- ઉત્તર ભારતની ફેશનપ્રેમી, કુટુંબવત્સલ અને પતિને ખુશ રાખતી, દક્ષિણ ભારતની રૂપાળી અને બુદ્ધિશાળી, પૂર્વ ભારતની સ્પષ્ટવક્તા, સ્વતંત્ર મિજાજની અને આત્મવિશ્વાસનું તથા પશ્ચિમ ભારતની સત્તાધારી અને આધુનિક વિચારો ધરાવતી હોય છે.
સ્ત્રીનું મન અકળ હોય છે. તેની પસંદ-નાપસંદ, ગમા-અણગમા વિશે કોઈ કથન કરવું અશક્ય છે. આમ, તો આ વાત વિશ્વની તમામ માનુનીઓ ને લાગુ પડે છે. છતાં દેશ પ્રાંત, શહેર, રહેણીકરણી , સંસ્કાર, સંસ્કૃતિ અને બાહ્ય વાતાવરણની અસર પણ આના પર થાય છે. પાશ્ચાત્ય દેશોની નારીઓ અત્યાધુનિક વિચારસરણી ધરાવતી તથા સમાજ અને કુટુંબમાં સરખી હિસ્સેદારી નોેધાવતી હોય છે. ભારતીય સ્ત્રીઓ પછી ભલે, તે શિક્ષિત હોય કે અશિક્ષિત હોય છેવટે પતિ અને કુટુંબના હિતનો વિચાર પહેલાં કરે છે. તે 'સ્વ' કરતાં આપ્તજનોના વિચારથી આગળ વધવાનું અટકાવી શકે છે. પોતાના કુટુંબ ખાતર કારકિર્દી મહત્ત્વાકાંક્ષાનો ભોગ આપતાં પણ અચકાતા નથી.
પાશ્ચાત્ય દેશોમાં પ્રેમસંબંધ બંધાતા અને લગ્નજીવન તૂટતાં વાર નથી લાગતી. પરંતુ અહીંની સ્ત્રી એક વખત પ્રેમ કરી લે છે પછી સદા માટે સમર્પિત થાય છે. અને તે પુરુષ તેના માટે કાયમી બની જાય છે. પૂર્વીય દેશોની સ્ત્રી જ્યારે પણ પ્રેમમાં પડે છે તો તે લગ્નનો વિચાર પહેલાં કરે છે. ભારતીય નારી પછી તે ઉત્તર ભારતની કે પૂર્વ ભારતની હોય, કે પછી દક્ષિણ ભારતની કે પશ્ચિમ ભારતની હોય તેમનામાં ભારતીય સંસ્કાર હોય છે. છતાં તેમના વિચારોમાં ઘણી અસમાનતા જોવા મળે છે. તેમની પસંદ પણ જુદી હોય છે. હાલમાં આ બાબતે એક રસપ્રદ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. અને તેના તારણો પણ અત્યંત રોચક મળ્યાં છે.
ઉત્તર ભારતની માનુનીઓ
ઉત્તર ભારતની માનુનીઓ એકદમ ગ્લેમરસ હોય છે. સૌથી વધુ રંગીન સૌંદર્ય પ્રસાધનો અહીંની મહિલાઓ વાપરે છે. તેમને ભપકાદાર તૈયાર થવાનું ખૂબ ગમે છે. તેઓ માત્ર આકર્ષક વસ્ત્રો પહેરવા ઈચ્છે છે. પરંતુ સ્ટાઈલ અને પેટર્ન પરત્વે બહુ રસ લેતી નથી. તે જ પ્રમાણે લીંગરી (અંત:વસ્ત્રો) પણ તેઓ અંગત વપરાશ માટે જ ખરીદે છે. અને તેને બહુ મહત્ત્વ આપતી નથી. તેના માટે તે એકદમ અંગત અને બીનમહત્ત્વની બાબત છે.
ઉત્તર ભારતીય સ્ત્રીઓ પુરુષનું આધિપત્ય સ્વીકારે છે. અને દેશના અન્ય ભાગ કરતાં અહીંની મહિલાઓ પુરુષના કહ્યામાં હોય છે. તે પોતાના પરિવારને સંપૂર્ણ સમર્પિત હોય છે. અને પરિવારને ખુશ રાખવા બધું જ કરી છૂટે છે. સાસુ-સસરાની સેવા કરવામાં પણ તે અવ્વલ નંબર મેળવે છે. તથા બીજા કરતાં સારી વહુ હોવાનું પુરવાર કરે છે.
પતિ સુખની બાબતમાં પણ તે પતિની મરજીને અનુસરે છે અને જાતીય સુખમાં પતિને સંતોષવામાં જ પોતાનું સુખ સમજે છે.
દક્ષિણ ભારતીય માનુનીઓ
અહીંની મહિલાઓ સંવેદનશીલ હોવાની સાથે વિચારશીલ અને બુધ્ધિમાની હોય છે. તેની વાત કરવાની રીત પણ અનોખી હોય છે. અને તેના ચહેરાના
હાવભાવ પણ સુંદર હોય છે. દક્ષિણ ભારતીય નારી પોતાના સૌંદર્ય પ્રત્યે અત્યંત સજાગ હોય છે. અને તેમને શેમ્પૂ, ચંદનનો સાબુ, ક્રીમ, પાવડર વગેરેનો શોખ હોય છે. તેથી બધા જ સૌંદર્ય પ્રસાધનો અહીં વધારે વેચાય છે. દર સપ્તાહે તેઓ મસાજ કરાવીને શરીરની કાળજી લે છે તથા તેમને તીખી-તમતમતી વાનગીઓ ખૂબ ભાવે છે. અથાણાં અને રસમ તેમની મનગમતી વાનગી છે. અંત:વસ્ત્રોની બાબતમાં આ મીનાક્ષીઓ રંગીન મિજાજ ધરાવે છે. તેમને લાલ રંગની પેન્ટી વધારે ગમે છે.
પૂર્વ ભારતની માનુનીઓ
પૂર્વીય પ્રાંતોની મહિલાઓ અત્યંત આત્મવિશ્વાસુ હોય છે અને ખૂબ જ ભારપૂર્વક પોતાની વાત રજૂ કરવાનો કસબ તે જાણે છે. સ્પષ્ટવક્તા ગણાતી આ માનુનીઓ સમાજમાં એક ચોેક્કસ સ્થાન ધરાવે છે. ઉત્તર ભારતીય મહિલા કરતાં બંગાળી મધ્યમવર્ગીય સ્ત્રીઓ વધુ સુરક્ષીત ગણાય છે.
અહીંની મહિલાઓ કામોત્સુક અને રસિક હોય છે. તથા તેમને રોમાન્સ અને આર્ટ ખૂબ ગમે છે. અને આની ઝલક તેમના અંત: વસ્ત્રોમાં પણ જોવા મળે છે. અત્યંત સેક્સી વિચારસરણી ધરાવતી આ મહિલાઓ અન્ય સ્ત્રીઓની જેમ ક્રીમ, સફેદ કે અન્ય હળવા રંગોને પસંદ નથી કરતી. પરંતુ લાલ રંગને પસંદ કરે છે. બંગાળી સ્ત્રીઓ લાલ રંગને શુકનવંતો ગણે છે. અને તેથી જ લાલ રંગને વધારે પ્રાધાન્ય આપે છે.
તે જ પ્રમાણે આ સ્ત્રીઓ લગ્નેતર સંબંધ પણ બહુ રાખતી નથી. આ મહિલાઓ પ્રત્યે સામાજીક મેળાવડાઓ તથા ઉત્સવોમાં ઉત્સાહથી સહભાગી થાય છે. તથા પોતાનો ફાજલ સમય અન્યોની કુથલીમાં જ પસાર કરે છે. દુર્ગા, કાળી અને સરસ્વતીનું પૂજન કરતી આ નારીમાં આ ત્રણે દેવીઓના ગુણ જોવા મળે છે.
ભારતના અન્ય પ્રાંતોની સરખામણીએ અહીંની સ્ત્રીઓ ઉત્કૃષ્ટ માતા પણ સાબિત થાય છે. તે પોતાના બાળકની વધુ પવડતી આળપંપાળ કરે છે. કદાચ, પોતાના બાળપણના અધૂરા સપના પૂરા કરે છે. એવું પણ હોઈ શકે છે કે પતિ તરફથી પોતાની ઈચ્છા ન સંતોષાતી હોવાથી તે બાળકો તરફ વધુ ખેંચાય છે. કારણ, ગમે તે હોય પરંતુ તેના માટે તેનું બાળક સર્વસ્વ હોય છે.
આસામ, મણિપુર અને નાગાલેન્ડ જેવા પ્રદેશોેની મહિલાઓ પુરુષો કરતાં વધુ જવાબદાર અને સ્વતંત્ર હોય છે. રોજબરોજની પ્રવૃત્તિમાં સક્રિય ભાગ લઈને પોતાનો આત્મવિશ્વાસ દર્શાવે છે.
પશ્ચિમની ભારતીય માનુનીઓ
સ્વતંત્ર, સક્રિય અને સત્તાધીશ ગણાતી અહીંની સ્ત્રીઓ ઘર અને બહારના બધા જ કામોનું ખૂબ જ સારી રીતે સંચાલન કરી શકે છે. દેશમાં સૌથી વધુ ટુ વ્હીલર્સ (દ્વી ચક્રી વાહનો) પણ અહીંની સ્ત્રીઓ જ ચલાવે છે. પશ્ચિમની અને ખાસ કરીને મુંબઈની માનુનીઓ સ્વતંત્ર અને આધુનિક વિચારો ધરાવે છે. તેમની આ સ્વતંત્રતાનું પ્રતિક તેમની શોપિંગ કરવાની પધ્ધતિમાં જોવા મળે છે. આ સ્ત્રીઓ પોતાની તથા ઘરની ખરીદીના નિર્ણય સ્વયં લે છે.
પશ્ચિમ ભારતમાં દહેજની લેતી-દેતી ખૂબ જ ઓછી થાય છે. અને કેટલાક સમાજમાં તો લગ્નનો ખર્ચ પણ બંને પક્ષ સરખે ભાગે વહેંચે છે, આમ, તેઓ સમાન હોવાનો ભાવ વ્યક્ત કરે છે. તે જ પ્રમાણે, આ સ્પષ્ટવક્તા સ્ત્રીઓ જાતીય જીવનની નાખુશી પોતાના જીવનસાથીને જણાવે છે. અને સંપૂર્ણ જાતીય સુખ મેળવવા માટે પ્રયત્નશીલ હોય છે. આમ, આપણી ભારતીય મહિલાઓ અત્યંત રસપ્રદ વિચારો અને જીવનશૈલી ધરાવે છે. છતાં કેટલાક કૌટુંબીક અને સાંસ્કૃતિક વારસાની જાળવણી પણ તેમના હાથમાં જ છે.


