તહેવારોમાં ફેશને સોળે કળાએ ખીલે છે અને લોકોને અવનવી ફેશનનું ગજબનું આકર્ષણ રહે છે અને પોતાને મનગમતી ફેશનને અનુસરે પણ છે. દિવાળીના તહેવાર પછી હવે લગ્નસરાની સિઝન- પૂરજોશમાં જામી છે ત્યારે ફેશનની તો અનોકી એકબીજાથી ચડિયાતી અનેક રેન્જ જામી રહી છે. દર વર્ષે ફેશને- ડિઝાઈનર્સ પણ જુદી જુદી ડિઝાઈનથી લોકોને અવગત કરાવે છે. અને તેમનું મન જીતે છે. અત્યારે તો બજારમાં માંડીને ઓનલાઈન ખરીદીમાં અવનવી ફેશનની ભરમાર છે. આ ફેશન અને ડિજાઈન્સ બોલીવૂડની હસ્તીઓ પ્રસાર અને પ્રચાર ધૂમધામથી કરે છે, જે આપણા જીવનને સુધ્ધાં સ્પર્શે છે. અને ઘણાં તો તેને હોંશે હોંશે ખરીદે પણ છે.
આ વખતે તો ફ્લોરલ ફેશને તો ફેશન જગતમાં એક જોરદાર પુનરાગમન કર્યું છે. અને બોલીવૂડની આપણી જાણીતી-માનિતી અભિનેત્રીઓએ આ ટ્રેન્ડને નવા અંદાજમાં પેશ કરી અનેકના મન મોહિત કર્યાં છે. નાજુક બોટેનિક્સ પ્રિન્ટ્સથી માંડીને બોલ્ડ અને રંગબેરંગી ફ્લોરલ ડિઝાઈન સુધી આપણી અગ્રણી-લોકપ્રિય અભિનેત્રીઓએ એ સાબિત કરી આપ્યું છે કે ફ્લોરલ આઉટફિટ્સ માત્ર વસંત તુનો આકર્ષક જરૂરી હિસ્સો નથી રહ્યો. આ તો વર્ષભર ચાલતી ફેશન સ્ટેટમેન્ટ ેછે. આ લુક્સ તેમને એલિગન્સ અને બેમિસાલ આકર્ષણનું પ્રતિક બનાવે છે, પછી ભલે તે કોમ્પ્લેક્સ ફ્લોરલ ડિઝાઈન ધરાવતા પારંપારિક ભારતીય વસ્ત્રો હોય અથવા વેસ્ટર્ન સિલ્હૂટ્સ પર ગાર્ડનથી પ્રેરિત થયેલી ડિઝાઈન હોય, જેને હંમેશા પહેરી શકાય છે.
ગુલાબી ફૂલોમાં શાહી રોમાન્સ :
જાર્જિયા એડિયાની ઈટાલીની ગ્લેમરસ સેક્સી જાર્જિયા તેની ક્રિમ અને ગોલ્ડન ફ્લોરલ પોશાકમાં પરી જેવી લાગે છે, જે પરંપરાગત ગરિમા અને આધુનિક ગ્લેમરનો પરફેક્ટ સમન્વય છે. તેના આઉટ ફિટ પર સોનેરી દોરાથી બનાવાયેલી પાંદડી ધરાવતા બ્લાઉઝ અને નાજુક ગુલાબી ફૂલો તથા બોટેનિક્સ પ્રિન્ટથી બનાવાયેલી અને લહેરાતી ક્રિમ રંગના સ્કર્ટ સામેલ છે.
ઝીણવટભરી સિલાઈની ડિઝાઈન અને હળવા રંગોનું તાલમેલ એક ખૂબ જ સરસ લુક આપે છે, જે કોઈપણ તહેવાર કે વૈભવી સાંજની પાર્ટી માટે એકદમ યોગ્ય બની રહે છે. ખુલ્લાં લહેરાતા વાલ અને ઓછામાં ઓછા દાગીના આ પોશાકની ફ્લોરલ ખુબસુરતીને પૂરી રીતે ઉભરવા દે છે. જેનાથી એ સાબિત થાય છે કે કોઈક કોઈવાર તો સૌથી વધુ ગ્લેમર પોશાકનો લુક તો તેને પહેરનારના અંદાજ પર નિર્ભર હોય છે.
વાઈબ્રન્ટ ગાર્ડન પાર્ટી વાઈબ્સ :
જ્હાન્વી કપૂર નાજુક, નમણી જ્હાન્વી કપૂર તો હંમેશાં દરેક પોશાકમાં ખૂબ સુરત લાગે છે. તે રંગબેરંગી ફ્લોરલ મિડી ડ્રેસને પહેરવાનું પસંદ કરે છે. પિન્ક રિબિન ડિટ્ેઈલિંગ ધરાવતો સિંગલ સ્ટ્રેપ કોર્ન્સેટ સ્ટાઈલ ટીપ એક ફ્લોઈ સ્કર્ટમાં બદલાવે ચે, જેના પર ઓરેન્જ, પિન્ક, યલો અને અન્ય રંગોના વોટર કલર સ્ટાઈલ ફૂલોની પ્રિન્ટ છે. તેણે આ લુકને વ્હાઈટ પ્લેટ્સ અને બીચ વેવ હેરસ્ટાઈલને સાથે સ્ટાઈલ કરી છે, જે સમર વેકેસનમાં સુધ્ધાં પરફેક્ટ, ફ્રેશ અને સુંદર લુક આપે છે.
ફ્લેવર ધરાવતો સિટૂટ તેના ફિગરને ફ્લેટર કરે છે અને બોલ્ડ ફ્લોરલ પ્રિન્ટ એક યુવા અને ચંચલ ઊર્જાની પૂર્તિ કરે છે. જે દિવસની કોઈ પણ ઈવેન્ટ્સ અથવા કેઝ્યુઅલ ગેધરિંગ માટે શાનદાર બની રહે છે.
ગુલાબોમાં ક્લાસિક એલિગેસ :
વિનમ્ર અને શાંત કિયારા અડવાણીની સફેદ મેક્સી ડ્રેસ, ટાઈમલેસ રોમાન્સનું પ્રતીક છે. જેના પર અસલી ગુલાબો જેવી લાલ ફ્લોરલ પ્રિન્ટ છે. સવીટહાર્ટ નેકલાઈન અને લેસ-ડિટેઈલિંગથી સુશોભિત લુકમાં એક વિન્ટેજ ફેમિનિન ટચને જોડે છે. જ્યો ફ્રી ફ્લોરિંગ સિલ્ક તેને પરી જેવું ઉમદા બક્ષે છે. તેણે આ જ ટ્રેડિશનલ ચોકર નેકલેસ અને ડબલ ગોલ્ડન ચન્કી બ્રેસલેટ્સની સાથે સ્ટાઈલ કરી છે, જે તેને એક ઈન્ડો-વેસ્ટર્ન ફ્યુજન લુક આપે છે અને રંગમાં એક અનોખી ડિઝાઈન સાથે જોડે છે.
ડ્રેસ પર વિખરાયેલા ગુલાબોની પ્રિન્ટ ફેબ્રિકમાં મુવમેન્ટ અને દ્રશ્ય -આકર્ષણ પેદા કરે છે. જેતી આ પોશાક એવા ખાસ પ્રસંગ માટે એકદમ યોગ્ય છે. જે આધુનિક ટ્વિસ્ટની સાથે ક્લાસિક લાવણ્યની ચાહત પેદા કરે છે.
ડાર્ક ફ્લોરિંગનું આકર્ષણ ગ્લેમર :
જેકલીન ફર્નાન્ડિઝ શ્રીલંકાની આ યુવતીએ ભારતીય ફિલ્મોમાં આવીને બેહદ ચાહના મેળવી છે. તેણે બ્લેક ફ્લોરલ આઉટફિટમાં સ્ટાઈલ અને ડ્રામાનો ખૂબ જ સારો ઉપયોગ કરી ચાહના મેળવી. કીમ ટોપ અને ફ્લોઈંગ લહેંઘા ધરાવતાં આ લુકમાં લાલ, સફેદ અને પીળા ફૂલોની પ્રિન્ટ હોય છે. જે ડાર્ક કાળા રંગમાં એવો કોન્ટ્રાસ બનાવે છે જે મોડર્ન અને ટ્રેડિશનલ બંને છે.
જે રીતે તેણે દુપટ્ટાને ખૂબસુરત રીતે પકડયો છે અને ફ્લોરલ પ્રિન્ટ્સ તેના પર ચારે તરફથી વિખરાયેલા પડયા છે. આ એક મુવમેન્ટ અને ટ્રામેટિક અંદાજની અનુભૂતિ કરાવે છે. તેનું સ્ટેટમેન્ટ , જ્વેલરીની પસંદગી અને બોલ્ડ કલર કોમ્બિનેશનલ એ સાબિત કરે છે કે ફ્લોરલ પ્રિન્ટ હંમેશાં સોફ્ટ નાજુક જ નથી હોતા, પણ તે સુંદરતાની સાથોસાથ એક અલગ લૂક પણ આપે છે.
નાજુક ફૂલોમાં પરફેક્શન :
સોનમ બાજવા અભિનેત્રી ઉપરાંત એક સ્ટાઈલિસ્ટ આઈકોન પણ છે. સોનમ બાઝવા પોતાના પેસ્ટલ પિન્ક ફ્લોરલ સૂટમાં બેહદ ખૂબસુરત લાગે છે જે સાદગી અને આધુનિક આકર્ષણનો આદર્શ ઓપ છે. તેના ફ્રી ફ્લાઈંગ ક્રુરતા પર વાદળી અને ગુલાબી ફૂલોની હળવી પ્રિન્ટ છે. જેનાથી એક નવો જ લુક આકાર લે છે.
મેચિંગ ફ્લોરલ દુપટ્ટા અને ઓછામાં ઓછા ઘરેણાની સાથે આ લુક સંતુલિત અને ક્લાસિક લાગે છે. જે દિવસ દરમિયાનની ઈવેન્ટ્સ અને કેઝ્યુઅલ પ્રસંગે પરફેક્ટ બની રહે છે. આથી એ સાબિત થાય છે કે ફૂલોની ફેશન હંમેશાં ચાલતી રહેનારી એક ખૂબ જ સ્ટાઈલિસ્ટ ફેશન છે.
- ભુપેન્દ્ર પટેલ


