Get The App

સર્વાઈકલ કેન્સર : મહિલાઓના અકાળે અવસાનનું મુખ્ય કારણ

Updated: May 11th, 2026

GS TEAM

Google News
Google News
સર્વાઈકલ કેન્સર : મહિલાઓના અકાળે અવસાનનું મુખ્ય કારણ 1 - image

ભારતમાં સર્વાઈકલ કેન્સર મહિલાઓના કેન્સરથી થતા મૃત્યુમાં સૌથી મુખ્ય છે. ભારતમાં દર કલાકે સર્વાઈકલ કેન્સરથી ૮ મહિલાઓના મૃત્યુ થઈ રહ્યા છે અને અનુમાન લગાવવામાં આવ્યું છે કે ભારતમાં ૨૦૨૭ સુધી સર્વાઈકલ કેન્સરના લગભગ સવા બે લાખ નવા કેસ સામે આવશે અને આશરે સવા લાખ લોકોના મૃત્યુ થશે. આવો, જાણીએ આ બીમારી શું છે અને તેનાથી કેવી રીતે બચવું...

સર્વાઈકલ કેન્સર શું છે?

કેન્સર, જેમાં શરીરની કોશિકાઓ અંકુશમાં નથી રહેતી, જ્યારે ગર્ભાશય નાળથી શરૂ થાય છે ત્યારે તેને સર્વાઈકલ કેન્સર કહેવામાં આવે છે. ગર્ભાશય નાળ મહિલા યૂટરસનો નીચેનો સંકુચિત ભાગ છે, જે યોનિને યૂટરસના ઉપરના ભાગ સાથે જોડે છે. સર્વાઈકલ કેન્સર ક્યારે થઈ શકે છે અને તે થવાના મુખ્ય કારણ ક્યા છે?

તેના મુખ્ય કારણ નીચે પ્રમાણે છે

હ્યૂમન પેપિલોમા વાઈરસ (એચપીવી) : એચપીવી વાઈરસનો એક સમૂહ છે જે ગર્ભાશય નાળને સંકુચિત કરે છે. તે સર્વાઈકલ નાળને સંક્રમિત કરે છે. તે સર્વાઈકલ કેન્સરનું મુખ્ય કારણ હોય છે અને એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં અસલામત યૌન સંપર્ક દરમિયાન ફેલાય છે.

અનેક યૌન સાથી : એક વ્યક્તિથી વધારે વ્યક્તિ સાથે શારીરિક સંબંધ બાંધતા એચપીવીની શક્યતા વધી જાય છે, કારણ કે એચપીવી મુખ્ય રીતે સેક્સના માધ્યમથી ફેલાય છે. નાની ઉંમરમાં યૌન સંબંધ બાંધનારી મહિલાઓ અને અનેક યૌન સાથી ધરાવતી મહિલાઓમાં એચપીવીની શક્યતા વધારે હોય છે.

જલદી યૌન સંબંધ : ગર્ભાશય નાળની કોશિકા પરત ૧૮ વર્ષની ઉંમર સુધી સંપૂર્ણપણે પરિપક્વ નથી હોતી. તેથી આ ઉંમરથી જ યૌન સંબંધ બાંધવાના લીધે એચપીવીનું જોખમ વધી જાય છે.

યૌન સંબંધિત રોગ : સર્વાઈકલ કેન્સરવાળી મહિલાઓમાં સામાન્ય રીતે યૌન સંક્રમણનો એક ઈતિહાસ હોય છે. ગોનરીઆ, ક્લેમાઈડિયા, સિફલિસ, એચઆઈવી/એઈડ્સ જેવા રોગ એચપીવીનું જોખમ વધારે છે.

ધૂમ્રપાન : ધૂમ્રપાન કરનારી મહિલાઓને પણ સર્વાઈકલ કેન્સર થવાની શક્યતા વધારે હોય છે.

* મૌખિક ગર્ભ નિરોધકોનો લાંબા સમયથી ઉપયોગ કરવો, લાંબા સમયગાળા સુધી ગર્ભ નિરોધક ગોળીઓનું સેવન (૫ વર્ષથી વધારે) મહિલાઓમાં એચપીવી સંક્રમણની સાથે સર્વાઈકલ કેન્સરનું જોખમ વધારી દે છે.

* ૩ થી વધારે બાળકોને જન્મ આપતા પણ તેનું જોખમ રહે છે.

સર્વાઈકલ કેન્સરના લક્ષણ

* શરૂઆતના સમયમાં સર્વાઈકલ કેન્સરના કોઈ સંકેત અને લક્ષણ નથી દેખાતા. જ્યારે કેન્સર વધે છે ત્યારે યોનિમાંથી રક્તસ્રાવ થાય છે.

* માસિકધર્મની વચ્ચે નિયમિત રીતે રક્તસ્રાવ થાય છે.

તે સિવાય

* સેક્સ પછી રક્તસ્રાવ.

* રજોનિવૃત્તિ પછી રક્તસ્રાવ.

* યોનિસ્રાવમાં વૃદ્ધિ, દુર્ગંધ, ઘટ્ટ પાણી અને ગળફા જેવું નીકળવું.

પેઢાનો દુખાવો : દર કલાકે દુખાવો થાય છે જે સામાન્ય માસિક ધર્મ સંબંધિત નથી હોતો.

* સેક્સ દરમિયાન દુખાવો.

* પેશાબ દરમિયાન પીડા.

જો તમને તેમાંથી કોઈપણ સંકેત દેખાય તો ડોક્ટરનો સંપર્ક સાધો, પરંતુ યાદ રાખો કે આ સર્વાઈકલ કેન્સરના એ સુનિશ્ચિત સંકેત નથી.

તેના કયા કયા સ્તર

સર્વાઈકલ કેન્સરના ૫ સ્તર છે :

પ્રથમ સ્તર : કેન્સરની કોશિકાઓ માત્ર ગર્ભાશય નાળની સપાટી પર જોવા મળે છે.

બીજું સ્તર : કેન્સર ગર્ભાશય નાળની બહાર નથી ફેલાયું હોતું.

ત્રીજું સ્તર : કેન્સર યોનિના ઉપરના ભાગમાં ફેલાઈ ગયું હોય છે.

ચોથું સ્તર : કેન્સર યોનિના નીચેના ભાગ સુધી ફેલાઈ ગયું હોય છે.

પાંચમું સ્તર : કેન્સર મૂત્રાશય કે ગુદા સુધી પહોંચી ગયું હોય છે કે કેન્સરની કોશિકાઓ શરીરના અન્ય ભાગમાં ફેલાઈ ગઈ હોય છે.