Get The App

વુલન વસ્ત્રોની માવજત .

Updated: Feb 9th, 2026

GS TEAM

Google News
Google News
વુલન વસ્ત્રોની માવજત                                        . 1 - image

શું તમે પણ એ વિચારીને ચિંતિત છો કે આખરે કેવી રીતે તમારા ઊનના કપડાંની માવજત કરશો. ગયા વર્ષે જ તો નવું સ્વેટર ખરીદ્યું હતું. આ વર્ષે તેનાં રેસા પણ નીકળી ગયા. ઓહ, આ ગરમ સૂટ, આનો તો બધો ગ્રેસ જ ખતમ થઈ ગયો. હકીકતમાં, ઊનના કપડાને સામાન્ય કપડાં કરતાં વધારે માવજતની જરૂર હોય છે. તો જ તે વર્ષો વર્ષ સાથ આપશે.

* ઊનનાં કપડાં સામાન્ય કોટન કે સિન્થેટિક કપડાં જેવા તો હોતાં નથી કે એક વાર પહેર્યાં અને ગંદા થઈ જાય. તેમને જલદીથી ધોવાનો અર્થ જલદી ખરાબ કરવા છે. એક વાર પહેર્યાં પછી તેમને ખુલ્લી હવામાં મૂકી દેવાથી તે પહેરવા લાયક થઈ જાય છે. જો કોઈ મારા પર ડાઘ લાગ્યો હોય તો માત્ર થોડો ડિટર્જન્ટ લગાવીને તે જ ભાગમાંથી ડાઘ દૂર કરવો યોગ્ય છે. આ રીતે તમારા સ્વેટર લાંબા સમય સુધી જળવાઈ રહેશે.

* ઊનના કપડાંને ધોતી વખતે રગડશો નહીં. તેનાથી ઊનના રેસાને નુકસાન થઈ શકે છે.

* જો ગરમ કપડાં ઉપર રેસા નીકળ્યાં હોય તો તેને ધોતાં પહેલાં હાથથી કે કાતરથી દૂર કરો. હળવા હાથે બ્રશ મારીને પણ તેને દૂર કરી શકાય.

* ધોતાં પહેલાં કપડાંને ૧-૨ કલાક પલાળી રાખો. જેથી ઊનના દરેક રેસા બરાબર પલળે. આ રીતે કપડામાં ગડી પડતી નથી.

* જો ઊનના કપડાંને ટુવાલ અથવા સપાટ જગ્યા ઉપર ફેલાવીને સૂકવી રહ્યાં છો. તો થોડાં પહોળા કરીને સૂકવો, તેનાથી સ્વેટરમાં ગડી નહીં પડે.

* જો ફ્રન્ટ લોડિંગ વોશિંગ મશીન હોય તો નિ:સંકોચ તમે તેમાં સ્વેટર ધોઈ શકો છો. ટોપ લોડિંગ અને અન્ય સેમી ઓટોમેટિક મશીનોમાં ઊનનાં કપડાં ધોવાનું શક્ય હોય તો ટાળો.

* જો ઈઝી અથવા ઊનનાં કપડાં ધોવાનો ડિટર્જન્ટ ન હોય તો માઈલ્ડ શેમ્પૂથી કપડાં ધુઓ, પણ સામાન્ય સસ્તા ડિટર્જન્ટનો ઉપયોગ ક્યારેય ન કરો.

* ઊનનાં કપડાં જલદીજલદી ધોવાના બદલે સ્ટીમ વોશ કરો. તે માટે કપડાં બાથરૂમમાં લટકાવી દો. શિયાળામાં નહાવા માટે જ્યારે તમે ગરમ પાણીનો ઉપયોગ કરશો તો તેની સ્ટીમથી કપડામાંથી ગંધ દૂર થઈ જાય છે.

* જો ઊનનાં કપડાં ઉપર કોઈ ડાઘ ન લાગ્યો હોય તો માત્ર ૧ વાર પાણીથી ધોવા પૂરતા છે. તેનાથી કપડાંની ઉપરની ધૂળ-માટીના રજકણો દૂર થઈ જાય છે.

ઊનનો તે ગુણ હોય છે કે જો તે ગરમ પાણીમાં પલળી જાય તો તેના રેસા એકબીજામાં ગૂંચવાઈ જાય છે. જેથી તે સંકોચાઈને નાના થઈ જાય છે. તેને ઠીક  કરવા માટે સ્વેટરને નવશેકા પાણીમાં માઈલ્ડ ડિટર્જન્ટ સાથે ૧૦ મિનિટ સુધી પલાળી રાખો, જેથી એકબીજામાં ગૂંચવાયેલા રેસા ખૂલી જાય. પછી તેને છાંયડે કોઈ ટુવાલ પર ફેલાવી દો અને પહોળા કરીને તેને સામાન્ય  સાઈઝ સુધી લાવો. પછી સ્વેટરને ટુવાલ ઉપર જ સુકાવા દો. સુકાઈ ગયા પછી તમારું સ્વેટર તેની મૂળ સાઈઝ શેપમાં આવી જશે.