Get The App

ઘર અને આંગણની શોભા વધારતાં રંગરંગીલાં ફૂલો

Updated: May 11th, 2026

GS TEAM

Google News
Google News
ઘર અને આંગણની શોભા વધારતાં રંગરંગીલાં ફૂલો 1 - image

- તાજાં કાપેલાં ફૂલ અને પાંદડીઓ રંગવાથી એની ઉંમર ઘટી જાય છે. એટલે પ્રયત્ન કરવો જોઈએ કે ફૂલો કુદરતી રંગમાં જ રહે. જોકે રંગીન ફૂલોનો ક્રેઝ અને માર્કેટમાં એની વધતી માંગને ધ્યાનમાં રાખીને પ્રોફેશનલ ફલોરિસ્ટ ફૂલોને મનગમતાં રંગમાં રંગી દે છે. 

શું તમે જાણો છો કે બજારમાં વેચાતાં દરેક ફૂલનો રંગ કુદરતી નથી હોતો? માર્કેટ ટ્રેન્ડ, ગ્રાહકની ડિમાન્ડ અને પ્રસંગ મુજબ. પ્રોફેશનલ ફલોરિસ્ટ એને રંગે છે. આસમાની, કાળા, લીલા અથવા રીંગણનો. રંગ ધરાવતા આર્કિડ ગુલાબ અને કારનેશન વગેરે એનાં કેટલાંક ઉદાહરણ છે.

નવી દિલ્હીની ખાન માર્કેટનાં ફલોરિસ્ટ સંજયના જણાવ્યાનુસાર, ''ફૂલ અને પાંદડીઓને સૂકવતાં પહેલાં ડાઈથી અથવા સૂકવ્યા પછી કલર એપ્લિકેશન અથવા સ્પ્રે ક્લરિંગથી રંગવાનું ચલણ ભારતમાં છે, પરંતુ તાજાં કાપેલાં ફૂલ અને પાંદડીઓ રંગવાનું કામ સામાન્ય ફલોરિસ્ટ નથી કરતાં હા, કોઈ વિશેષ પ્રસંગ પર ગ્રાહકની ડિમાન્ડ પર ફૂલોના રંગના શેડને ઘેરા બનાવે અથવા બજારમાં ઉપલબ્ધ રેડીમેડ સ્પ્રે કલર, જે જુદા જુદા રંગો જેવા કે, સિલ્વર, ગોલ્ડન, રેડ, પિંક, લવન્ડર, રીંગણના રંગમાં મળે છે અને તેનાથી રંગે છે.''

ઇકેબાના સ્પેશિયાલિસ્ટના જણાવ્યાનુસાર, ''તાજાં કાપેલાં ફૂલ અને પાંદડીઓ રંગવાથી એની ઉંમર ઘટી જાય છે. એટલે પ્રયત્ન કરવો જોઈએ કે ફૂલો કુદરતી રંગમાં જ રહે. જોકે રંગીન ફૂલોનો ક્રેઝ અને માર્કેટમાં એની વધતી માંગને ધ્યાનમાં રાખીને પ્રોફેશનલ ફલોરિસ્ટ ફૂલોને મનગમતાં રંગમાં રંગી દે છે.

આ માટે પાણીમાં ઓગળી જાય એવી ડાઈ બજારમાં મળે છે. આડાઈ પાણીમાં ઓગાળીને રાખવામાં આવે છે. એમાં છોડનાં મૂળ પલાળીને રાખવામાં આવે છે. પ્લાન્ટની કેપિલરી સિસ્ટમ ડાઈને ચૂસી લે છે. અને ડાઈપ્લાન્ટના દરેક ભાગમાં પહોંચી એને ડાઈના રંગમાં રંગી દે છે.

આ ક્રિયાને 'સ્ટેનિંગ' પણ કહે છે. છોડ પર ડાઈનો ઘેરો અથવા લાઈટ શેડ, પાણીમાં ડાઈનું પ્રમાણ કેટલું છે તેના પર નિર્ભર કરે છે.

ફૂલ અથવા છોડનાં મૂળ ડાઈ સોલ્યુશનની અંદર જ કાપવામાં આવે. આમ કરવાથી મૂળમાં વાયુ નહીં ભરાય અને ડાઈનું શોષણ તીવ્ર ગતિથી થશે.''

ફૂલ અથવા છોડના મૂળ રંગ પર છવાઈ નથી જતી. ફૂલ પર બીજો રંગ ચઢાવવા એટલે કે માસ્કિંગ માટે ડાઈના સ્થાને પિગમેંટનો પ્રયોગ કરવામાં આવે છે. જે ડાઈ પાણીમાં ઓગળી જાય તેવી નથી હોતી એની સાથે 'કો-સોલવેટ', મિક્સ કરવામાં આવે છે.

ડાઈ હંમેશાં બે પ્રકારની હોય છે. એનિયોનિક અને કેટિયોનિક એનિયોનિકડાઈ એમાં ફૂડ ડાઈ, ડાયરેક્ટડાઈ અને એસિડ ડાય હોય છે. જેને પાણીમાં સરળતાથી ઓગાળી શકાય છે. એમાં એવાં કેમિકલ સમૂહ હોય છે, જે કોઈ પણ સોલ્યુશનમાં નેગેટિવ ચાર્જ ઉત્પન્ન કરે છે.

કેટિયોનિક ડાઈ : આ બેઝિક ડાઈ હોય છે. જે પાણીમાં પોઝિટિવ ચાર્જ ઉત્પન્ન કરે છે.

આ બન્ને પ્રકારની ડાઈને મિકસ ન કરવી જોઈએ કારણ કે એના વિરોધી ચાર્જ એને જામ કરી શકે છે. બે અથવા તેનાથી વધુ રંગ ભેગાં થઈને એક નવો રંગ બને છે. જેમ કે ટરકાયઝમાં યલો કલર મિક્સ કરવાથી પિંક શેડ બને છે.

પ્યોર ડાઈમાં માત્ર પ્રાયમરી રંગ જેવા કે લાલ, પીળો અને વાદળી જ મળે છે. બાકીના રંગ અને એના શેડ સેકન્ડરી અને કોમ્પિલમેન્ટરી રંગોનાં મિશ્રણથી બનાવવામાં આવે છે.

પ્રાયમરી રંગોના કોમ્બિનેશનથી બનેલા સેકન્ડરી રંગ ટોનિંગ માટે વાપરવામાં આવે છે. રંગનો ટોન મેળવવા અનુભવની જરૂર પડે છે.

વાયલેટ કલર માટે બ્લ્યૂનો ટોન ધરાવતા રેડ કલર લો અને એમાં આસમાની રંગની ડાઈ મિક્સ કરો. વિવિધ ટોનિંગ ધરાવતી ડાઈઓના મિશ્રણથી ઓછી બ્રાઈટનેસ ધરાવતા રંગોની ડાઈ બનાવી શકાય છે.

સાધનો : ડાઈ બનાવવા માટે વપરાતા ટબને ડાઈબાથ કહે છે. એ વિદ્યુતરોધી અને ઉકળતા પાણીને સહન કરી શકે તેવું હોવું જોઈએ. સ્ટેનલેસ સ્ટીલમાંથી બનાવેલા ડાઈબાથ વધુ સારા હોય છે. પાઈરેક્સ ગ્લાસ અથવા ઇનેમલના પણ ડાઈબાથ બનાવવામાં આવે છે.

લોખંડ, એલ્યુમિનિયમ અથવા કોપરના ડાઈબાથ યોગ્ય નથી રહેતાં. કારણ કે એમાં ડાઈ ઝડપથી જામી જાય છે. ડાઈ બાથની સાઈઝ ડાઈ અને મટીરિયલ (ફૂલ અથવા પાંદડી)ના ૩૦:૧ના પ્રમાણમાં હોવી જોઈએ. ડાઈને સતત હલાવતાં રહેવું જોઈએ. જેની એની ઘેરી આછી પટ્ટીઓ ન પડે.

ડાઈ કેવી રીતે બનાવશો : યોગ્ય રંગ મેળવવા માટે ડાઈ બરાબર બને એ જરૂરી છે એક જ પ્રક્રિયાથી બનેલી ડાઈ સરખાં પરિણામ આપશે. વારંવાર જુદી જુદી રીતે ડાઈ બનાવવાથી ડાઈના દરેક સમૂહનો રંગ અલગ આવશે. ફૂલોને રંગવા માટે સામાન્ય રીતે ટેક્સટાઈલ ડાઈનો ઉપયોગ કરવામાં આવે છે. કપડાંની જેમ એક સરખી રંગાઈ (ડાઈ) ફૂલોમાં મેળવવાનું શક્ય નથી હોતું. સમગ્ર પ્લાન્ટ માટે એકસમાન ડાઈનો પ્રયોગ કર્યા પછી દરેક ભાગની. રંગાઈ અલગ હોય છે. કારણ કે પ્લાન્ટના કેટલાક ભાગના ઉતકો વધુ ડાઈ અવશોષિત કરે છે, જ્યારે કેટલાક ઓછી.

ફૂલોને રંગવામાં ઉપયોગમાં લેવાતી કેટલીક ડાઈ

ફૂલ ડાઈ : ઉપયોગમાં સરળ અને સુરક્ષિત ફૂડ ડાઈનો કલર જલદી ઓછો થઈ જાય છે. એ કારણે એનું વધારે પ્રચલન નથી. એમાં રંગોની રેન્જ પણ સીમિત હોય છે અને મોંઘી પણ પડે છે.

એનિલિન ડાઈ : આ ઘણા રંગોમાં મળે છે, પણ એમાં રહેલાં કારસિનો જોનિક તત્ત્વોના કારણે એનો ઉપયોગ ઓછો થાય છે.

બેઝિક ડાઈ : એનો ઉપયોગ સૌથી વધુ થાય છે. અને પરિણામ પણ ઘણું સારું મળે છે. પ્લાન્ટના સેલ્યુલોઝની સાથે સારું બ્લેડિંગ હોવાના કારણે ડાઈમાં ધાબાં નથી આવતાં.

ટેક્સટાઈલ ડાઈ : આને ડાયરેક્ટર ડાઈ પણ કહેવામાં આવે છે. આ ડાઈ સામાન્ય રીતે કોટનને રંગવાના કામમાં આવે છે. આખા છોડને આ ડાઈમાં ડિપ કરવાથી સારાં પરિણામ મળે છે. એ સસ્તી છે. ઘણા રંગોમાં મળે છે અને વળી વાપરવામાં પણ સરળ છે.

કેવી રીતે ઉપયોગ કરશો : દરેક વિરુદ્ધ કેમિકલનો પ્રયોગ કરતી વખતે સાવચેત રહેવું જોઈએ. ડાઈ પાઉડરનો ઉપયોગ કરતાં પહેલાં મોજાં અથવા ફેસ માસ્ક જરૂર પહેરો.

ડાઈ પાઉડરને પહેલાં ઠંડા પાણીમાં ઓગાળી પેસ્ટ બનાવી લો. પછી તેને ઉકળતા પાણીમાં મિક્સ કરો.

બેઝિક ડાઈને ઉકળતા પાણીમાં નાખતાં પહેલાં મિથેનોલમાં ઓગાળી ડાઈબાથમાં ડાઈનું પ્રમાણ ૦.૧ ટકા લાઈટ રંગ માટે અને પ ટકા ઘેરા રંગ માટે હોવું જોઈએ. ડાઈ માપવા માટે ચમચીનું માપ લેવું યોગ્ય નથી. ડાઈના પ્રમાણમાં થોડો પણ તફાવત દરેક સમૂહની રંગાઈમાં યોગ્ય રંગ નહીં લાવવા દે. એટલે કે દરેક વખતે અલગ શેડ આવશે. ડાઈ માપીને લો અને સાચું પ્રમાણ જ લો.

ડાઈ ઝડપથી થાય એ માટે ડાઈમાં કેટલાક વેટિંગ એજન્ટ પણ નાખવામાં આવે છે. એ ત્રણ પ્રકારના હોય છે.

નોનિયોનિક : એ દરેક પ્રકારની ડાઈ માટે યોગ્ય હોય છે.

કેટિયોનિક : એ કેટિયોનિક ડાઈ સાથે જ યોગ્ય રહે છે.

એનિયોનિક : આ એનિયોનિક ડાઈ સાથે જ યોગ્ય રહે છે.

ડાઈંગટેકનિક અવશોષણ ટેકનિક : આ ટેકનિકમાં એનિયોનિક ડાઈનો ઉપયોગ થાય છે. એની વિધિમાં ફૂલો, પાંદડીઓ અથવા છોડનાં મૂળને ડાઈ સોલ્યુશનમાં નાખવામાં આવે છે. મૂળના ઉતકો ડાઈને અવશોષિત કરીને ફૂલ અને પાંદડીઓના રંગ બદલી નાખે છે. આ ટેકનિક તાજાં કાપેલાં ફૂલ અને પાંદડીઓને રંગવા માટે વધુ સારી છે.

એ ટેકનિકમાં પ્રયોગમાં લેવાતી ડાઈ ગ્લિસસરોલ સાથે ઓગાળવામાં આવે છે. જો ડાઈ ગ્લિરોલમાં ઓગળે એવી ન હોય તો એનો ડાઈએથિનીલ ગ્લાઈકોલ સાથે પ્રયોગ કરવામાં આવે છે. નાના અને કુમળા છોડ ડાઈ ઝડપથી શોષી લે છે. સારા પરિણામ મેળવવા માટે મૂળને સોલ્યુશનની અંદર જ કાપો ડાઈનું સોલ્યુશન જો ૩૦૦થી ૪૦૦ સેન્ટિગ્રેડ વચ્ચે ગરમ હોય તો પરિણામ સારાં આવે છે. જો છોડને બે રંગમાં રંગવાની ઇચ્છા હોય તો મૂળને કાપીને બે રંગોની ડાઈમાં ડૂબાડી રાખો.

ઓછાં પરમાણું વજનની ફૂડ ડાઈ ઘણું સારું પરિણામ આપે છે. લખવાના કામમાં વપરાતી શાહીથી પણ ફૂલો રંગી શકાય છે.

સ્પ્રેટેક્નિક : બજારમાં મળતા વિવિધ રંગોના સ્પ્રેથી તાજાં અને સૂકાં ફૂલોને મનગમતો રંગ આપી શકાય છે.

ક્લરિંગ અને એરડાઈંગ : આ ટેક્નિકમાં બાથટબમાં ડાઈ સોલ્યુશન લઈ એમાં તાજાં કાપેલાં અથવા સૂકાં ફૂલ નાખી તેને હવામાં સૂચવી શકાય છે.

સ્પેશિયલ ઈફેક્ટ : એક જ ફૂલ અથવા છોડને વધારે રંગોમાં રંગી સ્પેશિયલ ઇફેક્ટ પણ આપી શકાય છે. ડાઈ સોલ્યુશનને ડેક્સટ્રાન નામના પદાર્થ સાથે મિક્સ કરી ફૂલના કેટલાક ભાગ પર સ્પ્રે કરીને અથવા બ્રશથી લગાવી ડાઈ સોલ્યુશનમાં નાખવાથી ડાઈ માત્ર એ જ ભાગ પર લાગશે જ્યાં વેક્સ નહીં લાગ્યું હોય.

રંગ આછા ન થાય અને ડાઈનીં રંગત સારી પાકી રહે એ માટે ડાઈમાં મોરડેટ્સ મિક્સ કરો. આ મોરડેટ્સ મેટલ સોલ્ટ હોય છે, જે નેચરલ ડાઈ સાથે મિક્સ કરવામાં આવે છે. એ ડાઈના રંગ પાકા કરવામાં સહાયક બને છે.

- ઈશિતા