પ્રેગ્નન્સી દરમિયાન કંફર્ટ ઇચ્છો છો તો એ લાઈનવાળો શિફ્ટ ડ્રેસ પહેરો. હોટ લુક માટે સ્પેગેટી સ્ટ્રેપ્સ કેસ્કૂપ નેક વાળો શિફ્ટ ડ્રેસ પહેરો.
ક્યૂટલુક માટે પ્રેગ્નન્સી દરમિયાન તમે જંપસૂટ ટ્રાઈ કરી શકો છો. તેની સાથે ક્યારેક ટીશર્ટ તો ક્યારેક શર્ટ પહેરીને એક જ જંપસૂટથી તમે બે ડિફરન્ટ લુક મેળવી શકો છો. સ્લિમ લુક માટે બ્લેક જંપસૂટ પસંદ કરો.
શોર્ટ ટ્રિપ કે બીચ પર જવાનું મન હોય તો મેક્સિ ડ્રેસને તમારી સ્ટાઈલ સ્ટેટમેન્ટ બનાવો. સફર માટે તેનાથી બેસ્ટ આરામદાયક આઉટફિટ કોઈ નથી. સ્ટાઈલિશ લુક માટે મેક્સિ ડ્રેસ પર બેલ્ટ લગાવો.
એલિગેન્ટ લુક માટે રેપ ડ્રેસ પણ ટ્રાઈ કરી શકો છો. જો કે તે એડજસ્ટેબલ હોય છે, તેથી તેના પૂરા નવ મહિના જ નહીં, પરંતુ પ્રેગનન્સી પછી પણ પહેરી શકાય છે. ઇચ્છો તો રેપ ડ્રેસના બદલે રેપ ટોપ પણ પહેરી શકો છો.
તમારા પ્લેન આઉટફિટને સ્માર્ટ લુક આપવા માટે વોર્ડરોબમાં કલરફુલ સ્ટોલનું કલેક્શન પણ અચૂક રાખો. સ્ટોલ બેબી બંપને કવર કરવામાં પણ કામ લાગે છે. જો તમે ટીશર્ટ પહેરી છે તો સ્ટોલના બદલે સ્કાર્ફ પહેરો.
પ્રેગ્નન્ટ હોવાનો અર્થ એ નથી કે તમે પાર્ટી અટેન્ડ કરવાનું છોડી દો. ઈવનિંગ પાર્ટી જેવા ખાસ પ્રસંગે વનપીસ ડ્રેસ પહેરીને તમે ગ્લેમરસ દેખાઈ શકો છો. પાર્ટીની જાનબનવા ઇચ્છો છો તો ઓફશોલ્ડર ફ્લોર સ્વિમ્પિંગ વનપીસ ડ્રેસ પહેરો.
જો તમે ઑફિસ ગોઇંગ વુમન છો તો તમારા વોર્ડરોબમાં બે-ચાર ટયૂનિકને અચૂક જગ્યા આપો. ઑફિસમાં ફોર્મલ લુક માટે ટયૂનિક બેસ્ટ છે. તેને તમે લેગિંગ અને જિન્સ બંને સાથે પહેરી શકો છો. થાઈઝ લેંથ, બ્રેસલેટ સ્લીવ્સ અને વીનેક ટયૂનિક પ્યોર ફોર્મલ લુક માટે બેસ્ટ છે.
પ્રેગ્નન્સી દરમિયાન તમે સ્કિની જિન્સ ન પહેરો, પરંતુ મેટરનિટી જિન્સ જરૂર પહેરી શકો છો. સ્ટ્રેચી મટિરિયલથી બનેલા જિન્સ કંફર્ટેબલ હોય છે. જિન્સની સાથે ફ્લેયર ટોપ પહેરીને તમે બેબી બંપને કવર કરી શકો છો.
કેઝયુઅલ લુક માટે સ્કર્ટ કરતા બેસ્ટ ઓપ્શન બીજો કોઈ નથી. જો તમે સ્ટાઈલની સાથેકંફર્ટ પણ ઇચ્છો છો તો હાઈવેસ્ટ સ્કર્ટ ખરીદો, જે વધતા બેબી બંપ સાથે સરળતાથી એડજસ્ટ થઈ શકે. સેમી કેઝયુઅલ લુક માટે સ્કર્ટ સાથે ટોપ પહેરો અને ઉપરથી શ્રગ કે ડેનિમનું સ્લીવલેસ જેકેટ પહેરો.
તમારા મેટરનિટી વોર્ડરોબમાં ડિફરન્ટ શેડ્સની ત્રણ-ચાર લેગિંગ અચૂક રાખો. લેગિંગ કંફર્ટેબલ હોય છે. સ્ટ્રેચેબલ હોવાથી તેને પહેરીને તમે સરળતાથી ઊઠી બેસી શકો છો. સ્માર્ટ લુક માટે લેગિંગની સાથે ટોપ, ટયૂનિક કે કુરતી પહેરો.
પ્રેગ્નન્સી દરમિયાન તમારા સ્વેટપેંટ્સના ક્લેક્શનને જોગર સાથે રિપ્લેસ કરો. સ્લેટપેંટ્સની સરખામણીમાં તેનો લુક વધારે સુંદર જોવા મળે છે. તેને જોગિંગ દરમિયાન જ નહીં, પરંતુ ઑફિસમાં પણ પહેરી શકો છો. જો તમને સ્પોર્ટી લુક પસંદ છે તો જોગ૨ સાથે લૂઝ ટીશર્ટ પહેરો.
ફેશનેબલ લુક માટે તમારા વોર્ડરોબમાં કાડગન રાખવાનું ન ભૂલો. તે ક્યારેય આઉટ ઑફ ફેશન નથી. તેને તમે ટીશર્ટ કે ટોપ સાથે પહેરી શકો છો. સ્ટાઈલિશ લુક માટે કાડગનને ઓપન રાખો. તેને બેલ્ટ કે બટનમાં કવર ન કરો.
ઓછા બજેટમાં મેટરનિટી શોપિંગ
વધારે પૈસા ખર્ચ કર્યા વગર ફેશનેબલ લુક મેળવવો છે, તો તમારા વોર્ડરોબનો આ રીતે મેકઓવર કરો:
* ફુલ સાઈઝ આઠ-દશ ટોપ ખરીદવાને બદલે બે-ત્રણ મેટરનિટી ટોપ ખરીદો.
* મેટરનિટી જિન્સ કે લેગિંગ બંનેમાંથી કોઈ એક ખરીદો.
* મેટરનિટી જિન્સ કે પછી હાઈ વેસ્ટ સ્કર્ટ ખરીદો. બંને ખરીદવાની જરૂર નથી.
* સ્માર્ટ લુક માટે કાડગન કે જેકેટ બંનેમાંથી કોઈ એક યોગ્ય છે.
* વોર્ડરોબમાં બેથી વધારે શિફ્ટ, રેપ કે શોર્ટ ડ્રેસ ન રાખો.


