- કેટલીક મહત્ત્વની વાત જે દરેક યુવતીએ જાણવી જોઈએ
ભારતમાં દર વર્ષે સ્તન કેન્સરના આશરે 80,000 નવા કેસો નોંધાય છે. ગળાના કેન્સર પછી તેનો ક્રમ બીજો છે. ગ્રામીણ વિસ્તારોમાં દર બાવન મહિલાએ એક અને શહેરી વિસ્તારોમાં ૨૫ મહિલાએ એક મહિલા સ્તન કેન્સરનો ભોગ બને છે.
માન્યતા : સ્તન કેન્સર થતું અટકાવી શકાય છે.
હકીકત: સ્તન કેન્સર થતું અટકાવવાનો કોઈ માર્ગ નથી. વળી તે થવાનું કારણ પણ હજી સુધી જાણી શકાયું નથી. શરૂઆતના તબક્કે જ તે થયું હોવાની ખબર પડે અને તરત તેની સારવાર કરવામાં આવે તે છે જ ઉત્તમ રીત છે.
માન્યતા : તમારા પરિવારમાં કોઈને સ્તન કેન્સરન ન થયું હોય તો ચિંતા કરવાની જરૂર નથી.
હકીકત: પરિવારનો ઈતિહાસ એ નોંધપાત્ર જોખમી પરિબળ છે. જો કે કેન્સરનો ઈતિહાસ ન ધરાવતા પરિવારોની મહિલાઓ આ રોગથી મુક્ત છે એવું નથી. વાસ્તવમાં મોટાભાગની સ્ત્રીઓમાં સ્તન કેન્સરનું નિદાન થાય છે તેમનાં પરિવારમાં કેન્સરનો ઈતિહાસ હોતો નથી.
માન્યતા : બ્રા પહેરવાથી સ્તન કેન્સર થાય છે.
હકીકત: અમેરિકાની નેશનલ કેન્સર ઈન્સ્ટિટયૂટના જણાવ્યા મુજબ બ્રા પહેરવા અનેસ્તન કેન્સર થવા વચ્ચે કોઈ કડી હોવાનું પુરવાર થયું નથી. અફવા મુજબ તંગ બ્રા પહેરવાથી સ્નાયુ ગંઠાઈ જવાથી ઝેરી દ્રવ્યો સ્તનના સ્નાયુઓમાં ગંઠાઈ જાય છે. જેના કારણે કેન્સર થાય છે. આ માન્યતા જૈવિક રીતે શક્ય નથી. રક્તનો પુરવઠો ઘટવાથી અથવા દબાણ વધવાથી ઝેર પેદા થતું નથી અને સામાન્ય કોષ કેન્સરયુક્ત બની જતાં નથી. વળી, બ્રા પહેરવાથી ગાંઠ થતી નથી. જોકે ગાંઠને કારણે જેમને સ્તનની પીડા થતી હોય તેવી મહિલાઓ બ્રા ન પહેરે તો થોેડી રાહત મળે ખરી.
માન્યતા : માત્ર મહિલાઓને જ સ્તન કેન્સર થાય છે.
હકીકત: એકથી સો સ્તન કેન્સરના કેસોમાં એક કેસ પુરુષનો હોય છે. આ સંખ્યા નાની છે. પુરુષો સ્તન કેન્સરનો ભોગ બને તો બાબતેત એટલી આછી જાગરૂકતા છે કે ઘણીવાર નિદાન મોડું થાય છે. આમ તેમનો મૃત્યુદર પણ ઊંચો રહે છે.
માન્યતા : મેમોગ્રામ જ નિદાનનું એકમાત્ર સાધન છે.
હકીકત: મેનોપોઝ પછીના સમયગાળામાં સમયાંતરે મેમોગ્રાફી કરાવવાથી ઘણી મહિલાઓના જીવ બચ્યાં છે. ૫૦ થી વધુ વય ધરાવતી મહિલાઓએ દર વર્ષે મેમોગ્રામ્સ કઢાવવા જોઈએ. પણ ભારતમાં આ રોગ મહદંશે ત્રીસી અને ચાલીસીમાં રહેલી મહિલાઓને થતો હોઈથી આ યુવાન મહિલાઓના સ્તનના સ્નાયુઓ માંસલ હોઈ મેમોગ્રામની અસરકારકતા ચર્ચાપાત્ર છે. વર્ષમાં એકવાર તાલીમ પામેલી આરોગ્ય કર્મચારી દ્વારા શારીરિક સ્તન તપાસ કરાવવી હિતાવહ છે. દરેક માસિક બે-એક અઠવાડિયે જાતે સખત તપાસ કરવામાં આવે તો તે પણ અસરકારક નીવડે છે.
માન્યતા : સારવાર - ગર્ભવતી બનવું સલામત છે.
હકીકત : જો તમે ગર્ભવતી બનો તો ફરી સ્તન કેન્સર થવાનું જોખમ વધી જતું નથી.
અહિં નીચે બ્રેસ્ટ કેન્સરને લગતા તાજા સંશોધનની વિગતો આપી છે.
- ગર્ભ નિરોધક ગોળીઓના કારણે મહિલાઓને બ્રેસ્ટ કેન્સરનું જોખમ
અમેરિકાની બે સદી જૂની મિશિગન યુનિવર્સિટીએ બ્રેસ્ટ કેન્સર અંગે એક મહત્વપૂર્ણ સંશોધન કર્યું છે. ગર્ભ નિરોધક ગોળીઓના કારણે મહિલાઓના શરીરમાં અમુક હોર્મોન્સનું સ્તર જોખમી રીતે વધે છે, જે આખરે સ્તન કેન્સર નોતરે છે.
મિશિગન યુનિવર્સિટીના ડો. કેઝર લારાએ જણાવ્યું હતું કે મહિલાઓ ગર્ભ નિરોધક ગોળીઓ ગળે છે, એમાંથી કેટલીક ગોળીઓની શરીરમાં આડઅસર થાય છે. કેટલીક ગોળીઓના કારણે શરીરમાં પ્રોજેસ્ટેરોન અને એસ્ટ્રોજન નામના હોર્મોન્સનું પ્રમાણ ભયજનક રીતે વધી જાય છે. આ હોર્મોન્સ બ્રેસ્ટ કેન્સર નોતરવામાં લાંબાંગાળે કારણભૂત ઠરે છે. સંશોધન સાથે જોડાયેલી કેલી સિમ્બર નામની સંશોધકે અહેવાલમાં દાવો કર્યો હતો કે પ્રોજેસ્ટેરોન અને એસ્ટ્રોજન બ્રેસ્ટ કેન્સરને ઉત્તેજન આપે એવા હોર્મોન્સ છે. જે સ્ત્રીની માતા-દાદી-નાનીને બ્રેસ્ટ કેન્સર થયું હોય એવી મહિલાઓને જોખમ વધુ હોવાથી તેમને કેન્સર ન થાય એ માટેની દવાઓ તબીબો આપતા હોય છે. કેટલીક બર્થ કંટ્રોલ પિલ્સથી આ બંનેનું સ્તર શરીરમાં વધે છે, જે આખરે બ્રેસ્ટ કેન્સર નોતરે છે. આ સંશોધન છેલ્લાં એક વર્ષથી ચાલતું હતું. એમાં જણાયું હતું કે ગોળીઓ ગળતી મહિલાઓને આડઅસર થવાનો સમયગાળો ત્રણ વર્ષથી ૧૦ વર્ષ સુધીનો પણ હોઈ શકે છે.


