Get The App

બેસ્ટ પાર્ટીવેર 'બ્લેક' સાડી પહેરીને પરંપરા અને આધુનિકતાનું કોમ્બિનેશન રચી શકાય છે

Updated: Mar 31st, 2026

GS TEAM

Google News
Google News
બેસ્ટ પાર્ટીવેર 'બ્લેક' સાડી પહેરીને પરંપરા અને આધુનિકતાનું કોમ્બિનેશન રચી શકાય છે 1 - image

પાર્ટીવેર તરીકે બેસ્ટ ગણાતા બ્લેક કલરને ફેશન ડિઝાઈનરો સૌથી વધ ુલાડ લડાવે છે. આ રંગને સાડીથી લઈને કોઈપણ ડિઝાઈનરવેરમાં ઢાળી શકાય છે. પણ જો કાળા રંગની સાડીને જ વિવિધ જાતની ડિઝાઈન આપવામાં આવે કે નોખી રીતે પહેરવામાં આવે તો? તો તે ચોક્કસપણે પરંપરા અને આધુનિકતાનું મસ્ત મસ્ત કોમ્બિનેશન બની રહે.

એક ફેશન ડિઝાઈનર કહે છે કે જરૂરી નથી કે તમે સાડીને પેટિકોટ અને બ્લાઉઝ સાથે જ પહેરી શકો. તેને લાંબા ટયુબ ડ્રેસની જેમ પણ પહેરી શકાય. તેને કમર પર બેલ્ટ બાંધીને તેના ઉપર પહેરો. આ રીતે પહેરેલી સાડી થોડી આદિવાસી સ્ટાઈલની લાગશે. પણ તેના જેકેટ ડિઝાઈનના બ્લાઉઝ અને આગળ મૂકેલી આકર્ષક બોર્ડરને કારણે તે અત્યંત આકર્ષક દેખાશે. બ્લેક સાડીને મેટાલિક ગોલ્ડન કલરમાં જમ્પ સુટ સાથે પણ પહેરી શકાય, આ સિવાય હાફ સ્કર્ટની જેમ પાટલી વાળીને તેને જેકેટ તેમજ ટ્રાઉઝર સાથે પણ પહેરી શકાય. પસંદ તમારી, પ્રસંગ તમારો.

અન્ય એક ડિઝાઈનર તેને પુરુષોની સ્ટાઈલમાં પહેરવાની સલાહ આપતાં કહે છે કે ઢીલું વાઈટ શર્ટ અને બ્લેક ટ્રાઉઝર પહેરો. તેની ઉપર આકર્ષક સ્ટાઈલમાં બ્લેક સાડી પહેરો. વાળને સારી રીતે ધોઈને સાઈડ પાર્ટિશનમાં ઓળો. બિલકુલ એવી રીતે જેમ ૫૦-૬૦ના દશકમાં પુરુષો વાળ ઓળતા હતા. આ સ્ટાઈલ સાથે ખાસ કોઈ એકસેસરી આવશ્યક નથી.

સાડી સાદગીના સૌંદર્યને સુપેરે છતું કેર છે. સરસ મઝાની પરંપરાગત ડિઝાઈનની બ્લેક સાડી લો. પણ તેને એકદમ અલગ સ્ટાઈલમાં ડ્રેપ કરો. તેને બ્લાઉઝને બદલે યોગ્ય ફિટિંગવાળા જેકેટ  સાથે પહેરો. જો જેકેટ પહેરવાની ઇચ્છા ન હોય તો નિઓન બ્લાઉઝ સાથે ધારણ કરો. તેની સાથે ગળામાં મોટો, ટ્રેડિશનલ ડિઝાઈનનો હાર પહેરો. અન્ય એકસેસરી ટાળીને હાથમાં એક સરસ મઝાનું કલચ રાખો.

પરંપરાગત છતાં આધુનિક અવતાર માટે સાડીને ગાઉનની પેટર્નમાં સ્ટીચ કરાવો. એકદમ બોડીફીટ ગાઉન પેટર્નની સાડીમાં જ એકસેસરી ફીટ કરી દો. કહેવાનો અર્થ એ છે કે તેમાં કામ પાસે, ખભાથી લઈને ડુંટી સુધી એવું વર્ક કરો કે તમે 'સાડી-કમ-જ્વેલરી' પહેરી હોય એવું લાગે. આવી 'ગાઉન-સાડી' સાથે એકસેસરીમાં માત્ર એક કલચ પૂરતું થઈ રહેશે.

પ્રિન્ટેડ સાડી કાયમ ફેશનમાં રહેતી હોવા છતાં તે તદ્ન ઓર્ડિનરી ન લાગવી જોઈએ. બ્લેક સાડીમાં માત્ર સ્કર્ટ બોર્ડર સુધી અનોખી ભાતની કલરફુલ પ્રિન્ટ બનાવો. તેમાં લાલ, ગુલાબી, પીળો, મોરપિચ્છ બ્લુ, બોટલ ગ્રીન અને ક્રીમ કલર ઉપયોગમાં લઈ શકાય. વળી સ્કર્ટ બોર્ડર સુધી જ પ્રિન્ટ હોવાથી તે નોખી તરી આવશે. આ સાડીને સ્ટ્રેપલેસ કે બિકિની બ્લાઉઝ સાથે પહેરો.