Get The App

ઠંડીનો સામનો કરવા થર્મલવેરની પસંદગી

Updated: Feb 2nd, 2026

GS TEAM

Google News
Google News
ઠંડીનો સામનો કરવા થર્મલવેરની પસંદગી 1 - image

શિયાળાની ઋતુમાં ઠંડા પવનથી સ્વયંને બચાવવા માટે તમે સ્ટાઈલિશ વુલન ડ્રેસ તો લીધો, પરંતુ શું તમે તમારી અંદરની સુરક્ષા વિશે વિચાર્યું? શિયાળાની ઋતુમાં શરીરનું ઉષ્ણતામાન જાળવી રાખવા માટે થર્મલ વેર બોડી વાર્મર પહેરવું. કેવી રીતે પસંદ કરશો, તે અમે જણાવીએ :

માર્કેટમાં અનેક પ્રકારના થર્મલ વેર મળે છે, પણ તમે હંમેશાં બ્રાન્ડેડ થર્મલ વેર જ પસંદ કરો, જેની અંદરનું પડ સોફ્ટ કોટન અને ઉપરનું પડ વુલન હોય. આવા થર્મલ વેરનું અંદરનું પડ ભેજ શોષે છે અને બહારનું પડ ગરમી જાળવી રાખે છે. તેનાથી તમારી સ્કિન સરળતાથી શ્વાસ લઈ શકે છે અને રેશિઝ થવાનું જોખમ પણ નથી રહેતું. તે સોફ્ટ, કમ્ફર્ટેબલ અને સ્કિન ફ્રેન્ડલી પણ હોય છે.

તમે ડ્રેસની જરૂરિયાત પ્રમાણે થર્મલ વેર પસંદ કરી શકો છો. આજકાલ ટુ ચીસ થર્મલ વેર અલગઅલગ ડિઝાઈનમાં ઉપલબ્ધ છે. અપર પાર્ટીની ડિઝાઈનમાં સ્લીવલેસ, હાફ સ્લીવ્સ, ફુલ સ્લીવ્સ સાથે ડીપ રાઉન્ડ નેક સિવાય સ્પેગિટી સ્ટાઈલ પણ ચલણમાં છે અને બટનમાં લેગિંગ, પેન્ટ સ્ટાઈલ અને કેપ્રી સ્ટાઈલનું ચલણ છે, જેને તમે તમારા ડ્રેસ પ્રમાણે સરળતાથી કેરી કરી શકો છો અને સ્ટાઈલિશ લુક મેળવી શકો છો.

બોડી વાર્મર હકીકતમાં ઈન્સ્યુલેશન ટેક્નિકથી કામ કરે છે. તેમાં ઉપયોગમાં લેવાતા ફેબ્રિક શરીરમાં રહેલી ભીનાશનો થોડો ભાગ શોષી લે છે અને શરીર તેમજ કપડાં વચ્ચેની ઈન્સ્યુલેટિંગ લહેરમાં પવનનો જરૂરી પ્રવાહ જાળવી રાખે છે.

તેની સાથેસાથે તે એટલા સરસ રીતે બનેલા હોય છે કે શરીરની કુદરતી ગરમીને અંદરથી જાળવી રાખે છે. વુલન થર્મલ વેરની એક ખાસિયત છે કે તે ભેજ શોષીને પણ શરીરમાં ગરમી જાળવી રાખે છે.

થર્મલ વેરની સફાઈ પર ખાસ ધ્યાન આપો, કારણ કે તે સીધા તમારા બોડીને ટચ થાય છે. તેને વોશ કરવા માટે  માર્કેટમાં ઉપલબ્ધ વુલન ડિટર્જન્ટ લિક્વિડનો ઉપયોગ કરો. ગરમ પાણીમાં ધોવાથી થર્મલ વેર લૂઝ થઈ જાય છે. તેને થોડી વાર વુલન લિક્વિડ ડિટર્જન્ટવાળા ઠંડા પાણીમાં ડીપ કરી રાખો. પછી હાથથી ઘસીને ચોખ્ખા પાણીમાં ધુઓ, જેથી ડિટર્જન્ટ સંપૂર્ણ નીકળી જાય. તેને એક વાર એન્ટિસેપ્ટિક ડ્રોપવાળા પાણીમાં ડીપ કરીને કાઢો. તેનાથી તે કીટાણુરહિત થઈ જશે. વોશિંગ મશીનના ડ્રાયરમાં સૂકવ્યાં પછી તેને તડકામાં સૂકવો. જેનાથી ભીનાશ સંપૂર્ણ રીતે નીકળી જાય.

- જયવિકા આશર