Get The App

બગલની કાળાશના કારણો અને દૂર કરવાના ઉપાયો

Updated: Oct 20th, 2025

GS TEAM

Google News
Google News
બગલની કાળાશના કારણો અને દૂર કરવાના ઉપાયો 1 - image

અંડર આમરસની કાળાશની ફરિયાદ સામાન્ય છે. બગલની ત્વચા કાળી થવાના ઘણા કારણો અને નિવારણો અહીં જણાવામાં આવ્યા છે. 

કારણો

રેઝરનો ઉપયોગ

અંડરઆમર્સના વાળને દૂર કરવા માટે રેઝરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. વારંવાર રેઝન વાપરવાથી ત્વચા કાળી પડી જતી હોય છે. એટલું જ નહીં વાળનો ગ્રોથ પણ વધુ તેમજ ઝડપથી થતો હોય છે. 

ક્રીમ

બગલના વાળને દૂર કરવા માટે હેર રિમૂવર ક્રીમ વાપરવામાં આવતું હોય છે જે કેમિકલ યુક્ત હોય છે. વારંવાર આ ક્રીમના ઉપયોગથી ત્વચા કાળી પડવા લાગે છે. 

તંગ-ચુસ્ત પોશાક

ટેન્ડ્માં રહેવા માટે વધુ પડતા ચુસ્ત અને તંગ કપડા પહેરવામાં આવે તો બગલની ત્વચા કાળી પડી જતી હોય છે. 

ફઁગલ ઇન્ફેકશન

અંડરઆમર્સની સ્વચ્છતા પર બરાબર ધ્યાન ન આપવામં આવે તો તેની ત્વચા કાળી પડી જતી હોય  છે. 

ડિયોડરન્ટ અથવા પરફ્યૂમ

બગલમાં ડિયોડરન્ટ અને પરફ્યૂમ વધુ પ્રમાણમાં સ્પ્રે કરવાથી ત્વચા કાળી પડતી જાય છે. તેમાં સમાયેલા  કેમિકલ્સના કારણે ત્વચાનો રંગકાળો પડતો જતો હોયછે. 

ડેડ સેલ્સ

મૃત ત્વચા જમા થઇ જવાથી પણ ત્વચા કાળી પડતી હોય છે જેથી અંડરઆમર્સની સ્ક્રબિંગ કરવી જરૂરી છે. 

ગરમ વેક્સ

બગલના વાળ દૂર કરવા માટે વેક્સિંગ કરવામાંઆવતું હોય છે. પરંતુ ઘણી વખત વધુ પડતા ગરમ વેક્સના કારણે ત્વચા કાળી પડતી હોય છે. 

નિવારણ

લીંબુનો રસ

લીંબુનો રસ એક કુદરતી બ્લીચ છે. સ્નાન પહેલા પ્રભાવિત સ્થાન પર  લીંબુ રગડવાથી ધીરે-ધીરે ત્વચાનો નિકરે છે. સ્નાન કરતી વખથે પાણીમાં લીંબુ નીચોવી એ પાણીથી સ્નાન કરવું. 

દહીં અને લીંબુ

દહીં, લીંબુ અને હળદર ભેળળીને પેસ્ટ બનાવી કાળી થઇ ગયેલી ત્વચા પર  ૧૫-૨૦ મિનીટ સુધી લગાડી રાખી ધોઇ નાખવું. ધીરે ધીરે ત્વચા નિખરશે.

બટાકાનો રસ

બટાકાની પાતળી સ્લાઇસ કાળી થયેલીત્વચા પર રગડવાથી ફાયદો થાય છે. બટાકાની સ્લાઇસનો રસ કાઢી ૧૫ મિનીટ સુધી શ્યામ ત્વચા પર લગાડી રાખી ધોઇ નાખવું. 

કેસર અને દૂધ

 બે ટેબલ સ્પૂન દૂધમાં એેક ચપટી કેસર ભેળવી આ મિશ્રણને બગલામાં રાતના લગાડવું અને સવારે ધોઇ નાખવું. નિયમિત કરવાથી ફાયદો થાય છે. 

ચંદન અને ગુલાબજળ

ચંદન પાવડર અને ગુલાબજળની પેસ્ટ બનાવી કાળી  પડેલી ત્વચા પર  ૨૦ મિનીટ સુધી લગાડી રાખીને ધોઇ નાખળું. 

- જયવિકા આશર