સ્વાસ્થ્ય બગડે એટલે દવા લેવાની આવશ્યક્તા ઉભી થાય છે. જો કે કહેવાય છે કે ભૂખ્યા પેટે દવા લેવાથી આડઅસર થાય છે. આથી ભોજન બાદ દવા લેવી જોઈએ. જો સંપૂર્ણ ભોજન ન લેવાય તો કોઈ હેલ્થી ખોરાક સાથે દવા લેવી જોેઈએ. પણ એમાંથી કેટલાક ખાદ્ય પદાર્થ એવો છે જેની સાથે દવા લેવાથી પણ આડઅસર થાય છે.
કેળા :
કેળામાં ભરપૂર પ્રમાણમાં પોટેશિયમ રહેલું હોય છે. કેળા સાથે હાઈ બ્લડ પ્રેશરની દવા લેવાથી શરીરમાં પોટેશિયમનું પ્રમાણ ઔર વધી જાય છે. જેનાથી શ્વાસોચ્છવાસની ક્રિયામાં વધારો થાય છે. આથી કેળાની સાથે દવાનું સેવન કરવું હિતાવહ નથી.
લીલા શાકભાજી :
લીલા શાકભાજી સાથે દવા લેવાનું ટાળવું જોેઈએ. લીલા શાકભાજીમાં વિટામીનનું પ્રમાણ ભરપૂર હોય છે. આથી લીલા શાકભાજી સાથે દવા લેવાથી લોહી જામી જવાનું જોખમ રહે છે.
કફ સિરપ :
શરદી- તાવની સાથે ઉધરસ થવી સામાન્ય બાબત છે. કેટલાક લોકો કફ સિરપ અને તાવની દવા એક સાથે લે છે. જો કે બંનેની વચ્ચે થોડા સમયનું અંતર રાખવું જરૂરી છે.
દૂધ અને કોફી :
દૂધ અને કોફીની સાથે દવાનું સેવન કરવું હિતાવહ નથી. આનાથી દવા લોહીમાં વ્યવસ્થિત ભળી શકતી નથી. જે સ્વાસ્થ્ય માટે હાનિકારક પૂરવાર થાય છે. દવા લીધા બાદ અડધો કે એક કલાક બાદ દૂધ પી શકાય છે.


