બનાવે છે. આમ આ છોડ જીવલેણ બિમારીને આગળ વધતી અટકાવે છે.
કાર્બન ડાયોક્સાઈડ શોષક : સ્નેક પ્લાન્ટની રાત્રિના સમયે પણ કાર્બન ડાયોક્સાઈડને શોષી લઈ તેનું પ્રમાણ ઘટાડે છે. શુષ્ક હવામાન સામાન્ય રીતે ચોક્કસ પ્રકારનું પ્રકાશ સંશ્લેષણ કરે છે જ્યારે ગરમ આબોહવામાં હોય ત્યારે ભેજનું બાષ્પીભવન ઘટાડવા માટે આ છોડ રાતના સમયે તેના સ્ટોમાટા પહોળા કરે છે.
સાવ ઓછા ખાતરની જરૂર : આ છોડ સૌથી ઓછી જાળવણીમાં ટકી શકે છે. આ છોડ સીધો સૂર્યપ્રકાશ, સંપૂર્ણ છાયો તેમ જ સિંચાઈ અને ખાતરની અછતનો પણ સામનો કરી શકે છે. ટૂંકમાં આ છોડ લાંબો સમય ધ્યાન રાખ્યા વિના વિકસતા રહે છે, ટકી રહે છે. જરૂર લાગે તો મહિનામાં એકવાર ઓછામાં ઓછું ઓર્ગેનિક ખાતર આપો તોય તેને પૂરતું છે. આમ, ઓછી જાળવણી , ખાતર, પાણી વિના ટકી રહેલા આ સ્નેક પ્લાન્ટને ઘર અને ઓફિસને વધુ સુંદરતા બક્ષવા જરૂર રોપી શકાય એવું નથી લાગતું? આ ઉપરાંત ઓક્સિજન આપે એ તો ફાયદાકારક જ છે.
- ભૂપેન્દ્ર પટેલ