Get The App

નવવધૂની હેરસ્ટાઈલ .

Updated: Dec 4th, 2023

GS TEAM


Google News
Google News
નવવધૂની  હેરસ્ટાઈલ                                                     . 1 - image


તમારા જીવનનો ખાસ દિવસ એટલે કે તમારા લગ્નના દિવસે વેડિંગ હેરસ્ટાઈલ પસંદ કરવાનો સૌથી મહત્ત્વપૂર્ણ નિર્ણય  હોય છે. લગ્નના દિવસે તમારી હેરસ્ટાઈલ તમને  આકર્ષક બ્રાઈડલ લુક પ્રદાન કરે તે માટે નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

 અહીં પ્રસ્તુત છે તમારા ખાસ દિવસ માટે કેટલીક ખાસ હેરસ્ટાઈલ. તેમાંથી જે તમને સારો લુક આપે, તે પસંદ કરો : 

ડાયમંડ કલેક્શન

બીબ્લટ સીનિયર સલૂનના ડાયરેક્ટર ે  પોતાના શ્રે કલેક્શન ડાયમંડ વિશે જણાવે છે કે આ કલેક્શન પરિષ્કૃત  સુંદર આકાર  દ્વારા પ્રેરિત છે. લોંગ હેરડ્રેસિંગમાં પરંપરાગત  અને અપરંપરાગત દૃષ્ટિકોણનું સુંદર સંયોજન કરવામાં આવ્યું છે. આ કલેક્શનમાં ખૂણા અને આકર્ષક મધુરતા પ્રસ્તુત કરવામાં આવી છે.

ક્લાસિક ચિંગનોન

* ભીના વાળ પર બીલ્લંટની ક્લાયમેટ કંટ્રોલ એન્ટિ ફ્રિજ લીવ ઈન ક્રીમ સમાન લગાવો અને વાળને હળવેથી બ્લો ડ્રાઈ કરો.

*  ૬ એક સમાન સેક્શનમાં બીલ્લંટના એક્સ ૩ પ્રોફેશનલ હેર કલગ બેન્ડ સાથે વાળને મુવમેન્ટ આપો.

* વાળ/કર્લ્સને કાન સામે રાખીને પાછળની તરફ (ઓક્સિપિટલ હાડકાં પાસે) પોની કરી લો. વાળ પાછળ તરફ રહેવા જોઈએ.

પોની નીચે વોલ્યુમ નાખો. પિનથી સેટ કરો. સુંદર ફિનિશિંગ સાથે વોલ્યૂમ પર પોની સજાવો.

*  કાન સામે કર્લ્સ/વાળને ત્યાં સુધી કોમ્બ કરો. જ્યાં સુધી વાળમાં સોફ્ટ મૂવમેન્ટ ન આવે. મૂવમેન્ટને વોલ્યુમ પર ગોઠવો.

*  બીલ્લંટની સ્પોટલાઈટ હેર પોલિશના સ્પ્રે સાથે સમાપ્ત કરો.

ફ્રેન્ચ બૈનાને 

* ભીના વાળ પર બીલંટની ક્લાયમેટ કંટ્રોલ એન્ટિ ફ્રિજ લીવ ઈન ક્રીમ એકસમાન લગાવો.

* વાળને આરામથી   બ્લો ડ્રાઈ કરો અને  ત્યારપછી બીલ્લંટના લીનિયર સેકન્ડ પ્રોફેશનલ હેરસ્ટ્રેટનરથી આપનું  કરો.

* ઉપરના સેક્શનને આઈસોલેટ કરો.

ઓક્સિપિટલ હાડકાં સુધી ક્રાઉન નીચે વોલ્યૂમ  નાખો. પિનથી સેટ કરો.

* વોલ્યુમ પર સુંદર  પ્રવાહ  સાથે એક સાઈડ વાળ સજાવો. તેને  ફ્રંટ હેરલાઈન  સુધી કરો. બીજી સાઈડ પણ આ જ પ્રક્રિયા કરો. ઉપરના  વાળને પાછળ તરફ લઈ જતા સજાવો. તેને સલામત રાખવા માટે સ્પ્રે અને પિન લગાવો.

*તાત્કાલિક ચમક માટે બીલ્લંટની સ્પોટલાઈટ હેપોલિશ સાથે લુકને ફિનિશિંગ આપો.

વોલ્યુમ

*  ભીના વાળ પર બીલંટની ક્લાપોટ કંટ્રોલ એન્ટિ ફ્રિજ લીવ ઈન ક્રીમ એકસમાન લગાવો.

* વાળને આરામથી  બ્લો ડ્રાઈ કરો.

* ફ્રંટ હેરલાઈનથી ૨ ઈંચ દૂર એક પોની કરો.

* પોની નીચે વોલ્યુમ નાખો. પિનથી સેટ કરો. વોલ્યુમ પર પોનો સજાવશે.

* તેની પર હેરસ્પ્રે અને પિન લગાવો, ચમકદાર ફિનિશિંગ માટે બીલ્લંટનું સ્પોટલાઈટ  સ્પ્રે કરો.

એરો ડાયનેમિક

ભીના વાળ પર બીલ્લંટની ક્લાયમેટ કંટ્રોલ  એન્ટિ ફ્રિજ લીવ ઈન ક્રીમ એકસમાન લગાવો.

બીલંટનો બ્લોન અવે  વોલ્યુમાડિંગ લીવ ઇન સ્પ્રે અપ્લાઈ કરો અને વાળને આરામથી બ્લો ફાઈ કરો.

*  માથા પર  ૨-૩  વોલ્યૂમ નાખો, પિનથી સેટ કરો.

* વોલ્યૂમ પર વાળને સુંદર ફિનિશિંગ સાથે લપેટો. હેરસ્પ્રે અને પિન લગાવો. વાળને લપેટવા માટે વોલ્યૂમની આજુબાજુ સર્ક્યુલર સેક્શનનો ઉપયોગ કરો.

* વધારે ચમક માટે બીલંટના સ્પોટલાઈટથી લુકને ફિનિશિંગ આપો.

Tags :