- નવોઢાનો પોશાક માત્ર ભપકાદાર નહિ સુવિધાજનક પણ હોવો જરૂરી છે
તમામ પ્રકારના ડ્રેસમાં બ્રાઈડલવેર- નવોઢાનો પોશાક અતિશય કિંમતી હોય છે અને પ્રત્યેક પરિણીત ી માટેતે જીવનભરનું સંભારણું ગણાય છે. નવવધૂ મોટેભાગેલહેંગા- ચોલી કે સાડી પહેરીને લગ્નવિધિ કરવા બેસે છે. જાણીતા ડિઝાઈનર શાયના એનસીના મતે તો સાડી સૌથી ઉત્તમ બ્રાઈડલવેર છે અને તે પ્રત્યેક નારીને શોભે છે. તેના મતે ઘણી માનુનીઓ અત્યંત ચીવટપૂર્વક ડિઝાઈનર બ્રાઈડલ સાડી તૈયાર કરાવડાવે છે પણ તેને સરખી રીતે પહેરવાની બાબતને મહત્ત્વ આપતી નથી. જો સાડી યોગ્ય રીતે ૫હે૨વામાં આવે તો સાડી ઉપરાંત પહેરનાર બન્નેની સુંદરતાનીખરી ઊઠે છે. આજકાલ ફેશન ડિઝાઈનરો આધુનિક નવોઢાને ધ્યાનમાં રાખી ખાસ 'કન્સેપ્ટ સાડી' બનાવેછે. આને સરળ ભાષામાં સીવેલી સાડી પણ કહી શકાય. કનસેપ્ટ સાડીમાં પાટલીઓ સીવેલી હોય છે અને તે ફિગરને આકર્ષક રીતે ઝળકાવે છે. ડિઝાઈનરોના મતે કનસેપ્ટસાડી પહેરવામાં અત્યંત સુવિધાજનક હોયછે. શાયના જુદી જુદી ૫૪ રીતે સાડી પહેરાવામાં માહેર છે. તેના મતે લાંબી નવોઢાએ સરોંગ કે લુંગી અથવા સ્કર્ટની જેમ સાડી પહેરવી જોઈએ. તે જપ્રમાણે જે માનુનીનો કમરથી ઉપરનો ભાગ ભરાવદાર હોય તેણે સામાન્ય રીતે જેમ પહેરવામાં આવે છે તેમ જ સાડી પહેરવી જોઈએ.
સામાન્ય રીતે લગ્નનો પરિધાન પસંદ કરતી વખતે ખાસ પ્રકારની ડિઝાઈન, સ્ટાઈલ અને વર્ક ઉ૫૨ ખૂબ જ ભાર મૂકવામાં આવેછે. માન્યું કે બ્રાઈડલ ડ્રેસ પછી તે સાડી હોય કે લહેંગા ચોલી અત્યંત સુંદર હોવા જોઈએ. પણ તે સાથે તે સુવિધાજનક પણ હોવા જરૂરી છે. આથી લગ્નસમયના પોશાકની પસંદગી કરતી વખતે અતિશય ભારે કાપડ કે ભરાવદાર વર્કને પસંદ કરવું નહિ. કારણ કે આનાથીડ્રેસ અત્યંત વજનદાર બની જશે અને લગ્નના દિવસે અતિશય અકળામણ તથા થાકનો અનુભવ થશે. તે જ પ્રમાણે પ્રત્યેક નવોઢાએ માત્ર લેટેસ્ટ ફેશનને ધ્યાનમાં રાખીને નહિ પણ પોતાને શોભે તેવા રંગને જ પસંદ કરવો જોઈએ. અન્યોની દેખાદેખી કે દબાણથી નહિ પણ પોતાની ઇચ્છા અનુરૂપ તથા દેહયષ્ટિને શોભે તે પ્રમાણે જ બ્રાઈડલવેર તૈયાર કરાવવો. લગ્નના દિવસે બ્રાઈડલવેરને પહેર્યાબાદ અત્યંત કાળજીપૂર્વક તેને સાચવવાનો હોય છે. આથી તેની ખરીદી કરતી વખતે આ મુદાને પણ
ધ્યાનમાં લેવો જોઈએ. મોટા ભાગના બ્રાઈડલ વેર સાટીન, ટાફેટા, શિફોન અને બ્રોકેડ જેવા ભારે કાળજી માગી લે તેવા ફેબ્રિકમાંથી બનાવવામાં આવે છે. તે જ પ્રમાણએ તેમાં બીડ્સ, મોતી, સિકવન્સ, એમ્બ્રોઈડરી, લેસ, સ્વરોસ્કી વગેરે હોય છે. જો આ એમ્બેલીશમેન્ટ સીવવાને બદલે ચીપકાવવામાં આવ્યા હોય તો ખાસ સંભાળ રાખવી પડે છે. કારણ કે કેટલીક કિલનીંગ પ્રક્રિયામાં તે નીકળી જવાનો ભય રહે છે. જો બ્રાઈડલ વેર સરખી રીતે ધોવામાં કે સુકવવામાં ન આવ્યો હોય તો થોડા સમય બાદ તેમાંથી વાસ આવવા લાગશે. તેજ પ્રમાણે ઘણી વખત લાંબા સમય સુધી મૂકી રાખવામાં આવેલા ડ્રેસના કાપડનો રંગઝાંખો થઈ જાય કે તે પડયા પડયા ફસકાઈ જવાનો ડર રહે છે. લગ્નને દિવસે બ્રાઈડલ વેરની કાળજી
-લગ્નને દિવસે જ સાડી ક્યાંય ભરાઈન જાય કે વિવિધ જગ્યાએ પીન ભરાવી હોય તો તે ત્યાંથી ફાટી ન જાય તેની કાળજી રાખવી. - મેકઅપને ટચ-અપ કરતી વેળા પહેલાં કપડાં પરટુવાલ ઢાંકી દેવો જેથી મેકઅપનો ડાઘ ન પડે.
-લગ્નને દિવસે મેકઅપ-હેરસ્ટાઈલ થઈ ગયા પછી જ ડ્રેસ પહેરવો અને ત્યારે જ તેને બહાર કાઢવો. બ્રાઈડલ ડ્રેસને પહેલેથી બહાર કાઢીને મૂકી રાખવો નહિ.
- હમેશા સેફટી પીન સાથે રાખો જેથી છેલ્લી ઘડીએ સિલાઈ નીકળી જાય કે ફિટિંગ બાબતે કોઈ સમસ્યા સર્જાય તો તરત જ પીન મારી શકાય.
-ડ્રેસ ૫૨ કોઈ ડાઘ પડયો હોય તો સફેદ નેપકીનથી જ તેને સાફ કરવો. ડાઘ સાફ કરવા પાણીનો ઉપયોગ ન કરવો. કદાચ ડ્રેસ પર પાણીના ધાબા પડે.
લગ્નબાદ બ્રાઈડલવેરની કાળજી શક્ય હોય તો બ્રાઈડલવેરને રી-સ્ટાઈલ કરી અન્ય પ્રસંગમાં પહેરવો. આ માટેનવોઢાએ અગાઉથી જ ડિઝાઈનર સાથે વાત કરી રાખવી. બ્રાઈડલવેરને મલમલના કાપડમાં વીંટાળીને ડામરની ગોળીઓ મૂકીને સાચવીને કબાટમાં મૂકવો. તે જ પ્રમાણે બ્રાઈડલ વે૨ ૫૨ ડાઘ પડે તે રીતે પરફ્યુમ છાંટવું નહિ. વધુ પડતી ગરમી કે વધુ પડતી ઠંડીમાં ડ્રેસને નુકસાન થાય છે. આથી તેને કબાટમાં એકદમ તળિયે ન મૂકવો.
- દર થોડા દિવસે લગ્નના પરિધાનને કાઢીને હવામાં ખુલ્લો મૂકો. આનાથી કપડું જલ્દી ખરાબ થશે નહિ.
- લગ્ન બાદ ડ્રેસને સાચવીને મૂકતાં પૂર્વે એક વખત ડ્રાયકિલનીંગ કરાવી લેવું. જેથી પરસેવાની દુર્ગંધ ન આવે.
- બ્રાઈડલ વેરને પ્લાસ્ટિકના કવરમાં મૂકવો નહિ.
-બ્રાઈડલ ડ્રેસને હેંગરમાં લટકાવવો નહિ. કારણ કે લાંબા સમય સુધી હેંગરમાં લટકતાં રહેતાં ડ્રેસ પર કાટના ડાઘ લાગવાની શક્યતા રહેછે.
-અનુભવી ડ્રાય કલિનર પાસે જવું. તે પૂર્વે ડ્રેસને ધોવા માટેની ચોક્કસ ટીપ્સ વિશે ડિઝાઈનરને પૂછવું. અજાણ્યા ધોબી પર વિશ્વાસ મૂકીને કિંમતી ડ્રેસ તેને હવાલે કરવો નહિ.
- ડ્રેસને ધોવા બાબતે કિલનરને જરૂરી સૂચનાઓ ભૂલ્યા વગર આપવી. - ડ્રાય કિલનરને બ્રાઈડલવેર બતાવતી વખતે તેમાં જડેલા કિંમતી રત્નોની નોંધ કરી રાખો જેથી ડ્રેસ પાછો આવે ત્યારે સરખી રીતે ચેક કરી શકાય.
- ધોબી રોજીંદા કપડાંની સાથે બ્રાઈડલ વેરને ધોવા ન નાંખે તેની ખાતરી કરી લેવી.
- સુકી અને ઠંડકવાળી જગ્યામાં લગ્નના પરિધાનને સાચવીને મૂકવો.


