- આકર્ષક અને રંગીન બની રહેલા ''વેડિંગ ગાઉન્સ''
સાદા પાશ્ચાત્ય 'વેડિંગ ગાઉન'ની ફેશન જગતભરમાં બદલાઈ રહી છે. પાશ્ચાત્ય વિચારસરણી ધરાવતી નવવધૂઓ આજકાલ અલગ-અલગ સ્ટાઈલના વેડિંગ ગાઉન્સ પહેરવાનું શીખી રહી છે. આધુનિક વેડિંગ ગાઉન્સમાં હવે લાંબા લબડતાં પોશાકોનું સ્થાન મીની, ટિ-લેન્થ અને લોન્ગ-શોર્ટ હેમલાઈન ધરાવતાં વેડિંગ ગાઉન્સમા ં ફેરવાઈ રહ્યાં છે. આવા ગાઉન્સ વધૂના સુંદર પગરખાં પણ પ્રદર્શિત કરતા હોય છે. તેમજ નવવધૂને નૃત્ય કરતી વખતે પણ આવાં ટૂંકા ગાઉન્સ અનુકૂળ થઈ પડે છે.
દૂધ જેવા સફેદ રંગને બદલે હવે પાશ્ચાત્ય લગ્નપોશાકો સહેજ રંગીન બની રહ્યાં છે. આછાં ગુલાબી, પીચ, મોવ અને ન્યુડ શેડ્સ વેડિંગ ગાઉન્સમાં 'ઈન' થઈ રહ્યાં છે.
નવી ફેશનમાં વેડિંગ ગાઉન્સ એસીમેટ્રિકલ ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે. બોરીંગ પરંપરાગત ગાઉન્સ કરતાં આ ગાઉન્સમાં એક સાઈડનો ખભો ખૂલ્લો રાખવામાં આવે છે અને બીજા ખભાં ઉપરની એક મજબૂત સુંદર સ્ટાઈપ દ્વારા આખો ગાઉન્સ શરીર ફરતે વિંટળાયેલો રહે છે. આ ગાઉનને ફ્લોલ લેસ, બીડ્સ, ક્રિસક્રોસ સ્ટ્રેપ વગેરેથી સજાવી દેવાય છે. આની ઉપર સરસ મજાની જાળીવાળી ટોપી સુંદર લાગે છે.
ટુ પીસ વેડિંગ આફટ ફિટમાં હવે ક્રીપ ટોપ સાથે ટુ-પીસ વેડિંગ વેઅર સીવડાવાય છે. આ ડ્રેસમાં કમરનો થોડો ભાગ ખૂલ્લો રહે છે અથવા જાળીવાળાં સુંદર કાપડથી તેને આંશિક રીતે ઢંકાય છે.
આ સાથે જ વેડિંગ ગાઉન્સની નેકલાઈન પણ બદલાઈ રહી છે. આજકાલ નેકલાઈનનો ભાગ ક્રોશેના વર્કવાળા સુંદર જાળીદાર કાપડથી બનાવાય છે અને તેના ઉપર ચળકતા પથ્થરોં, મોતી, ક્રિસ્ટલ વગેરેનં આકર્ષક ભરતકામ કરાય છે.
ટોટલ બેકલેસ ગાઉન્સ પણ હવે ઈનથીંગ છે. તેમજ ક્રિસક્રોસ સ્ટ્રેપ વડે પીઠ પર 'ઠ' નો આકાર બનાવી તેને ક્રિસ્ટલ, મોતીની સેર, હિરા વગેરેથી સજાવાય છે.
આવી રીતે આધુનિક નવવધૂઓ પોતાના પારંપારિક પાશ્ચિમાત્ય લગ્ન પોશાકોને સુંદર આધુનિક સર્જનાત્મકતાથી બદલાવી રહી છે.


