Get The App

સ્થૂળતાના નિદાન માટે ઓછું પડી રહ્યું છે બીએમઆઈ

Updated: Mar 23rd, 2026

GS TEAM

Google News
Google News
સ્થૂળતાના નિદાન માટે ઓછું પડી રહ્યું છે બીએમઆઈ 1 - image

સ્થૂળતા વિષયક નિદાન માટે વર્ષોથી બૉડી માસ ઇન્ડેક્સ (બીએમઆઈ)ને સ્વીકાર્ય ધોરણ માનવામાં આવ્યું છે. પરંતુ તાજેતરમાં લેન્સેન્ટ ગ્લોબલ કમિશનના નવા રિપોર્ટમાં તેના આકલનની રીત બદલવા પર ભાર મૂકવામાં આવ્યો છે. અભ્યાસમાં એમ જણાવવામાં આવ્યું છે કે બીએમઆઈ કેટલીક મહત્વની સ્વાસ્થ્ય વિષયક બાબતો ધ્યાનમાં લેવાનું ચૂકી જાય છે. તેમાં હજી વ્યાપક દ્રષ્ટિકોણ લાવવાની આવશ્યકતા છે.

'ઑલ ઈન્ડિયા અસોસિએશન ફોર એડવાન્સિંગ રીસર્ચ ઈન ઓબેસિટી' (એઆઈએએઆરઓ) સહિત ૭૫થી પણ વધુ ચિકિત્સા સંગઠનોએ આપેલા સમર્થન સાથેના આ રિપોર્ટમાં સ્થૂળતા સાથે સંકળાયેલા સ્વાસ્થ્ય વિષયક જોખમોનું વધુ વ્યવસ્થિત આકલન કરવા કમરની પરિધિ અને કમરથી કુલાના અનુપાત જેવા વધારાના ઉપાયોની આવશ્યકતા તરફ અંગુલિનિર્દેશ કરવામાં આવ્યો છે.

ફિટનેસ તજજ્ઞાોના જણાવ્યા અનુસાર કમરની પરિધિ કટિના સૌથી સાંકડા ભાગનું માપ છે જે નાભિથી ઉપર હોય છે. આ ભાગ હૃદય રોગ અને ડાયાબિટિસ જેવા સ્વાસ્થ્ય વિષયક જોખમો સાથે સંકળાયેલી પેટની ચરબીનું અનુમાન લગાવવામાં કામ આવે છે. તેઓ વધુમાં કહે છે કે કમરથી કુલાનો અનુપાત કમરની પરિધિને કુલાની પરિધિથી વિભાજીત કરે છે, જેનાથી ચરબી વિતરણનું મૂલ્યાંકન થાય છે. તદુપરાંત ડીઈએક્સએ સ્કેન જેવા ચરબી માપક યંત્રોથી તબીબો સીધી જ શરીરની ચરબી માપી શકે છે, જેને પગલે સ્થૂળતાનું વધુ વ્યવસ્થિત (ચોક્કસ) આકલન થઈ શકે છે.

બીએમઆઈ પર પુનઃવિચાર કરવાની જરૂર શા માટે?

બીએમઆઈમાં વજન (કિ.ગ્રામમાં)ને ઊંચાઈ (વર્ગ મીટરમાં)થી વિભાજીત કરવાની પધ્ધતિ સરળ હોવાથી અત્યાર સુધી તેના પર જ પસંદગી ઉતારવામાં આવી છે. પરંતુ આ રીતની ચોક્કસ મર્યાદા છે. પરંતુ આ પધ્ધતિમાં મસલ માસ, ફેટ ડિસ્ટ્રુબ્યુશન કે એથનિસિટી, એટલે કે એકસમાન બીએમઆઈ ધરાવતા બે જણના સ્વાસ્થ્ય વિષયક જોખમાં અલગ અલગ હોઈ શકે તેનો નિર્દેશ નથી થતો.

નિષ્ણાતો કહે છે કે જનસામાન્યમાં કે પછી સ્થૂળતાથી પીડાતા દરદીઓમાં સ્થૂળતાને પરિભાષિત કરતી વખતે મસલ માસ, વય, લિંગ તેમ જ સહ-વ્યાધિઓની ઉપસ્થિતિ જેવી અન્ય બાબતો પર પણ વિચાર થવો જોઈએ. તેના સિવાય બીએમઆઈની સૌથી મોટી નબળાઈ એ છે કે તે ત્વચાની બરાબર નીચેની ચરબી અને આંતરિક અંગોની આસપાસ જામેલી ચરબી વચ્ચે અંતર નથી કરી શકતું. આ ચરબી હૃદય રોગ, ડાયાબિટિસ જેવી ગંભીર વ્યાધિઓને નોંતરે છે.  બીએમઆઈથી ચરબીને લગતી સઘળી બીમારીઓ વિશે જાણકારી નથી મળી શકતી. કમરની પરિધિ જેવા ઉપાયો સાથે જોડીને તેમ જ ક્લિનિકલ અને પ્રી-ક્લિનિકલ સ્થૂળતા જેવી બાબતોને સામેલ કરીને અમે દરેક દરદીની આવશ્યકતા અનુસાર વધુ સારી કાળજી કરી શકીએ. છીએ. કેટલાંક નિષ્ણાતો તો એટલે સુધી કહે છે કે આંતરિક અંગોની આસપાસ જામેલી ચરબીનું સીધું આકલન કરવા સીટી સ્કેન જેવી આધુનિક ઈમેજિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરી શકાય. અથવા સર્જરી દરમિયાન આંતરિક અવયવોની આસપાસ જામેલી ચરબીનું નીરિક્ષણ કરી શકીએ તેમ જ તેનનું માપ પણ કાઢી શકીએ.